Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હોસ્પિટલમાં મોબાઇલનો ઉપયોગ કરવા દર્દીએ પાયજામાને ફોન હોલ્ડર બનાવી દીધું

VIRAL VIDEO : એક વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ છે અને તે તેના પલંગ પર સૂતો છે. આ પરિસ્થિતીમાં તે ફોન વાપરવા માટે મગજનો ઉપયોગ કરે છે
હોસ્પિટલમાં મોબાઇલનો ઉપયોગ કરવા દર્દીએ પાયજામાને ફોન હોલ્ડર બનાવી દીધું
Advertisement
  • હોસ્પિટલમાં ફોનના વપરાશનો વીડિયો ભારે વાયરલ
  • દર્દી ફોનનું કવર પાયજામામાં સરકાવીને ફોન ફીટ કરી દે છે
  • ફોન સેટ થઇ ગયા બાદ આસાનીથી તેનો ઉપયોગ કરે છે

VIRAL VIDEO : આજના સમયમાં સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) મનોરંજનનું મોટું પ્લેટફોર્મ બની ગયું છે, જેનાથી તમે વિશ્વના કોઈપણ ખૂણાના લોકો સાથે જોડાઈ શકો છો. આજકાલ, લગભગ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને દરરોજ તેના પર થોડો સમય વિતાવે છે. જો તમે પણ સક્રિય રહેશો તો તમારે ત્યાં પોસ્ટ કરેલા વીડિયો અને રીલ્સ પણ જોતા જ હોવા જોઈએ. આજકાલ લોકો રીલ્સ અને ટૂંકા વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે, કારણ કે તે ઓછા સમયમાં ખુબ સારૂ મનોરંજન પૂરું પાડે છે. અત્યારે સોશિયલ મીડિયામાં એક જુગાડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હોસ્પિટલના બિછાને સારવાર લેતો વ્યક્તિ પોતાના પાયજામાને જ મોબાઇલ હોલ્ડર બનાવી દે છે, અને બાદમાં તેનો આનંદ લે છે.

વાયરલ વીડિયોમાં શું બતાવવામાં આવ્યું ?

હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે એક હોસ્પિટલનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ છે અને તે તેના પલંગ પર સૂતો છે. આ પરિસ્થિતીમાં તે ફોન વાપરવા માટે મગજનો ઉપયોગ કરે છે. તે ફોનનું કવર કાઢીને તેના પાયજામામાં મૂકે છે અને કંઈક બહાર કાઢે છે. તે કવરને થોડુંક નીચે સરકાવે છે અને પછી તેમાં ફોન ફીટ કરી દે છે. આ સાથે ફોન તેની પાસે ફિટ થઈ જાય છે અને પછી તે આરામથી ફોનનો ઉપયોગ કરતો જોવા મળે છે.

Advertisement

અહીં ટેકનોલોજી નહીં, પણ ટેકનોલોજીયા બોલે છે

આ વાયરલ થયેલો વિડીયો ટ્વીટર - X પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયો પોસ્ટ કરતી વખતે, કેપ્શનમાં લખ્યું હતું, 'અમેરિકાએ શું કહ્યું, તમે કોમ છો, હવે અમે કહીએ છીએ કે, તમે શું છો.' અત્યાર સુધીમાં લાખો યુઝર્સ સુધી આ વીડિયો પહોંચ્યો છે. વીડિયો જોયા પછી, એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું - આ અદ્ભુત, અવિશ્વસનીય ભારત છે, અહીં ટેકનોલોજી નહીં, પણ ટેકનોલોજીયા બોલે છે. બીજા એક યુઝરે લખ્યું - લોકો પાસે જ્ઞાનનો ભંડાર છે. ત્રીજા યુઝરે લખ્યું - તમે કેવું મગજ વાપર્યું છે. સાથે જ ઘણા યુઝર્સે હાસ્યજનક પ્રતિક્રિયાઓ પણ આપી છે.

Advertisement

આ પણ વાંચો ----- Viral Video : રાજસ્થાનમાં આખો પહાડ તાસના પત્તાની જેમ ધરાશાયી, જુઓ Video

Tags :
Advertisement

.

×