Viral : 'બડી મુશ્કિલ' સોંગ પર ડાન્સનું રેકોર્ડિંગ કરનાર વાયરલ, બીજા કેમેરાએ ક્રિએટિવિટી કેદ કરી
- બડી મુશ્કીલ સોંગ પરનો ડાન્સ વીડિયો વાયરલ
- ડાન્સર જોડે કેમેરામેને પણ જોરદાર સ્ટેપ્સ કર્યા
- ડાન્સર કરતા વધારે કેમેરામેનને વાહવાહી મેળવી
Viral : સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ (Social Media Viral Video) થતા રહે છે. ક્યારેક લોકો ગીત ગાતા જોવા મળે છે તો ક્યારેક નાચતા જોવા મળે છે. હાલમાં ઇન્ટરનેટ પર એક ડાન્સ વીડિયો ટ્રેન્ડ કરી રહ્યો છે, જેમાં સાડી પહેરેલી બે છોકરીઓ બોલીવુડના હિટ ગીત 'બડી મુશ્કિલ' પર ડાન્સ (Badi Mushkil Song Dance - Viral Video) કરતી જોવા મળે છે. તેમનો ડાન્સ સારો હતો, પરંતુ કેમેરામેને સોશિયલ મીડિયા (Cameraman Dancing - Viral Video) યુઝર્સના દિલ જીતી લીધા છે. કેમેરામેને છોકરીઓ કરતાં બધાનું ધ્યાન વધુ ખેંચ્યું છે. ખરેખર, છોકરીઓ પરફોર્મ કરી રહી હતી અને જાપાની કેમેરામેન (Japanese Cameraman) તેમને રેકોર્ડ કરી રહ્યો હતો, પરંતુ પછી તેણે તેમની સાથે સ્ટેપ્સ પણ કરવાનું શરૂ કર્યું હતું, જે ભારે વાયરલ થઇ રહ્યું છે.
View this post on Instagram
કેમેરામેનના બોલ્ડ ડાન્સ સ્ટેપ્સ
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેમેરામેન પણ છોકરીઓ સાથે ડાન્સ સ્ટેપ્સ (Cameraman Dancing - Viral Video) કરી રહ્યો છે. ભારતીય સાડીમાં છોકરીઓએ કેમેરાની સામે સ્ટેપ્સ કર્યા (Badi Mushkil Song Dance - Viral Video) છે, જ્યારે કેમેરામેને કેમેરા પાછળ કર્યા છે, પરંતુ આ આખું દ્રશ્ય બીજા કેમેરામાં રેકોર્ડ થયું છે, જે થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું જોવા મળ્યું છે. કેમેરામેન તેના બોલ્ડ ડાન્સ સ્ટેપ્સથી બધાનું ધ્યાન ખેંચે છે. સુજો ફિલ્મ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ આ વીડિયોને અત્યાર સુધીમાં 8 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે બે લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.
મોડેલો કરતાં વધુ ઉત્સાહિત
સોશિયલ મીડિયા (Social Media Viral Video) યુઝર્સ છોકરીઓ કરતાં કેમેરામેનના પ્રદર્શનથી ખૂબ ખુશ છે. વીડિયો જોયા પછી તેઓ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, 'કેમેરામેન છોકરીઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે', જ્યારે બીજાએ કહ્યું, 'તેણે શો સંપૂર્ણપણે ચોરી લીધો'. અન્ય યુઝરે લખ્યું છે કે, 'કેમેરામેનનો ઉત્સાહ એક અલગ સ્તરે છે, તે મોડેલો કરતાં વધુ ઉત્સાહિત છે', જ્યારે અન્ય એકે લખ્યું છે કે, 'જ્યારે તમે ફોટોગ્રાફર અને કોરિયોગ્રાફર બંને હોવ ત્યારે આવું થાય છે'.
આ ગીત કઈ ફિલ્મનું છે?
છોકરીઓ અને કેમેરામેન જે ગીત પર પરફોર્મ કર્યું છે તે 2001 ની ફિલ્મ લજ્જાનું ગીત છે, જે અલકા યાજ્ઞિકે ગાયું છે. આ ગીત મૂળ માધુરી દીક્ષિત અને મનીષા કોઈરાલા પર ફિલ્માવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો ---- Viral : શાળામાં વિદ્યાર્થી શાહમૃગ બન્યો, ઇંડુ આપતા લોકો પેટ પકડીને હસ્યા


