Viral : રીલબાજ દીદીનો ડાન્સ નાપસંદ આવતા કપિરાજે પાઠ ભણાવ્યો
- વાનર સામે ડાન્સ કરતી યુવતિઓનો વીડિયો ભારે વાયરલ
- દીદીનો ડાન્સ વાનરને નાપસંદ આવતા વાળ ખેંચી લીધા
- આખરે ગભરાયેલી રીલબાજ તુરંત સ્થળ પરથી જતી રહી
Viral : આજના સમયમાં સોશિયલ મીડિયા પર રીલ (Social Media - Reel) બનાવવાનો શોખ બહુ ફુલ્યો-ફાલ્યો છે. જ્યાં પણ લોકોને તક મળે, અથવા મન થાય છે, તેઓ તરત જ રીલ બનાવવાનું શરૂ કરી દે છે. રીલ બનાવવી એ ખોટું કામ નથી, પરંતુ રીલબાજી કરતા સમય અને સંજોગોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી બને છે. આજે ઘણા લોકો રીલ બનાવવાને કારણે પ્રખ્યાત થઈ ગયા છે, પરંતુ કેટલાક લોકો રીલની પાછળ એવા મૂર્ખામીભર્યા કામ કરે છે, જેનો કોઈ જવાબ નથી. આવો જ એક વીડિયો વાયરલ (Social Media - Viral Video) થઈ રહ્યો છે. ચાલો તમને જણાવીએ કે, રીલબાજ દીદી સાથે એવું તો શું થયું જેનો વીડિયો વાયરલ (Viral Video) થયો હતો.
વાયરલ વીડિયોમાં શું જોવા મળી રહ્યું છે?
હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં, છત પર બે વાંદરાઓ (Monkey Sitting) બેઠા છે, તેમાંથી એક છોકરીની સામે એક છોકરી એમ બે છોકરી (Girls Dance For Reel) ઓ ઉભી છે અને તે નાચતી વખતે રીલ બનાવવા લાગે છે. પરંતુ વાંદરાને દીદીનો ડાન્સ પસંદ નથી આવતો, અથવા તેને તે વિચિત્ર લાગે છે, તેવા હાવભાવ તેના મોંઢા પર જોવા મળી રહ્યા છે. ત્યારબાદ તે તરત જ દીદીને પાઠ ભણાવે છે. વાંદરો પહેલા તેનો હાથ પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમ થઇ શકતું નથી, અને પછી છોકરી પાછળ ફરી જાય છે. જેવી તે પાછી ફરે છે, વાંદરો તેના વાળ (Monkey Pull Girls Hair - Viral Video) ખેંચવાનું શરૂ કરે છે. થોડીવાર ખેંચ્યા પછી, તે છોડી દે છે અને પછી છોકરી ત્યાંથી ભાગી જાય છે.
રીલબાઝને સર્કસમાં મૂકવી જોઈએ
તમે હમણાં જ જે વિડિઓ (Social Media - Viral Video) જોયો તે X પ્લેટફોર્મ પર @syadvada169665 નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વિડિઓ પોસ્ટ કરતી વખતે, કેપ્શનમાં લખ્યું છે, 'હવે પ્રાણીઓ પણ આ રીલબાઝથી નારાજ થઈ ગયા છે, જો તમને વિશ્વાસ ન આવે તો, વિડિઓ જુઓ.' અત્યાર સુધીમાં હજારો લોકોએ વિડિઓ જોઈ લીધો છે. વિડિઓ જોયા પછી, એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું - રીલબાઝને સર્કસમાં મૂકવી જોઈએ, લોકોએ ટિકિટ ખરીદીને જોવી જોઈએ. બીજા યુઝરે લખ્યું - બધા તેમનાથી નારાજ છે. ત્રીજા યુઝરે લખ્યું - સસ્તામાં ભાગી ગયા, ચાલો જોઈએ. ચોથા યુઝરે લખ્યું - ખૂબ સારું મોંકેશ ભાઈ.
આ પણ વાંચો ----- Shocking Video: મગરને ખાવાનું આપતા પહેલા વિચારજો! જુઓ આ વીડિયો