Viral Video: હાડ થીજાવતી ઠંડી વચ્ચે બર્ફીલા તળાવમાં આ યુવતી ન્હાતી નજરે પડી,જુઓ Video
- ભારતમાં ખૂબ ઠંડી પડી રહી છે
- આ યુવતીએ બરફના તળાવમાં ન્હાતી નજરે પડી
- સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ
Viral Video:આ દિવસોમાં ભારતમાં ખૂબ ઠંડી પડી રહી છે. ઘણા વિસ્તારોમાં બરફ પણ પડી રહ્યો છે. ઠંડીના કારણે લોકો ઘરમાંથી બહાર નિકળવામાં ખચકાય છે. ત્યારે અમુક લોકો ઠંડીના કારણે કેટલાક-દિવસો સુધી નાહતા પણ નથી. બીજી બાજુ એક છોકરી એવી છે, જે કડકડતી ઠંડીમાં પણ બરફ ભરેલા તળાવમાં નહાય છે. સોશિયલ મીડિયા (Viral Video)પર આ છોકરીના ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને ઠંડીના કારણે ધ્રુજારી ઉપાડી જાય.
હેરાન કરતો વિડીયો
વિડીયોમાં એક બરફનું તળાવ દેખાતું હશે. આ તળાવનું ઉપરનું પડ બરફથી જામેલું છે. આ દરમિયાન તળાવમાંથી એક છોકરી નીકળે છે. તમે જોઈ શકો છો કે તે તળાવ ઉપર જેમલા બરફના પથ્થરને તોડીને બહાર નીકળે છે. આ દ્રશ્ય શરીરમાં ધ્રુજારી ઉપડે તેવું છે. એટલું જ નહીં પરંતુ આ બાદ છોકરી જે કરે છે તે આના કરતાં પણ વધારે હેરાન કરે તેવું છે. સૌથી પહેલા તો આ વિડીયો જુઓ.
આ પણ વાંચો -Kandaswamy Temple: મંદિરની દાન પેટીમાં પડી ગયો iPhone, મંદીર પ્રશાસને કહ્યું – આ હવે ભગવાનની સંપત્તિ
છોકરી બરફ ચાવી-ચાવીને ખાઈ રહી છે
તમે અહીં જોઈ શકો છો કે છોકરી તળાવમાંથી બહાર નીકળીને સીધી ત્યાં પડેલો બરફ હાથમાં ઉપાડી લે છે. એટલું જ નહીં તે આ બરફ ખાવા પણ લાગે છે. તેમ જોઈ શકો છો કે છોકરી બરફ ચાવી-ચાવીને ખાઈ રહી છે. વિડીયો યુઝરને હેરાન કરે તેવો છે. આ વિડીયોને galkina_anechka_ નામએન ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે છોકરીનું એકાઉન્ટ આવા વિડીયોથી ભરેલું છે. છોકરીના વિડીયો ખૂબ જોવાઈ રહ્યા છે અને પસંદ પણ કરાઇ રહ્યા છે.