Viral : મહિલાએ ગજબ મગજ દોડાવ્યું. વોશિંગ મશીન પાસેથી ડીશ વોશરનું કામ લીધું
- વાયરલ વીડિયો પર લોકોની મિશ્ર પ્રકારની કોમેન્ટ
- મહિલાએ કપડાં ધોવાના મશીનમાં વાસણો સાફ કર્યા
- લોકોએ મહિલાને એક ડીશ વોશર લઇ લેવા માટે જણાવ્યું
Viral : આ દુનિયામાં વિચિત્ર કામો કરતા લોકોની કોઈ કમી નથી. સોશિયલ મીડિયા (Social Media Viral) પર આપણને ચિત્ર-વિચિત્ર કામો જોવા મળતા રહે છે. કેટલાક લોકો પાછા પોતાના વીડિયો બનાવે છે અને પોસ્ટ કરે છે. જો તમે સોશિયલ મીડિયા પર છો, તો તમે આવા ઘણા વીડિયો જોયા હશે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઇને તમારૂ મગજ એક વખત ચકરાવે ચઢી જશે. હાલ વાયરલ થતા વીડિયોમાં મહિલાએ ચાલાકી વાપરીને વોશિંગ મશીન જોડેશી ડિશ વોશરનું (Washing Machine as Dish Washer) કામ લીધું હોવાનું જોવા મળી રહ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવાની સાથે મહિલાની ચાલાકીને લઇને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ આપી રહ્યા છે.
View this post on Instagram
વાયરલ વીડિયોમાં શું જોવા મળ્યું ?
મોટા ભાગના ઘરોમાં વોશિંગ મશીન હશે. જેમના ઘરમાં વોશિંગ મશીન નથી તેઓ પણ વોશિંગ મશીન વિશે જાણે છે અને બધા જાણે છે કે તેનો ઉપયોગ કપડાં ધોવા માટે થાય છે. પરંતુ શું તમે ક્યારેય કોઈને વોશિંગ મશીનમાં વાસણ (Washing Machine as Dish Washer) ધોતા જોયા છે? તમને આશ્ચર્ય થયું, પરંતુ વાયરલ વીડિયોમાં આવું જ જોવા મળ્યું. વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા વોશિંગ મશીનની અંદર વાસણ ધોતી હોય છે. હવે, આ વીડિયો ક્યારેનો છે તે અંગે કોઈ માહિતી મળી નથી, પરંતુ તે વાયરલ થઈ રહ્યો છે.
બહેન, એક ડીશ વોશર ખરીદો
તમે હમણાં જ જોયેલો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર kismat191970 નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજારોથી લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા પછી, એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું - ગામ સુધી વાસણોનો અવાજ સંભળાયો હશે. બીજા યુઝરે લખ્યું - કબાડી પણ આ મશીન ફરીથી નહીં લે. ત્રીજા યુઝરે લખ્યું - આ મશીન કેટલો સમય ચાલશે? બીજા યુઝરે લખ્યું - બહેન, એક ડીશવોશર ખરીદો.
આ પણ વાંચો ---- Tom Cruise's Daughter : સુરી ક્રુઝની સુંદરતા પર ફેન્સ થયા ફિદા


