વિદ્યાર્થીને છરીના ઘા મારનારાને લંગડાતો ઘટનાસ્થળ ઉપર પોલીસ લાવી
- મૃતકના પિતા સાથે પોલીસ વડા વિકાસ સહાયે વાત કરી
- આરોપી વિરેન્દ્ર પઢેરિયારને ઘટનાસ્થળ ઉપર લાવવામાં આવ્યો
- પોલીસ વડા વિકાસ સહાયે પરિવારને ન્યાય અપાવવા ખાતરી આપી
Bopal Murder Case : અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની જે રીતે હત્યા કરવામાં આવી હતી, તેણે અમદાવાદ ઉપરાંત રાજ્યને હચમચાવી નાખ્યું હતું. કારણ કે... આ વિદ્યાર્થીની હત્યા એક નજીવી બાબતે કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ હત્યાના આરોપીની 48 કલાકમાં પોલીસે ધરપકડ કરી હતી. તે ઉપરાંત આ ઘટનામાં ચોંકાવનારી વાત એ હતી કે, આરોપીએ પોલીસકર્મી તરીકે સામે આવ્યો હતો. આ અંગે માહિતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મેળવવામાં આવી હતી.
પોલીસ વડા વિકાસ સહાયે પરિવારને ન્યાય અપાવવા ખાતરી આપી
મળતી માહિતી મુજબ, ગત દિવસોમાં જ્યારે બોપલમાં માઈલનો વિદ્યાર્થી જ્યારે જઈ રહ્યો હતો. ત્યારે તેની પાસેથી એક પૂરપાટે કાર નીકળી હતી. ત્યારે તેણે આ કાર ચાલકે કામ ધીમી ચલાવવા માટે કહ્યું હતું. તેથી બંને વચ્ચે ઉગ્રબોલાવી થઈ હતી. ત્યારે કાર ચાલકે વિદ્યાર્થીને છરીના ઘા ઝીંકીને રસ્તા ઉપર મૂકીને જતો રહ્યો હતો. પરંતુ ત્યારે ત્યાંથી મહિલા એક આ યુવકને પોતાની કારમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગઈ હતી. પરંતુ સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ ઘટનાએ અમદાવાદમાં ખળભળાટ મચાવી દીધો હતો. તો આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: Ganghinagar : ગૃહ રાજ્યમંત્રી Harsh Sanghvi ના હસ્તે ફરિયાદીને સોનાના કિંમતી દાગીના પરત અપાયાં
Ahmedabad : હત્યારા Policeની જુઓ Police શું હાલત કરી | Gujarat First#ahmedabad #Ahmedabadpolice #crime #gujaratfirst@ahmedabadpolice @gujaratpolice @sanghaviharsh @CMOGuj @Bhupendrapbjp pic.twitter.com/qfEdzVU9kY
— Gujarat First (@GujaratFirst) November 14, 2024
આરોપી વિરેન્દ્ર પઢેરિયારને ઘટનાસ્થળ ઉપર લાવવામાં આવ્યો
તો ગઈકાલે આ આરોપીની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી. જોકે આ આરોપી સરખેજ પોલીસ સ્ટેશનમાં એક કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતો હતો. તો ઘટનાના કલાકોમાં જ આ આરોપી પંજાબ ભાગી ગયો હતો. પરંતુ આરોપી પોલીસકર્મીને 48 કલાકોમાં પકડી પાડવામાં આવ્યો હતો. તો આજરોજ આરોપી વિરેન્દ્ર પઢેરિયારને ઘટનાસ્થળ ઉપર લાવવામાં આવ્યો હતો. ત્યારે બોપલ પોલીસ દ્વારા આરોપી સાથે તપાસ ઘટના અંગે માહિતી મેળવવામાં આવી હતી.
મૃતકના પિતા સાથે પોલીસ વડા વિકાસ સહાયે વાત કરી
તે ઉપરાંત બોપલ ખાતે બનેલા હત્યાના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતા સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ટેલીફોનીક વાત કરી શોક વ્યક્ત કર્યો હતો. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ગુનેગાર ભલે પોલીસકર્મી હોય, પરંતુ તે ગુનેગાર છે એટલે તેની સાથે ગુજરાત પોલીસ તરફથી ગુનેગાર જેવું જ વર્તન થશે. અને મૃતક યુવાનના પરિવારને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા ખાતરી આપી છે.
આ પણ વાંચો: Khyati Hospital સામે વિરોધ પ્રદર્શન કરતા કડી થોળ હાઈવે લોકોએ કર્યો બંધ


