Vladimir Putin india Visit : PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિન PM ના સત્તાવાર નિવાસસ્થાન પહોંચ્યા
- રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસ ભારત પ્રવાસે (Vladimir Putin India Visit)
- રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા, ભવ્ય સ્વાગત કરાયું
- સાંજે વડાપ્રધાન મોદી સાથે રાષ્ટ્રપતિ પુતિન ડિનર કરશે
- બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારી મજબૂત કરાશે, સંરક્ષણ ડીલ સહિત આર્થિક ભાગીદારી પર ભાર
- 7 રશિયન મંત્રી, અગ્રણી ઉદ્યોગપતિ રહેશે હાજર
Vladimir Putin india Visit : રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે એટલે કે ગુરુવારે ભારતની બે દિવસની મુલાકાત માટે આવ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) શરૂ થયા પછી રાષ્ટ્રપતિ પુતિનની આ પહેલી ભારત યાત્રા છે અને બંને દેશો માટે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. માહિતી અનુસાર, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનાં સન્માનમાં PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે સાંજે એક પ્રાઇવેટ ડિનરની મેજબાની કરશે.
ભારત મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 23 મી ભારત-રશિયા દ્વિપક્ષીય શિખર સંમેલનમાં (23rd India-Russia Bilateral Summit) ભાગ લેશે. રાષ્ટ્રપતિ પુતિન ગુરુવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા. અહીં, તેઓ લોક કલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાત્રિભોજન કરશે. જ્યારે શુક્રવારે પુતિનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. આ શિખર સંમેલન હૈદરાબાદ હાઉસ (Hyderabad House) ખાતે યોજાઈ રહ્યું છે, જ્યાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થશે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની આ ભારત મુલાકાત અનેક મહત્વપૂર્ણ કરારો લઈને આવી છે. પુતિનની મુલાકાત પહેલા જ રશિયાએ RELOS કરારને મંજૂરી આપીને ભારતને મોટી ખુશખબર આપી. રશિયન સંસદ, ડુમાએ બંને દેશો વચ્ચે RELOS (Reciprocal Exchange of Logistics Support) કરારને મંજૂરી આપી છે. આ કરાર બાદ, ભારત અને રશિયાની સેનાઓ જરૂર પડ્યે એકબીજાની સુવિધાઓ, જેમાં ઇંધણ અને થાણાઓનો સમાવેશ થાય છે, ઉપયોગ કરી શકશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ટ્વિટ
December 4, 2025 8:24 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, "મારા મિત્ર, રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત કરીને આનંદ થયો. આજે સાંજે અને આવતીકાલે આપણી વાતચીતની રાહ જોઈ રહ્યો છું. ભારત-રશિયા મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરેલી મિત્રતા છે, જેનો આપણા લોકોને ઘણો ફાયદો થયો છે."
PM મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન PM નિવાસસ્થાન પહોંચ્યા
December 4, 2025 8:16 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 LKM પહોંચ્યા.
PM મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક જ કારમાં મુસાફરી કરી
December 4, 2025 7:29 pm
દિલ્હીના પાલમ ટેકનિકલ એરપોર્ટથી પ્રસ્થાન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક જ કારમાં મુસાફરી કરી.
ભારતીય સંસ્કૃતિ સાથે રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત
December 4, 2025 7:26 pm
PM નરેન્દ્ર મોદી દિલ્હીનાં પાલમ ટેકનિકલ એરપોર્ટ પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનાં સન્માનમાં PM નરેન્દ્ર મોદી આજે સાંજે એક પ્રાઇવેટ ડિનરની મેજબાની કરશે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું પીએમ મોદીએ સ્વાગત કર્યું
December 4, 2025 7:20 pm
રાષ્ટ્રપતિ પુતિન ભારતની બે દિવસની રાજકીય મુલાકાતે છે. આ મુલાકાત બંને દેશો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. દિલ્હી એરપોર્ટ પર પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાગત કર્યું.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હી પહોંચ્યા
December 4, 2025 7:10 pm
રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની બે દિવસની રાજકીય મુલાકાતે છે. તેઓ 5 ડિસેમ્બરે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે.