Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વોટ ચોરી: વિપક્ષ સંસદથી ચૂંટણી પંચ સુધી કાઢશે રેલી, રાહુલ ગાંધી કરશે નેતૃત્વ

બિહારમાં વોટ ચોરી અને વિશેષ ગઠન સંશોધન (SIR)ની પ્રક્રિયા પર લગાવ્યા ગંભીર આરોપ 
વોટ ચોરી  વિપક્ષ સંસદથી ચૂંટણી પંચ સુધી કાઢશે રેલી  રાહુલ ગાંધી કરશે નેતૃત્વ
Advertisement
  • વોટ ચોરી: વિપક્ષનું સંસદથી ચૂંટણી પંચ સુધીનું માર્ચ, રાહુલ ગાંધી કરશે નેતૃત્વ
  • કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનની તમામ પાર્ટીઓ કરશે વિરોધ
  • બિહારમાં વોટ ચોરી અને વિશેષ ગઠન સંશોધન (SIR)ની પ્રક્રિયા પર લગાવ્યા ગંભીર આરોપ 
  • માર્ચનું નેતૃત્વ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કરશે

ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ બિહારમાં વોટ ચોરી અને વિશેષ ગહન સંશોધન (SIR)ની પ્રક્રિયા અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. આ મુદ્દે પોતાનો અવાજ બુલંદ કરવા માટે ગઠબંધનના સાંસદો 11 ઓગસ્ટ, 2025ના સોમવારે સંસદ ભવન પરિસરથી ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ માર્ચનું નેતૃત્વ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કરશે અને તેમાં વિવિધ વિપક્ષી દળોના મુખ્ય લીડર્સ પણ જોડાશે.

વિપક્ષે SIRને “વોટ ચોરી” ગણાવી

વિપક્ષે બિહારમાં ચાલી રહેલા SIRને “વોટ ચોરી” ગણાવીને તેને લોકતંત્ર વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું છે. તેમનો દાવો છે કે આ પ્રક્રિયા ખાસ કરીને બિહાર વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલાં 65 લાખ મતદારોને મતદાર યાદીમાંથી હટાવવાનો પ્રયાસ છે, જેને તેઓ બંધારણ અને લોકતાંત્રિક મૂલ્યો પર હુમલો ગણે છે.

Advertisement

વિપક્ષની અગાઉની કાર્યવાહી અગાઉ ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ સંસદ પરિસરમાં સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને અન્ય વિપક્ષી નેતાઓ સામેલ હતા. તેમણે નારા લગાવ્યા અને SIR પ્રક્રિયા પાછી ખેંચવાની માંગ કરી.

Advertisement

આ પણ વાંચો-મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા પર EDનો શિકંજો: બે કંપનીઓ દ્વારા ₹58 કરોડની ગેરકાયદે કમાણીનો આરોપ

સંસદમાં SIR પર ચર્ચા કરવાની માંગ

સંસદમાં પણ વિપક્ષે આ મુદ્દે ચર્ચા માટે દબાણ કર્યું હતું. કોંગ્રેસ સાંસદ મણિકમ ટેગોરે લોકસભામાં સ્થગન પ્રસ્તાવ નોટિસ દાખલ કરીને બિહાર SIR પર તાત્કાલિક ચર્ચાની માંગ કરી હતી. તેમણે તેને “65 લાખ મતદારોના મતાધિકારની મોટા પાયે ચોરી” અને “મોદી સરકાર દ્વારા ચૂંટણી પંચનો ઉપયોગ કરીને બંધારણ અને લોકતંત્ર પર હુમલો” ગણાવ્યું.

ઈન્ડિયા ગઠબંધનએ ગુરુવારે એક બેઠકમાં સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે તેઓ સંસદની અંદર અને બહાર આ મુદ્દે પોતાનો વિરોધ વધુ તીવ્ર કરશે. વિપક્ષી સાંસદોનું કહેવું છે કે તેમની માંગ સ્પષ્ટ છે, તેઓ સંસદમાં SIR અને “વોટ ચોરી”ના મુદ્દે ચર્ચા ઈચ્છે છે.

સરકાર પર વિપક્ષનો આરોપ

વિપક્ષે આરોપ લગાવ્યો છે કે સરકાર સંસદમાં ચર્ચાથી ભાગી રહી છે. કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે જણાવ્યું, “સંસદ ચલાવવાની જવાબદારી સરકારની છે. અમે સહયોગ આપવા તૈયાર છીએ પરંતુ સહમતિ બનાવવાની જવાબદારી વિપક્ષ પર નહીં, પરંતુ સત્તાધારી પક્ષ પર છે.”

ઈન્ડિયા ગઠબંધને ચૂંટણી પંચ પાસે આ મુદ્દે મુલાકાત માટે સમય માંગ્યો છે, જેથી તેઓ પોતાની ચિંતાઓ ઔપચારિક રીતે રજૂ કરી શકે. આ માર્ચ અને વિરોધ પ્રદર્શન વિપક્ષની તે રણનીતિનો હિસ્સો છે, જેના દ્વારા તેઓ લોકતંત્ર અને મતદાર અધિકારોની રક્ષા માટે પોતાનો અવાજ વધુ મજબૂત કરવા માંગે છે.

આ વિરોધ પ્રદર્શન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, અને વિપક્ષ વિવિધ મુદ્દાઓ પર સરકાર વિરુદ્ધ સતત આક્રમક છે. આ માર્ચ દ્વારા વિપક્ષનો સંદેશ સ્પષ્ટ છે તેઓ “વોટ ચોરી” સામેની પોતાની લડાઈને વધુ તીવ્ર કરશે અને લોકતંત્રની રક્ષા માટે કોઈ કસર નહીં છોડે.

આ પણ વાંચો-બિહાર SIR વોટ ચોરી: મતદાર યાદીમાં મોટી ગડબડ, 2.92 લાખ મતદારોનું સરનામું ‘0’

Tags :
Advertisement

.

×