Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bihar Election 2025: બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠક પર મતદાન, જાણો ક્યા કેટલા ટકા મતદાન થયુ

Bihar Election 2025: બિહારમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે આ દરમિયાન PM Modi એ એક્સ પોસ્ટ કરી છે. વડાપ્રધાને કહ્યું કે લોકતંત્રના મહાપર્વમાં જનજનનો અદભુત ઉત્સાહ દેખાડે છે કે વિધાનસભા ચૂંટણીમાં NDAને અભૂતપૂર્વ બહુમત મળવા જોઈ રહ્યો છે. પીએમ મોદીએ લખ્યું કે આ ઉર્જાભર્યા માહોલ વચ્ચે અરરિયાના ફારબિસગંજ અને ભાગલપુરની જનસભાઓમાં પરિવારજનોના આશીર્વાદ પ્રાપ્ત કરવા ઉત્સુક છું. બીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી જનસભાઓ ગજવશે.
bihar election 2025  બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠક પર મતદાન  જાણો ક્યા કેટલા ટકા મતદાન થયુ
Advertisement
  • Bihar Election 2025: સવાર 9 વાગ્યા સુધીમાં સરેરાશ 13.13 ટકા મતદાન થયુ છે
  • બેગુસરાયમાં 14.60 ટકા, ભોજપુરમાં 13.11 ટકા મતદાન
  • રાઘોપુરમાં EVM ખરાબ થવાને કારણે મતદાન અટકાવી દેવાયુ

Bihar Election 2025: બિહારમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે આ દરમિયાન PM Modi એ એક્સ પોસ્ટ કરી છે. વડાપ્રધાને કહ્યું કે લોકતંત્રના મહાપર્વમાં જનજનનો અદભુત ઉત્સાહ દેખાડે છે કે વિધાનસભા ચૂંટણીમાં NDAને અભૂતપૂર્વ બહુમત મળવા જોઈ રહ્યો છે. પીએમ મોદીએ લખ્યું કે આ ઉર્જાભર્યા માહોલ વચ્ચે અરરિયાના ફારબિસગંજ અને ભાગલપુરની જનસભાઓમાં પરિવારજનોના આશીર્વાદ પ્રાપ્ત કરવા ઉત્સુક છું. બીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં પીએમ મોદી જનસભાઓ ગજવશે.

બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠક પર મતદાન થઇ રહ્યું છે

બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. ત્યારે વહેલી સવારથી જ મતદાન માટે ભારે ઉત્સાહ દેખાયો છે. તેવામાં સવાર 9 વાગ્યા સુધીમાં સરેરાશ 13.13 ટકા મતદાન થયુ છે. જેમાં બેગુસરાયમાં 14.60 ટકા, ભોજપુરમાં 13.11 ટકા મતદાન, બક્સરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 13.28 ટકા મતદાન, દરભંગામાં સવારે 9 વાગ્યા સુધીમાં 12.48 ટકા મતદાન, ગોપાલગંજમાં સવારે 9 વાગ્યા સુધીમાં 13.97 ટકા મતદાન, ખગડિયામાં સવારે 9 વાગ્યા સુધીમાં 14.15 ટકા મતદાન, લખીસરાયમાં સવારે 9 વાગ્યા સુધીમાં 7 ટકા મતદાન, મધેપુરામાં સવારે 9 વાગ્યા સુધીમાં 13.72 ટકા મતદાન, મુંગેરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 13.37 ટકા મતદાન તથા મુઝફ્ફરપુરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 14.38 ટકા મતદાન થયુ છે.

Advertisement

Advertisement

Bihar Election 2025: નાલંદામાં 12.45 ટકા, પટનામાં 11.22 ટકા મતદાન

ઉલ્લેખનીય છે કે નાલંદામાં 12.45 ટકા, પટનામાં 11.22 ટકા મતદાન તથા સહરસામાં 15.27 ટકા, સમસ્તીપુરમાં 12.86 ટકા મતદાન અને સારણમાં 13.30 ટકા, શેખપુરમાં 12.97 ટકા મતદાન તેમજ સિવાનમાં 13.35 ટકા, વૈશાલીમાં 14.30 ટકા મતદાન થયુ છે. બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. 18 જિલ્લાઓની 121 બેઠકો માટે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. સવારે 9 વાગ્યા સુધીના બે કલાકમાં રાજ્યમાં 13.13 ટકા મતદાન નોંધાયું હતું. આજે ચૂંટણીમાં 104 બેઠકો પર સીધો મુકાબલો છે, જ્યારે 17 બેઠકો પર ત્રિકોણીય લડાઈ છે.

રાઘોપુરમાં પણ EVM ખરાબ થવાને કારણે મતદાન અટકાવી દેવામાં આવ્યું

બિહારની 243 બેઠકો પર 2 તબક્કામાં ચૂંટણીઓ થઈ રહી છે. બિહારની 243 બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે. પરિણામો 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. વૈશાલીના લાલગંજમાં બૂથ નંબર 334-335 પર EVM ખરાબ થતાં લોકોએ "વોટ ચોર"ના નારા લગાવ્યા. બૂથ પર ભારે હોબાળો મચી ગયો. દરભંગામાં બૂથ નંબર 153 પર EVM ખરાબ થવાને કારણે મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું. રાઘોપુરમાં પણ EVM ખરાબ થવાને કારણે મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Bihar Election 2025: પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, PM Modi એ કહ્યું પહેલા મતદાન, પછી જલપાન

Tags :
Advertisement

.

×