Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું કપિલ દેવનું અપહરણ થયું ? ગૌતમ ગંભીરે શેર કર્યો વીડિયો 

પૂર્વ ભારતીય કેપ્ટન અને ભારતને પહેલો વર્લ્ડ કપ જીતનાડનારા ક્રિકેટ સ્ટાર કપિલ દેવ ( Kapil Dev )નું અપહરણ કરવામાં આવ્યું છે? આ દાવો અમારા દ્વારા નહીં પરંતુ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે...
શું કપિલ દેવનું અપહરણ થયું   ગૌતમ ગંભીરે શેર કર્યો વીડિયો 
Advertisement
પૂર્વ ભારતીય કેપ્ટન અને ભારતને પહેલો વર્લ્ડ કપ જીતનાડનારા ક્રિકેટ સ્ટાર કપિલ દેવ ( Kapil Dev )નું અપહરણ કરવામાં આવ્યું છે? આ દાવો અમારા દ્વારા નહીં પરંતુ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે (Gautam Gambhir)એક વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં તેમણે કેપ્શન આપ્યું છે, “શું અન્ય કોઈને આ ક્લિપ મળી છે? મને આશા છે કે તે કપિલ દેવ નથી અને તે સુરક્ષિત છે.
ગૌતમ ગંભીરે વીડિયો શેર કર્યો છે
ગૌતમ ગંભીર દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં બે લોકો કપિલ દેવને મોં અને હાથ પર પટ્ટી બાંધીને બળજબરીથી ઘરની અંદર લઈ જતા જોવા મળે છે. વીડિયોમાં જોવા મળે છે કે બે લોકો કપિલ દેવને ઘરની અંદર લઈ જઈ રહ્યા છે અને આ દરમિયાન તેમના હાથ પાછળ દોરડાથી બાંધેલા છે.

કપિલ દેવનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ 
ગૌતમ ગંભીરનો વિડિયો શેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો સવાલો પુછી રહ્યા છે. કેટલાક યુઝર્સ પૂછી રહ્યા છે કે શું કપિલ પાજી ઠીક છે. શું આ સમાચાર સાચા છે? કેટલાક યુઝર્સ તેને જાહેરાતનો ભાગ ગણાવી રહ્યા છે. કેટલાક યુઝર્સે આવા વીડિયો પર પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે.
યુઝર્સે વીડિયો અંગે નારાજગી વ્યક્ત કરી 
યુઝર્સ કપિલ દેવ વિશે પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જાહેરાતો માટે આવા વીડિયો શૂટ કરવા યોગ્ય નથી. તાજેતરમાં જ ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ આવો જ એક વીડિયો શૂટ કર્યો હતો. જોકે બાદમાં તેમણે આ માટે માફી માંગી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×