'9/11 પછી અમેરિકાએ જે કર્યું, તે જ અમે કર્યું' : Doha attack ને નેતન્યાહુએ યોગ્ય ઠેરવ્યો
- નેતન્યાહુનો 9/11 સાથે તુલના : Doha attack ને યોગ્ય ઠેરવ્યો, આતંકવાદીઓને આશ્રય આપનારા દેશોને ચેતવણી
- ઇઝરાયલના વડાપ્રધાનનો વીડિયો : 'અમેરિકાએ 9/11 પછી જે કર્યું, તે જ કર્યું'
- દોહા હુમલા પર કતારની તીખી ટીકા : 'કાયરતાપૂર્ણ કાર્યવાહી', નેતન્યાહુને જવાબદાર ઠેરવશે
- નેતન્યાહુની ચેતવણી : આતંકવાદીઓને આશ્રય ન આપો, નહીં તો અમે કાર્યવાહી કરીશું
- ગાઝા વાર્તા પર અસર : દોહા હુમલાને 9/11 સાથે જોડીને નેતન્યાહુએ કર્યો બચાવ
Doha attack : ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તાજેતરમાં કતારની રાજધાની દોહામાં હમાસના અધિકારીઓ પર કરવામાં આવેલા હુમલાનું બચાવ કર્યું છે. તેમણે આ હુમલાની તુલના 9/11ના હુમલાઓ પછી અમેરિકાની કાર્યવાહી સાથે કરી છે. આ સાથે જ નેતન્યાહુએ આતંકવાદીઓને આશ્રય આપનારા દેશોને ચેતવણી આપી છે. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, તમારે તેમને બહાર કાઢી દો અથવા ન્યાયના કટઘરે ઊભા કરો. જો તમે આ નહીં કરો, તો અમે કાર્યવાહી કરીશું.
Doha attack પછી વડાપ્રધાન નેતન્યાહુએ વીડિયો સંદેશ જારી કર્યો
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે, 7 ઓક્ટોબરનો હુમલો ઇઝરાયલ માટે 9/11 જેવો હુમલો છે. નેતન્યાહુએ આતંકવાદીઓને આશ્રય આપવા અને આર્થિક મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમના નિવેદનમાં તેમણે કહ્યું કે, હું કતાર અને તમામ તે દેશોને કહું છું જે આતંકવાદીઓને આશ્રય આપે છે, તેઓ તેમને બહાર કાઢે અથવા તેમને ન્યાયના કઠઘરે ખડા કરે. નેતન્યાહુએ કહ્યું કે, જો તમે આ નહીં કરો તો અમે કાર્યવાહી કરીશું.
આ પણ વાંચો-Gen-Z નેતા બોલ્યા- વૃદ્ધ નેતાઓથી કંટાળીને આંદોલન કર્યું; બંધારણ નહીં પરંતુ સંસદ ભંગ કરવાનો હેતુ
નેતન્યાહુએ 9/11 હુમલાને યાદ કરાવ્યો એનડીટીવીના એક અહેવાલ અનુસાર, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાના ન્યૂયોર્કમાં 9/11 હુમલાની તુલના કરતાં કહ્યું કે, તે આતંકી હુમલા પછી અમેરિકાએ અલ-કાયદા વિરુદ્ધ વૈશ્વિક લડાઈ શરૂ કરી હતી અને ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં જઈને મારી નાખ્યો હતો. તેમણે કહ્યું કે, ઇઝરાયલે પણ અમેરિકાએ તે સમયે જે કર્યું તે જ કર્યું છે.
આ ઉપરાંત, તેમના વીડિયો સંદેશમાં તેમણે યુનાઇટેડ નેશન્સ સુરક્ષા પરિષદના તે સંદેશનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ દેશ આતંકવાદીઓને આશ્રય આપી શકે નહીં.
ઇઝરાયલના હુમલા પર કતારની પ્રતિક્રિયા
આ વચ્ચે ઇઝરાયલના હુમલા પર કતારની પ્રતિક્રિયા સામે આવી છે. કતારે ઇઝરાયલની તીખી ટીકા કરી છે અને તેને 'કાયરતાપૂર્ણ હુમલો' ગણાવ્યો છે. આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન ગણાવ્યું છે. કતારે કહ્યું કે, આ તેમના નાગરિકો અને રહેવાસીઓની સુરક્ષા માટે ગંભીર ચિંતા છે. કતારના વડાપ્રધાને કહ્યું કે, તેઓ આ હુમલાનો જવાબ આપવાનો અધિકાર રાખે છે અને તેમની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેશે.
નેતન્યાહુના આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ વધ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ હુમલા પર અસંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે, આ અમેરિકા કે ઇઝરાયલના લક્ષ્યોને પ્રોત્સાહન આપતું નથી. આ હુમલાએ ગાઝા વાર્તા પર પણ અસર કરી છે, જેમાં હમાસે કહ્યું કે, આથી શાંતિની તમામ તકોને ધોકો આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો- AAP સાંસદ સંજય સિંહ હાઉસ એરેસ્ટ ; ગેટ ઉપર ચડીને ફારૂક અબ્દુલ્લા સાથે કરી વાતચીત


