આંધપ્રદેશના ડેપ્યુટી સીએમના ભત્રીજા પુષ્પાનો રાતવાસો જેલમાં થશે!
- હજારોની તાદાતમાં Allu Arjunના ચાહકો ઉમટી પડ્યા
- અભિનેતાને દંડ 50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો
- અલ્લુના કાકા આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ
We Stand For Allu Arjun : Allu Arjun Case માં તાજેતરમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ ઘટનામાં Allu Arjun ને હજુ સુધી પોલીસ સ્ટેશનમાંથી રાહત આપવામાં આવી નથી. એટલે કે.... હજુ સુધી Allu Arjun પોતાના નિવાસસ્થાને પહોંચ્યા નથી. Allu Arjun ને Telangana High Court માંથી જામીન મળી ગયા છે. જોકે Allu Arjun ને 4 સપ્તાહ માટે જામીન આપવામાં આવ્યા છે. પરંતુ તેને પોલીસ સ્ટેશનની જેલમાંથી બહાર નીકાળવામાં આવ્યો નથી. હાલમાં પણ પુષ્પારાજ ચંચલગુડા જેલમાં બંધ છે. એવું સામે આવી રહ્યું છે કે, પુષ્પારાજને જેલમાં જ રાતવાસો કરવો પડશે.
હજારોની તાદાતમાં Allu Arjunના ચાહકો ઉમટી પડ્યા
એક અહેવાલ મુજબ, જામીનના આદેશોની નકલો ઓનલાઈન અપલોડ કરવામાં આવી નથી. તેના કારણે તેને Allu Arjun એ જેલમાં રાત વિતાવી પડશે. ચંચલગુડા પોલીસ સ્ટેશમાં Allu Arjun માટે વર્ગ-1 બૈરક તૈયાર કર્યું છે. તે ઉપરાંત ચંચલગુડા પોલીસ સ્ટેશનની બહાર હજારોની તાદાતમાં Allu Arjun ના ચાહકો ઉમટી પડ્યા છે. ચંચલગુડા સેન્ટ્રલ જેલની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા વ્યસ્ત છે.
આ પણ વાંચો: અલ્લુ અર્જુન શાહરૂખ ખાનના કારણે છુટ્યો? વકીલે તેનું નામ લીધું અને જામીન મંજૂર
Stampede is unfortunate occurrence
If arresting a person is right who is not directly involved in any cause of death then THERE ARE MANY STAMPEDE Cases or natural disorders or other cases where normal people died because of rallies, meetings where… pic.twitter.com/cq2TtupjC0
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) December 13, 2024
અભિનેતાને દંડ 50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો
Telangana High Court એ તમામ પક્ષકારોની દલીલો સાંભળી મહત્વની ટિપ્પણીઓ કરી હતી. ન્યાયાધીશે પૂછ્યું, શું તેને માત્ર એક અભિનેતા હોવાને કારણે આ ઘટના માટે જવાબદાર ઠેરવી શકાય? ન્યાયાધીશે કહ્યું કે કલમ 105 અને 108 ની જોગવાઈઓ હેઠળ લગાવવામાં આવેલા આરોપો પ્રાથમિક દ્રષ્ટિએ પુરાવા તરીકે સાબિત થતા નથી. તો Telangana High Court એ મૃતક મહિલાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તે ઉપરાંત અભિનેતાને દંડ 50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
Sandhya Theatre management indeed requested police protection both on the 04th and 05th of December. Here is the letter. pic.twitter.com/u6TD3bvQlF
— Aakashavaani (@TheAakashavaani) December 13, 2024
અલ્લુના કાકા આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ
બીજી તરફ Allu Arjun એ ચિરંજીવી, રામચરણ અને પવન કલ્યાણ જેવા સુપરસ્ટાર્સના સંબંધી છે. અલ્લુની કાકી એટલે કે તેના પિતા અલ્લુ અરવિંદની બહેન સુરેખાના લગ્ન કોનિડેલા વેકાન્તા રાવના પુત્ર ચિરંજીવી સાથે થયા છે. આ રીતે ચિરંજીવી Allu Arjun ના કાકા થાય છે. જ્યારે ચિરંજીવી Allu Arjun ના કાકા છે, ચિરંજીવીનો પુત્ર રામ ચરણ અલ્લુનો પિતરાઈ ભાઈ છે. ચિરંજીવીના ભાઈ નાગેન્દ્ર બાબુ અને પવન કલ્યાણ અલ્લુના કાકા છે. પવન કલ્યાણ આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ છે.
આ પણ વાંચો: Allu Arjun સામે નોંધાયેલા કેસમાં મૃતક મહિલાનું પતિનું ચોંકાવનારું નિવેદન


