Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambalal Patel : હજું 26 મે સુધીમાં તો....

Ambalal Patel : રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) ની ચોંકાવનારી આગાહી આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે હજું રાજ્યમાં 26 મે સુધી આકરી ગરમી પડશે અને ત્યારબાદ ગાજવીજ સાથે...
ambalal patel   હજું 26 મે સુધીમાં તો
Advertisement

Ambalal Patel : રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) ની ચોંકાવનારી આગાહી આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે હજું રાજ્યમાં 26 મે સુધી આકરી ગરમી પડશે અને ત્યારબાદ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

રાજ્યમાં 26 મે સુધી આકરી ગરમી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વાર આગાહી કરતાં કહ્યું છે કે રાજ્યમાં 26 મે સુધી આકરી ગરમી રહેશે. કાળઝાળ ગરમીની એવી અસર રહેશે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 46 ડિગ્રી સુધી જઇ શકે છે.

Advertisement

26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદ

જો કે તેમણે કહ્યું કે 26 મે પછી ધીમે ધીમે ગરમી ઘટતી જશે. 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની શક્યતા હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે 25 થી 28 મે સુધીમાં દક્ષિણ ભારતમાં ચોમાસું આવે તેવી શક્યતા છે.

Advertisement

રાજ્યમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું

તેમણે આગાહી કરતાં કહ્યું કે 26 મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. અરબ સાગરના ભેજના કારણે ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે અને રાજ્યમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો----- Heat Stroke: સ્ટેડિયમમાં જવું ભારે પડ્યું! મેચ દરમિયાન 41 ક્રિકેટ રસિકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા

આ પણ વાંચો---- Ahmedabad:AMC એ લીધો યુ ટર્ન, રેડમાંથી કર્યુ ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો---- SUMMER HEATWAVE : હવે થઈ જાઓ સાવધાન! રાજ્યમાં હિટવેવના કારણે હિટ રીલેટેડ કેસોમાં નોંધાયો વધારો

આ પણ વાંચો----- Weather : સાવધાન,આજથી આકાશમાંથી અગનગોળા વરસશે

આ પણ વાંચો----- Gujarat Heatwave : ગુજરાતમાં ગરમીનો પારો જશે આસમાને,બે જિલ્લામાં યલો એલર્ટ

Tags :
Advertisement

.

×