દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીનું એલર્ટ, આ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી...
- દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું - IMD
- કાશ્મીર ખીણમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5.4 ડિગ્રી સેલ્સિયસ
- પહાડોમાં હિમવર્ષા બાદ ઉત્તર ભારતમાં શીત લહેરની અસર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થવાને કારણે ઠંડીમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીના લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થયો છે જ્યારે મહત્તમ તાપમાનમાં 02 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. આ સિવાય રાષ્ટ્રીય રાજધાનીમાં 12 ડિસેમ્બર સુધી આકાશ સ્વચ્છ રહેશે. હવામાન વિભાગ (IMD)નો અંદાજ છે કે આ સપ્તાહના અંતમાં કોલ્ડવેવની સ્થિતિ વધુ તીવ્ર બની શકે છે.
આ રાજ્યોમાં કોલ્ડ વેવની ચેતવણી...
હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 11 ડિસેમ્બરથી સતત ઠંડીનું મોજું રહેવાની શક્યતા છે, પશ્ચિમ રાજસ્થાનમાં પહેલેથી જ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં આજે શીત લહેરનો અનુભવ થવાની સંભાવના છે. પૂર્વ રાજસ્થાનમાં 13 ડિસેમ્બર સુધી અને ઉત્તરાખંડમાં 10 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. આ અઠવાડિયે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં શીત લહેર આવવાની શક્યતા છે.
#WATCH | Delhi | A cyclist says, "For the last three-four days the weather has changed in the capital...the sky is clear..." https://t.co/JEO58CPXql pic.twitter.com/eTlxVI4Qvm
— ANI (@ANI) December 11, 2024
આ રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે...
હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ, ઝારખંડ, સિક્કિમ, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ જોવા મળશે.
આ પણ વાંચો : દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા AAP ને મોટો ઝટકો, આ નેતાએ આપ્યું રાજીનામું
આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા...
IMD એ આગાહી કરી છે કે 13 ડિસેમ્બર સુધી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ સહિત દક્ષિણ ભારતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત 11 થી 13 ડિસેમ્બર સુધી તટીય આંધ્ર પ્રદેશ, યાનમ અને રાયલસીમાના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. IMD ડેટા સૂચવે છે કે 12 અને 13 ડિસેમ્બરના રોજ દક્ષિણ આંતરિક કર્ણાટકમાં તેમજ કેરળ અને માહેમાં 12 થી 14 ડિસેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.
આ પણ વાંચો : સુનીલ પાલ બાદ હવે અભિનેતા મુશ્તાક ખાનનું થયું અપહરણ!
આ રાજ્યોમાં હિમવર્ષાનું એલર્ટ...
તમને જણાવી દઈએ કે, સોમવારે હિમાચલ પ્રદેશમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. આગામી દિવસોમાં વધુ ઊંચાઈએ હિમવર્ષા ચાલુ રહેવાની ધારણા છે. ગઈકાલે જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ બરફની ચાદર જોવા મળી હતી. જમ્મુ-કાશ્મીરના ઝોજિલામાં લઘુત્તમ તાપમાન માઈનસ 21 ડિગ્રી થઈ ગયું છે.
આ પણ વાંચો : વિપક્ષ ભલે મહેનત કરે, આસાન નથી રાજ્યસભાના અધ્યક્ષને તેમના પદ પરથી હટાવવું!


