Weather News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી
- બંગાળના ઉપસાગરમાંથી ભેજ વરસાદ લાવશે
- 6થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે
- આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા
Weather News Ambalal Patel: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળના ઉપસાગરમાંથી ભેજ વરસાદ લાવશે. 3 ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડી શકે છે. 6થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે. જેમાં 18થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે.
આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડે તેવી શક્યતા છે. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે. તથા 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે. તથા સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડશે. આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ફરી જોરદાર વરસાદ પડી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં દમદાર વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જેમાં મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે, જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે. તેમજ ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને 27 થી 30 ઓગસ્ટ વરસાદ રહેશે. તેમજ 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન પણ વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે કારણ કે જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે. તેમજ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે પણ ભારે વરસાદની શક્યતા નથી.


