Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Weather Report : આ રાજ્યોમાં વરસાદ-શીત લહેરની આગાહી, દિલ્હી-NCR માં કેવું રહેશે હવામાન?

આવતીકાલે એટલે કે 8 ફેબ્રુઆરીથી ઉત્તરપશ્ચિમ ભારત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) નાં કારણે પ્રભાવિત થઈ શકે છે.
weather report   આ રાજ્યોમાં વરસાદ શીત લહેરની આગાહી  દિલ્હી ncr માં કેવું રહેશે હવામાન
Advertisement
  1. આજે ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ રહેવાની શક્યતાઓ છે (Weather Report)
  2. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં વરસાદ પડવાની સંભાવના
  3. હિમાચલ પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનાનાં કેટલાક ભાગોમાં શીતલહેરની શક્યતા

Weather Report : દિલ્હી-NCR માં ગઈકાલે દિવસ દરમિયાન તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ, બીજી તરફ ઠંડા પવનો ફૂંકાતા લોકોએ ઠંડીનો ચમકારો પણ અનુભવ્યો હતો. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આજે ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ રહેવાની શક્યતાઓ છે. જ્યારે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં વરસાદ પડવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનાનાં કેટલાક ભાગોમાં શીતલહેરની શક્યતા છે. હિમાચલ અને કાશ્મીરનાં ઉપરી ભાગોમાં હિમવર્ષા થવાની આગાહી છે.

અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના

આવતીકાલે એટલે કે 8 ફેબ્રુઆરીથી ઉત્તરપશ્ચિમ ભારત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) નાં કારણે પ્રભાવિત થઈ શકે છે. જ્યારે અરુણાચલ પ્રદેશ અને ઉત્તર-પૂર્વ આસામમાં હળવો વરસાદ/હિમવર્ષાની શક્યતા છે, જ્યારે આજે અરુણાચલ પ્રદેશમાં સામાન્યથી ભારે વરસાદ ખાબકી શકે છે.

Advertisement

આ પણ વાંચો - BJP, AAP or Congress દિલ્હીવાસીઓના દિલ પર કોણ રાજ કરશે, જાણો સી-વોટર સર્વે શું કહે છે?

Advertisement

હિમાલયનાં પ્રદેશમાં હિમવર્ષાની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, 8 થી 11 ફેબ્રુઆરી દરમિયાન વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (WD) ના કારણે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં હળવો વરસાદ/બરફવર્ષા થવાની સંભાવના છે. તાપમાનની વાત કરીએ તો, આ સમયગાળા દરમિયાન ભારતમાં મહત્તમ તાપમાન સામાન્યની નજીક અથવા તેનાથી ઉપર રહી શકે છે, જ્યારે ગુજરાત અને આસપાસનાં વિસ્તારોમાં તાપમાન સામાન્યથી નીચે રહેવાની અને ગુરુવાર પછી મધ્ય અને પૂર્વ ભારતમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. દરમિયાન, ભારતનાં મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઘણું ઉપર રહી શકે છે.

આ પણ વાંચો - ખોળામાં બેઠી હતી રશિયન યુવતી, યુવકે કાબુ ગુમાવ્યો અને સ્કુટી સાથે થઇ ટક્કર, રાત્રે સર્જાયો હાઇવોલ્ટેજ ડ્રામા

દિલ્હીમાં કેવું રહેશે તાપમાન ?

છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હી NCR માં પવનની ગતિમાં ઘણો વધારો થયો છે. 25 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે સાંજે અને રાત્રે ઠંડીમાં વધારો થયો છે. તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલ પૂરતું ઠંડા પવનોની ગતિ યથાવત રહેશે. ઠંડા પવનો ફૂંકાય તેવી સંભાવના છે જ્યારે ધુમ્મસની શક્યતાઓ નહીંવત છે. સવારે હવામાન સ્વચ્છ રહેશે. સૂર્યપ્રકાશ રહેશે પરંતુ સાંજ પડતાં ઠંડા પવનોની અસર વધવાની શક્યતા છે. જો કે, હવે તાપમાન સામાન્ય રહેશે.

આ પણ વાંચો - યોગી આદિત્યનાથની ભત્રીજી અર્ચનાના લગ્ન, લગ્ન સમારંભમાં હાજર રહેશે યોગી

Tags :
Advertisement

.

×