કાશ્મીરથી લઈને પંજાબ સુધી હાઠ થિજવતી ઠંડી, જાણો આગામી દિવસોનું તાપમાન
- ઘણા વિસ્તારોમાં પાણી પાયપલાઇનમાં જામી ગયું
- ક્રિસમસ પર શ્રીનગરમાં કોઈ હિમવર્ષા થઈ નથી
- પંજાબ અને હરિયાણામાં ભારે ઠંડી અનુભવાઈ હતી
Weather Report : ડિસેમ્બરનું અંતિમ સપ્તાહ શરૂ થઈ ગયું છે અને નવા વર્ષ પહેલા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા ચાલુ છે. આ દિવસોમાં હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. હિમવર્ષાને કારણે ઘણા વિસ્તારોમાં તાપમાન માઈનસ સુધી પહોંચી ગયું છે અને આ દરમિયાન હિમાચલમાં પ્રવાસીઓનું આવવાનું ચાલુ છે.
ઘણા વિસ્તારોમાં પાણી પાયપલાઇનમાં જામી ગયું
હવામાન વિભાગના અનુસાર, શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 7.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે હિમાચલ પ્રદેશમાં લાહૌલ-સ્પીતિનું તાબો સૌથી ઠંડું સ્થળ હતું. જ્યાં રાત્રિનું તાપમાન માઈનસ 10.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ઠંડીની સ્થિતિ યથાવત છે. નાતાલના દિવસે દિલ્હીમાં મહત્તમ તાપમાન 22.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સિઝનની સરેરાશ કરતાં 2 ડિગ્રી વધારે હતું. કાશ્મીરમાં મોટાભાગના સ્થળોએ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી પાયપલાઇનમાં જામી ગયું છે.
આ પણ વાંચો: રાજીવ ગાંધી સરકાર દ્વારા પ્રતિબંધિત પુસ્તકને 36 વર્ષ બાદ મંજૂરી મળી
#WATCH | Doda, J&K: Bhaderwah area covered in a blanket of snow; tourists enjoy the weather. pic.twitter.com/JkMTC9YwNG
— ANI (@ANI) December 25, 2024
ક્રિસમસ પર શ્રીનગરમાં કોઈ હિમવર્ષા થઈ નથી
હવામાન વિભાગે આગામી બે દિવસમાં કાશ્મીરમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે. જોકે, ક્રિસમસ પર શ્રીનગરમાં કોઈ હિમવર્ષા થઈ નથી. તો હિમાચલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષાને કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 226 રસ્તા બંધ અને છેલ્લા 24 કલાકમાં 10 સેમી બરફવર્ષા થઈ છે. તો શિમલામાં મહત્તમ 123, લાહૌલ અને સ્પીતિમાં 36 અને કુલ્લુમાં 25 રસ્તાઓ બંધ છે.
પંજાબ અને હરિયાણામાં ભારે ઠંડી અનુભવાઈ હતી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે પંજાબ અને હરિયાણામાં ભારે ઠંડી અનુભવાઈ હતી. હવામાન વિભાગે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 દિવસના વરસાદ બાદ બુધવારે બપોરે સમગ્ર ઉત્તર પ્રદેશમાં હવામાન સાફ હતું. સોમવાર અને મંગળવારે હળવા ઝરમર વરસાદને કારણે ધુમ્મસ હતું અને તાપમાનમાં ઘટાડો થયો હતો. જેના કારણે છેલ્લા 48 કલાકમાં ઠંડીમાં વધુ વધારો થયો હતો.
આ પણ વાંચો: 40 કલાકોથી 700 ફૂટ ઊંડા બોરવેલમાં માસૂમ મૂંઝાઈ રહી, NDRF અત્યાર સુધી નિષ્ફળ


