Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો? જાણો તમારા તાલુકાની સ્થિતિ, આ રહ્યાં આંકડાઓ

ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આજે પણ ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ, ભાવનગર, દ્વારકા અને રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ, જામનગર, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી...
છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો  જાણો તમારા તાલુકાની સ્થિતિ  આ રહ્યાં આંકડાઓ
Advertisement

ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આજે પણ ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ, ભાવનગર, દ્વારકા અને રાજકોટમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે કચ્છ, જામનગર, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી ગીર સોમનાથ, બોટાદ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જે નીચે પ્રમાણે છે.

Weather Update in Gujarat IMD Alert

Advertisement

ભારે વરસાદની સંભાવનાની વચ્ચે હવામાન વિભાગે માછીમારોને દરિયો નહી ખેડવાની સુચના આપવામાં આવી છે. તેમજ આગામી ચાર દિવસ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

Weather Update in Gujarat IMD Alert

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, તા. 27, 28, 29 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ થશે. 26 થી 27 જુલાઈમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 24 તારીખથી વરસાદનું જોર ઘટવાનું શક્યતા છે. પરંતુ ફરી 26થી 27 જુલાઈમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે 27થી 3 ઓગસ્ટ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Weather Update in Gujarat IMD Alert

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણાં દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં ભારે પુરની સ્થિતિ સર્જાયા બાદ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સરકાર દ્વારા અહીં સ્થિતિ થાળે પાડવા માટે કામગીરી શરૂ કરી દીધી છે. જૂનાગઢમાં પડેલા ભારે વરસાદને કારણે જૂનાગઢ શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાય ગયેલ હતો જેને પૂર્વવત કરી દેવાયો છે. બીજી તરફ રસ્તાોની સફાઈ માટે મનપાની ટીમો પણ કામે લાગી ગઈ છે.

Weather Update in Gujarat IMD Alert

જુલાઈ પછી ઓગસ્ટ મહિનામાં તા. 1 થી 15 તારીખ સુધીમાં વધુ એક સિસ્ટમ આવવાનું અનુમાન છે. તેના કારણે પણ ઓગસ્ટમાં વરસાદ થવાની સંભાવના છે. ઓગસ્ટ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : GUJARAT RAIN FORECAST JULY : મેઘાના માર પર અંબાલાલ પટેલની શું છે આગાહી?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×