Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Welcome Back Sunita Williams : 286 દિવસ પછી સુનિતા વિલિયમ્સ સ્માઇલ સાથે પૃથ્વી પર પાછા ફર્યા, જુઓ તે ક્ષણનો Video

સ્પેસએક્સનું ડ્રેગન કેપ્સ્યુલ ભારતીય સમય મુજબ સવારે લગભગ 3:30 વાગ્યે ફ્લોરિડાના દરિયા કિનારે સમુદ્રમાં ઉતર્યું
welcome back sunita williams   286 દિવસ પછી સુનિતા વિલિયમ્સ સ્માઇલ સાથે પૃથ્વી પર પાછા ફર્યા  જુઓ તે ક્ષણનો video
Advertisement
  • સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 286 દિવસ (લગભગ 9 મહિના) પછી પૃથ્વી પર પાછા ફર્યા
  • ડ્રેગન કેપ્સ્યુલ ભારતીય સમય મુજબ સવારે લગભગ 3:30 વાગ્યે ફ્લોરિડાના દરિયા કિનારે સમુદ્રમાં ઉતર્યું
  • આ ઉતરાણ સાથે ઐતિહાસિક અવકાશ મિશનનો અંત આવ્યો

Welcome Back Sunita Williams : નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 286 દિવસ (લગભગ 9 મહિના) પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. સ્પેસએક્સનું ડ્રેગન કેપ્સ્યુલ ભારતીય સમય મુજબ સવારે લગભગ 3:30 વાગ્યે ફ્લોરિડાના દરિયા કિનારે સમુદ્રમાં ઉતર્યું. આ ઉતરાણ સાથે ઐતિહાસિક અવકાશ મિશનનો અંત આવ્યો. આ મિશન ફક્ત ૮ દિવસનું હતું. પણ તેમાં ૯ મહિના લાગ્યા. જ્યારે કેપ્સ્યુલ સફળતાપૂર્વક સમુદ્રમાં ઉતર્યું તે ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ.

Advertisement

નવા સ્ટારલાઇનર ક્રૂ કેપ્સ્યુલ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યા હતા

તમને જણાવી દઈએ કે બંને અવકાશયાત્રીઓ ફક્ત 8 દિવસ માટે ગયા હતા. પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે તેમને ત્યાં 9 મહિના વિતાવવા પડ્યા. 5 જૂન, 2024 ના રોજ, તેમને બોઇંગના નવા સ્ટારલાઇનર ક્રૂ કેપ્સ્યુલ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યા હતા. વિલ્મોર અને વિલિયમ્સે અવકાશમાં 286 દિવસ વિતાવ્યા, જે મૂળ નિર્ધારિત સમય કરતાં 278 દિવસ વધુ હતા.

Advertisement

એટલે કે તેમણે 9 વખત સ્પેસવોક કર્યું

આ સમય દરમિયાન, તેમણે સ્પેસ સ્ટેશનની સંભાળ અને સફાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ફૂટબોલ મેદાન જેટલું કદ ધરાવતા આ સ્ટેશનને સતત જાળવણીની જરૂર પડે છે. તેમણે જૂના સાધનો બદલવામાં પણ મદદ કરી. વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા. નાસાના જણાવ્યા પ્રમાણે, સુનિતા વિલિયમ્સ અને તેમની ટીમે 900 કલાકનું સંશોધન પૂર્ણ કર્યું. તેમણે 150 થી વધુ પ્રયોગો કર્યા અને એક નવો રેકોર્ડ બનાવ્યો - અવકાશમાં સૌથી લાંબો સમય વિતાવનાર મહિલાનો. તેમણે સ્પેસ સ્ટેશનની બહાર 62 કલાક અને 9 મિનિટ વિતાવ્યા. એટલે કે તેમણે 9 વખત સ્પેસવોક કર્યું.

આ પણ વાંચો: LIVE: Welcome Back Sunita Williams : સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફર્યા, ડ્રેગને તેમને અવકાશની 'કેદ'માંથી મુક્તિ આપી

Tags :
Advertisement

.

×