Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

West Bengal : રાજ્યપાલની મોટી જાહેરાત, મમતા બેનર્જીનો સામાજિક બહિષ્કાર કરશે

આરજી કર હોસ્પિટલ હત્યાને લઈને હજુ પણ પ્રદર્શન યથાવત West Bengal ના રાજ્યપાલે કરી આ મોટી જાહેરાત મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સામાજિક બહિષ્કાર કરાશે પશ્ચિમ બંગાળ (West Bengal)ની રાજધાની કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા બાદ...
west bengal   રાજ્યપાલની મોટી જાહેરાત  મમતા બેનર્જીનો સામાજિક બહિષ્કાર કરશે
Advertisement
  1. આરજી કર હોસ્પિટલ હત્યાને લઈને હજુ પણ પ્રદર્શન યથાવત
  2. West Bengal ના રાજ્યપાલે કરી આ મોટી જાહેરાત
  3. મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સામાજિક બહિષ્કાર કરાશે

પશ્ચિમ બંગાળ (West Bengal)ની રાજધાની કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા બાદ હંગામો ચાલુ છે. આ દરમિયાન હવે પશ્ચિમ બંગાળ (West Bengal)ના રાજ્યપાલ સીવી આનંદ બોઝે એક મોટી જાહેરાત કરી છે. ગવર્નર બોસે જાહેરાત કરી છે કે આરજી કર હોસ્પિટલ મુદ્દે મડાગાંઠ પર લોકોના ગુસ્સાને ધ્યાનમાં રાખીને તેઓ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે કોઈપણ જાહેર પ્લેટફોર્મ શેર કરશે નહીં.

મમતા બેનર્જીનો સામાજિક બહિષ્કાર...

પશ્ચિમ બંગાળ (West Bengal)ના રાજ્યપાલ સીવી આનંદ બોઝે એક વીડિયોમાં કહ્યું છે કે તેઓ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સામાજિક બહિષ્કાર કરશે. તેમણે કહ્યું કે હું મુખ્યમંત્રી સાથે કોઈ સાર્વજનિક પ્લેટફોર્મ શેર કરીશ નહીં. બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ હું તેમની સામે કાર્યવાહી કરીશ. રાજ્યપાલ તરીકેની મારી ભૂમિકા બંધારણીય જવાબદારીઓ સુધી મર્યાદિત રહેશે.

Advertisement

Advertisement

આ પણ વાંચો : ડૉકટર્સ સાથેની મીટીંગ રદ્દ થયા બાદ CM મમતા બેનર્જીએ કહ્યું - હું રાજીનામું આપવા તૈયાર...

સરકાર તેની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહી છે - રાજ્યપાલ

સીવી આનંદ બોઝે કહ્યું છે કે હું બંગાળના લોકો માટે પ્રતિબદ્ધ છું. મેં આરજી કર ઘટના પીડિતાના માતા-પિતા અને ન્યાય માટે વિરોધ કરી રહેલા લોકો પ્રત્યે મારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે મારા મૂલ્યાંકનમાં સરકાર તેની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહી છે.

આ પણ વાંચો : Ganesh Puja નું આ દ્રશ્ય જોઈને હું ચોંકી ગયો હતો : કપિલ સિબ્બલ

પોલીસ કમિશનર પર ગંભીર આરોપ...

રાજ્યપાલ સીવી આનંદ બોઝે કહ્યું છે કે કોલકાતા પોલીસ કમિશનર પર ઉચ્ચ સ્તરીય ગુનાહિત વલણનો આરોપ છે. સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં આમંત્રણ ન હોવા છતાં કોલકાતા પોલીસ કમિશનર રાજભવનની અંદર આવ્યા હતા. આ એક ગુનાહિત કૃત્ય છે.

આ પણ વાંચો : ચીન મામલે જયશંકરનો ઘટસ્ફોટ: LAC પર ચીન સાથે તેની જ ભાષામાં વાત થશે

Tags :
Advertisement

.

×