West Bengal માં બોમ્બ બ્લાસ્ટ, 3 લોકોના મોત, પોલીસે તપાસ શરૂ કરી...
- West Bengal ના મુર્શિદાબાદમાં મોટી દુર્ઘટના
- ગેરકાયદેસર બોમ્બ બનાવતી વખતે થયો બ્લાસ્ટ
- 3 લોકોના મોત, પોલીસ તપાસમાં જોડાઈ
પશ્ચિમ બંગાળ (West Bengal)ના મુર્શિદાબાદ જિલ્લામાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થયાના સમાચાર છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર એક ઘરમાં ગેરકાયદેસર રીતે દેશી બનાવટના બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા. તે જ સમયે બોમ્બ વિસ્ફોટ થયો અને 3 લોકોએ જીવ ગુમાવ્યો.
દેશી બોમ્બ બનાવવામાં આવી રહ્યો હતો...
પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લાના ખેરતલામાં રહેતા મામુન મુલ્લાના ઘરે રવિવારે મોડી રાત્રે ગેરકાયદે બોમ્બ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન અચાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મૃતકોના નામ મામુન મુલ્લા, સાકીરુલ સરકાર અને મુસ્તાકિન શેખ છે. આ પૈકી મુસ્તાકિન શીખનું ઘર મહતાબ કોલોની વિસ્તારમાં છે. ખયરતલા વિસ્તારમાં મામુન મુલ્લા અને સબીરુલ સરકારનું ઘર છે. તેઓ રાત્રિના અંધારામાં ઘરની અંદર બોમ્બ બનાવતા હતા.
આ પણ વાંચો : '30,000 ડોલર નહીં મળે તો હું બોમ્બથી ઉડાવી દઈશ', દિલ્હીની 40 શાળાઓને મળી ધમકી...
પોલીસ તપાસમાં જોડાઈ...
આ મામલાને લઈને સ્થાનિક લોકોનું કહેવું છે કે, પોલીસે જ્યાં વિસ્ફોટ થયો હતો ત્યાંથી બોમ્બ બનાવવાની ઘણી સામગ્રી મળી આવી છે. જોકે, મૃતકના એક સંબંધીનું કહેવું છે કે ઘર પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જો કે આની પાછળ કોઈ રાજકીય લોકોનો હાથ છે કે અન્ય કોઈ બાબત છે તે અંગે પોલીસ તપાસમાં વ્યસ્ત છે.
આ પણ વાંચો : Delhi-NCR માં ઠંડી વધી, વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો, શિમલા અને ગુલમર્ગમાં હિમવર્ષા...