Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

iPhone માં કેમેરા પાસે બ્લેક ડોટ આપવાનું કારણ શું છે? જાણો તેની કામગીરી

તમારા આઈફોનમાં પાછળ કેમેરા પાસે એક નાનકડું બ્લેક ડોટ (Black Dot) છે. જે જોઈને એવું લાગે છે કે, આ અર્થ વગરનું આપવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે, કંપની આ ડોટને કારણ વગર નથી આપી રહી. આ બ્લેક ડોટને આપવા પાછળ પણ કારણ છે. તેને જાણવા માટે તમારે વાંચવો પડશે આ આર્ટિકલ (Article).
iphone માં કેમેરા પાસે બ્લેક ડોટ આપવાનું કારણ શું છે  જાણો તેની કામગીરી
Advertisement
  • iPhone માં કેમેરા પાછળના બ્લેક ડોટનું રહસ્ય શું?
  • ‘કારણ વગર’ના Black Dot નો ઉપયોગ જાણીને થઈ જશો હેરાન
  • 3 કેમેરા વચ્ચે ચોથા બ્લેક ડોટનું શું કામ?
  • કેમેરા પાસેનું બ્લેક ડોટ શેની કામગીરી કરે છે?

iPhone લેવો તે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. પોતાનું સ્ટેટસ (Status) બતાવવા માટે લોકો આઈફોન લવાનું પસંદ કરતા હોય છે. ગ્રાહકો મોબાઈલના બેકસાઈડમાં ત્રણ કેમેરાનો શોઓફ કરીને ગર્વ અનુભવતા હોય છે કે, પોતે આઈફોનના ધની છે. પણ શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે, તમને ગર્વ અપાવનારા આ ત્રણ કેમેરાની બાજુમાં એક નાનકડો બ્લેક ડોટ છે. જેને જોતા એવું લાગે કે આ ચોથો કેમેરો હશે. તમારા મનમાં પણ આવો જ સવાલ થતો હશે કે આ શું છે. તો આવો જાણીએ આ નાનકડા છૂપાયેલા કેમેરા અથવા બ્લેક ડોટ વિશે.

આ પણ વાંચો-Discover Cosmic: બ્રહ્માંડમાં મળી અનોખી વસ્તુ, જેમ્સ વેબે 20 તારાઓની શોધી આકાશગંગા

Advertisement

iPhone ના 3 કેમેરા સાથે નાનકડું બ્લેક ડોટ શું છે?

આપને જાણીને નવાઈ થશે કે, જેને આપણે ચોથો કેમેરો માની રહ્યા છીએ તે એક ખાસ સેન્સર (Sensor) છે. જેને LiDar સ્કેનર કહેવામાં આવે છે. મોટાભાગના આઈફોન યુઝર્સ પણ આ બહુપયોગી સેન્સરની કામગીરીથી અજાણ હશે. આ નાનકડું કાળા કલરનું બિંદુ એવા કામ કરે છે જે જાણીને તમને આશ્ચર્ય થશે.

Advertisement

iPhone Black Dot 01_GUJARAT_FIRST

મોબાઈલમાં LiDar સ્કેનર શું કામગીરી કરે છે?

આઈફોનના પ્રો મોડેલ્સના કેમેરા સિસ્ટમ સાથે ઘણા લાંબા સમયથી એક કાળા કલરનું બિંદુ જોવા મળે છે. જેને LiDar સ્કેનર કહેવાય છે. આ સેન્સર લેસર ટેક્નોલોજીની મદદથી પોતાની સામેની વસ્તુઓનું અંતર અને આકારને માપે છે. આમાથી એક રોશની પણ નીકળતી હોય છે. જેને આપણે નરી આંખોથી જોઈ નથી શકતા. જ્યારે આ રોશની કોઈ પણ વસ્તુને ટકરાઈને પરત ફરે છે. ત્યારે તે વસ્તુનો આકાર અને તેની વચ્ચેનું અંતરનો અંદાજો લગાવી લે છે. આ સેન્સર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની સાથે સાથે થ્રીડી મેપિંગ (3D mapping), રૂમનું ચોક્કસ માપ, ઓટોફોકસ (Autofocus), AR ઈફેક્ટ્સ અને ઓછા પ્રકાશમાં પણ શાનદાર વીડિયો-ફોટો શૂટ કરવાનું કામ કરે છે.

LiDar સ્કેનરની મલ્ટિપલ (Multiple) કામગીરી

આ સ્કેનરની મદદથી આઈફોનનો કેમેરો તે બધુ જ સરળતાથી સ્કેન કરી શકે છે. જેને તમે નરી આંખે પણ જોઈ નથી શકતા.

  • અંધારામાં સરળતાથી સારી ક્વોલિટીવાળો ફોટોગ્રાફી અને વીડિયો શૂટ
  • સ્કેનરની મદદથી ઝડપથી ઓટોફોકસ (Autofocus) થવું
  • આઈફોન અનુસાર સેન્સરના લીધે કેમેરો 6 ગણો ઓટોફોકસ થાય છે

આઈફોનના LiDar સેન્સરની ખાસ વાત

આઈફોનમાં લાગેલા LiDar સ્કેનરની ખાસ વાત એ છે કે, તેને અલગથી એક્ટિવ કરવાની જરૂર નથી પડતી. જ્યારે પણ ફોનના કેમેરામાં ફોટો ક્લિક કરવામાં આવે છે. ત્યારે આપમેળે જ તેની જાતે સેન્સર એક્ટિવ થઈ જાય છે. અને તેના લીધે જ યુઝર્સને તરવીરોનું રિઝલ્ટ સારું મળે છે. LiDar સેન્સરવાળા આઈફોન ગેમર્સ માટે બહુ કામનો સાબિત થઈ શકે છે. જેની મદદથી યુઝર્સ VR ગેમ્સ કોઈ પણ પણ અડચણ વગર રમી શકે છે. આ સેન્સર ગેમ્સને પહેલાથી પણ વધુ સારી અને સ્મૂધ બનાવે છે. જો તમે કોઈ સામાન્ય મોબાઈલમાં વીઆર ગેમ રમો છો તો તમને ઘણી સમસ્યા આવશે. સામાન્ય ફોનમાં આવતી ગ્લિચના લીધે ગેમ્સની મજા બગડે છે. આ સમસ્યા આઈફોનમાં નહીં આવે, કારણ કે સમસ્યાને દૂર કરવા માટે 3 કેમેરા પાસે LiDar સ્કેનર છે.

આ પણ વાંચો- Mobile ફોનનું લોકેશન હંમેશા ON રહેશે?, કેન્દ્ર સરકાર પાસે પહોંચેલા પ્રસ્તાવથી ખળભળાટ!

Tags :
Advertisement

.

×