તમને પણ તક મળશે... ભારત-પાકિસ્તાન સિઝફાયર પછી PM મોદીએ નેવી ચીફને શું કહ્યું?
- તમને તક મળશે... ભારત-પાકિસ્તાન સિઝફાયર પછી PM મોદીએ નેવી ચીફને શું કહ્યું?
- શું ભારત પાકિસ્તાન ઉપર ફરીથી કરી શકે છે હુમલો
- પીએમ મોદી પહેલા પણ કહી ચૂક્યા છે કે ઓપરેશન સિંદૂર હજું પણ ચાલું છે
- તો દ્વિવેદીએ પણ નિવેદન આપ્યું છે કે, ભારત-પાકિસ્તાન યુદ્ધ થઈ શકે છે
જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સિઝફાયરની જાહેરાત થઈ, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય આર્મી ચીફ સાથે ઓપરેશન સિંદૂર પર એક મીટિંગ કરી હતી. આ દરમિયાન પીએમએ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહની ખુલ્લા દિલથી વખાણ કર્યા હતા, પરંતુ નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી તરફ જોઈને હસતાં મોઢે બોલ્યા કે, અમે તમારા મોઢામાંથી કોળીયું છીનવી લીધું, તમને તક મળશે.
વહેલી સવારે શરૂ થયો ઓપરેશન સિંદૂર
આ ઓપરેશન 7 મેના સવારે પહેલગામ આતંકી હુમલાના જવાબમાં શરૂ થયો, જેમાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર વહેલી સવારે બોમ્બમારો કર્યો, જેમાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓના મોતની પૃષ્ઠી કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
તે પછી 8થી 10 મે વચ્ચે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના 11 સૈન્ય એરઠેકાણાઓ પર સટીક હુમલા કર્યા હતા. ચકલા એરબેસ (રાવલપિંડી)નું C-130 હરક્યુલિસ વિમાનવાળો હૈંગર ગંભીર રૂપે ક્ષતિગ્રસ્ત થયો, જૈકબાબાદમાં બે F-16 નષ્ટ કરી દેવામાં આવ્યા અને ભોગારીમાં પાકિસ્તાનનો એક AEW&C તોડી પાડવામાં આવ્યું. IAF ચીફ અનુસાર, ભારતની એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના પાંચ ફાઈટર વિમાન અને એક AEW&C/ELINT વિમાનને તોડી પાડ્યું હતું. તો અનેક ઉભેલા F-16 જેટ પણ બર્બાદ કરી દીધા હતા.
આ પણ વાંચો-ચિરાગ પાસવાનને ચૂંટણી પહેલાં મોટો ઝટકો: LJPRમાંથી 128 નેતાઓનું સામૂહિક રાજીનામું
ભારતની રક્ષા દિવાર
ઓપરેશન સિંદૂરમાં ભારતના આકાશ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ અને S-400 જેવા સુરક્ષા કવચે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પાકિસ્તાને તુર્કી પાસેથી મળેલા UAV દ્વારા ભીષણ હુમલા કર્યાં, પરંતુ ભારતીય ડિફેન્સ સિસ્ટમે 99 ટકા ડ્રોન સમય રહેતા જ તોડી પાડ્યા હતા. સિઝફાયર પછી પીએમ મોદીએ નેવીના પ્રમુખ સાથે કરેલા સંવાદ એક તરફ સૈન્ય તૈયારીનો સંકેત હતો તો બીજી તરફ તે વિશ્વાસ છે કે ભારત પાસે ભવિષ્યમાં જવાબી કાર્યવાહીના બધા વિકલ્પ સુરક્ષિત છે.
ઉલ્લેખનિય છે કે, ભારત-પાકિસ્તાન સાથે હજું પણ સંબંધો ખુબ જ ઉકળાટભર્યા છે. આ વચ્ચે અમેરિકા પહોંચેલા પાકિસ્તાની આર્મી પ્રમુખ મુનીરે ત્યાંથી ભારતને પરમાણું બોમ્બની ધમકી પણ આપી છે. મુનીરે તેવું પણ કહ્યું છે કે, જો ભારત પાકિસ્તાન તરફ આવતા પાણીને રોકવા માટે કોઈ ડેમ બનાવશે તો અમે તેને તોડી પાડીશું.
તો ભારત તરફથી પણ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાન સામે બીજી વખત ટૂંક સમયમાં યુદ્ધ શરૂ થઈ શકે છે, તેવું નિવેદન આપ્યું છે. તો પીએમ મોદી પણ પહેલા સંવાદ કર્યો હતો કે, સમય આવતા તમને પણ તક મળશે. આ બધી બાબતો એવો સંકેત આપી રહ્યાં છે કે, આગામી થોડા દિવસમાં પાકિસ્તાન સામે ફરીથી ભીષણ યુદ્ધ થઈ શકે છે.
આ પણ વાંચો-હવે નોઇડામાં ઈન્ટેલિજન્સ બ્યુરોની નકલી ઓફિસ મળી, 6 લોકોની ધરપકડ


