Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચાર દેશોના પ્રવાસે Rahul Gandhi એ એવું શું કહ્યું કે ભાજપે તેને ગણાવ્યું 'અદ્ભુત એન્જિનિયરિંગ જ્ઞાન'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા Rahul Gandhi કોલંબિયા, બ્રાઝિલ, પેરુ અને ચિલીના પ્રવાસે છે. આ દરમિયાન કોલંબિયામાં આપેલા તેમના ભાષણોની ખાસ્સી ચર્ચા થઈ રહી છે.
ચાર દેશોના પ્રવાસે rahul gandhi એ એવું શું કહ્યું કે ભાજપે તેને ગણાવ્યું  અદ્ભુત એન્જિનિયરિંગ જ્ઞાન
Advertisement
  •  Rahul Gandhi ના કોલંબિયા ભાષણ પર ભાજપનો કટાક્ષ : 'અદ્ભુત એન્જિનિયરિંગ જ્ઞાન'
  • નકલી ચલણ રેકેટની જેમ રાહુલના ભાષણે ખળભળાટ મચાવ્યો
  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિદેશમાં ફરી વિવાદમાં, ભાજપે લગાવ્યો આરોપ
  • રાહુલ ગાંધીનું કાર-બાઈકનું ઉદાહરણ : ભાજપે કહ્યું 'વાહિયાત'
  • વિદેશી યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીનું ભાષણ, ભાજપે ગણાવ્યા 'દેશ વિરોધી'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ( Rahul Gandhi )  કોલંબિયા, બ્રાઝિલ, પેરુ અને ચિલીના પ્રવાસે છે. આ દરમિયાન કોલંબિયામાં આપેલા તેમના ભાષણોની ખાસ્સી ચર્ચા થઈ રહી છે.

કોલંબિયાની એક યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ 'વિકેન્દ્રીકરણ'ની વિભાવના સમજાવવા માટે કાર અને બાઈકની તુલના કરી જેના પર ભાજપે તેમના પર અનાપ-શનાપ ( વાહિયાત દલીલ ) તર્ક આપવાનો આરોપ લગાવ્યો.

Advertisement

ભાજપે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી 'ભારત વિરોધી શક્તિઓના ધ્વજવાહક' બની ગયા છે. આવી શક્તિઓ કે જે ભારત વિરોધી એજન્ડાને આગળ ધપાવી રહી છે. પાર્ટીએ કહ્યું કે દેશના લોકોએ તેમનાથી સાવધાન રહેવું જોઈએ.

Advertisement

રાહુલ ગાંધીએ કોલંબિયાની EIA યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં પૂછ્યું કે કાર સામાન્ય રીતે એટલી ભારે કેમ હોય છે અને તેમાં 3,000 કિલો ધાતુની જરૂર કેમ પડે છે, જ્યારે મોટરસાયકલ તુલનાત્મક રીતે હળવી હોય છે.

તેમણે કહ્યું, "એક મુસાફરને લઈ જવા માટે કારમાં 3,000 કિલો ધાતુની જરૂર કેમ હોય છે, જ્યારે 100 કિલો વજનની મોટરસાયકલ બે મુસાફરોને લઈ જાય છે? આખરે કેમ મોટરસાયકલ માત્ર 150 કિલો ધાતુનો ઉપયોગ કરીને બે લોકોને લઈ જઈ શકે છે, અને કારને આ માટે 3,000 કિલો ધાતુની જરૂર હોય છે?"

પોતાના જ પ્રશ્નનો જવાબ આપતાં રાહુલ ગાંધીએ દાવો કર્યો કે આ સવાલ ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ ટ્રાન્જિશનનો આધાર (પાયો) છે.

તેમણે કહ્યું કે વાહનના વજનનો જવાબ તેના એન્જિનમાં છુપાયેલો છે.

તેમણે આગળ કહ્યું કે કારનું એન્જિન અકસ્માત દરમિયાન ચાલકને મોતના મુખમાં ધકેલી દે છે, જ્યારે મોટરસાયકલ હળવી હોય છે કારણ કે અકસ્માત સમયે તેનું એન્જિન સવારથી અલગ થઈ જાય છે.

 Rahul Gandhi ના નિવેદન પર ભાજપે કર્યો કટાક્ષ

આ બાબતે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ રાહુલના આ ભાષણની ટીકા કરતાં કહ્યું, "હાર્લે-ડેવિડસનથી લઈને ટોયોટા સુધી અને ફોક્સવેગનથી લઈને ફોર્ડ સુધી, મિકેનિકલ એન્જિનિયર રાહુલ ગાંધીના આ અદ્ભુત એન્જિનિયરિંગ જ્ઞાનને સાંભળીને પોતાની છાતી પીટતા હશે. જે કોઈને પણ તેમના જ્ઞાન પર શંકા હતી, તે આ સાંભળ્યા પછી દૂર થઈ ગઈ હશે."

ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયા (ડાબેથી ત્રીજા) એ કહ્યું કે રાહુલ ગાંધીની ટિપ્પણીથી તેઓ આશ્ચર્યચકિત થયા છે.

ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયા (ડાબેથી ત્રીજા) એ કહ્યું કે રાહુલ ગાંધીની ટિપ્પણીથી તેઓ આશ્ચર્યચકિત થયા છે.

સુધાંશુ ત્રિવેદીએ કટાક્ષ કરતાં કહ્યું, "કોંગ્રેસમાં ઘણા લોકો છે જેઓ પોતાના વિષયોના નિષ્ણાત છે, જેમાં તેમના (રાહુલ ગાંધીના) કાકા સેમ પિત્રોડા પણ સામેલ છે, જેઓ કાયમી ધોરણે વિદેશમાં રહે છે. તેમની ઇમેજ બૌદ્ધિકની છે. કોંગ્રેસમાં પી. ચિદમ્બરમ, અભિષેક સિંઘવી, શશિ થરૂર, મનીષ તિવારી અને એવા જ જયરામ રમેશ જેવા ઘણા વિદ્વાન લોકો છે. મને આશ્ચર્ય થાય છે કે વિદેશી યુનિવર્સિટી દ્વારા રાહુલ ગાંધીને લેક્ચર આપવા માટે કેમ બોલાવવામાં આવે છે."

ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ લખીને રાહુલ ગાંધીના આ ભાષણ પર લખ્યું, "મેં એકસાથે આટલી અનાપ-શનાપ વાતો નથી સાંભળી. જો કોઈ આ સમજાવી શકે કે રાહુલ ગાંધી શું કહેવા માગે છે, તો મને આનંદ થશે. પરંતુ જો તમે પણ મારી જેમ આટલા જ આશ્ચર્યચકિત છો, તો નિશ્ચિંત રહો, તમે એકલા નથી."

' Rahul Gandhi વિદેશી શક્તિઓનું મોહરું બની રહ્યા છે'

કોલંબિયન યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીના ભાષણ પર પોતાની પ્રતિક્રિયા આપતાં સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, "કોંગ્રેસમાં જે લોકો જાણતા હોવા છતાં પણ પાર્ટીને ખતરનાક વિદેશી શક્તિઓના ચુંગલમાં જવા દઈ રહ્યા છે, તેઓ દેશદ્રોહ કરી રહ્યા છે. હું એવા લોકોને અપીલ કરું છું જેઓ આ વિશે અજાણ છે કે તેઓ સજાગતા દાખવે અને આવા નેતાઓને રોકે."

ભાજપે આરોપ લગાવ્યો કે કોંગ્રેસનું નેતૃત્વ હવે "અત્યંત અપરિપક્વ" થઈ ગયું છે અને રાહુલ ગાંધી વિદેશી શક્તિઓના હાથનું મોહરું બની રહ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, "જો કોઈ પાર્ટી સત્તાની લાલસા કે અન્ય મજબૂરીઓના કારણે વિદેશી મૂળના નેતૃત્વને સ્વીકારી લે, તો શું આ વિદેશી નેતૃત્વ ફક્ત તે પાર્ટીની ભૂલ સાબિત થશે કે આખા દેશની સમસ્યા બની જશે?"

રાહુલ ગાંધી બોલ્યા, 'દેશની લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે'

કોલંબિયાના મેડેલિન શહેરમાં આવેલી EIEA યુનિવર્સિટીમાં એક સેમિનારમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં આ સમયે લોકશાહી વ્યવસ્થા પર "હુમલો" થઈ રહ્યો છે, જે દેશ સામેનું સૌથી મોટું જોખમ છે.

તેમણે કહ્યું કે અલગ-અલગ પરંપરાઓને ખીલવા દેવી જરૂરી છે અને એમ પણ ઉમેર્યું કે ભારત ચીનની જેમ "તાનાશાહી વ્યવસ્થા" અપનાવી શકે નહીં.

કોંગ્રેસે શું જવાબ આપ્યો?

કોંગ્રેસે ભાજપના આ આરોપનો જવાબ આપ્યો છે કે રાહુલ ગાંધી વિદેશી ધરતી પર દેશની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની વિદેશ યાત્રાઓની ટીકા કરતા રહ્યા છે.

કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ રાહુલ ગાંધી પર ભાજપના હુમલાનો જવાબ આપ્યો છે.

કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ રાહુલ ગાંધી પર ભાજપના હુમલાનો જવાબ આપ્યો છે.

કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે તેમણે રાહુલ ગાંધીના કોલંબિયાની એક યુનિવર્સિટીના ભાષણ વિશે કહ્યું કે તેઓ વિદેશમાં દેશની છબીને નુકસાન નથી પહોંચાડી રહ્યા. રાહુલ હંમેશા દેશ વિશે સકારાત્મક રીતે બોલે છે. પરંતુ લોકશાહી વિશે તેઓ જે બોલી રહ્યા છે તે બિલકુલ સાચું છે.

રાજીવ શુક્લાએ કહ્યું કે રાહુલ ગાંધી તે જ મુદ્દાઓને ઉજાગર કરી રહ્યા છે જેનો દેશ આજે સામનો કરી રહ્યો છે. તેમણે ભાજપની આ વાતની ટીકા કરી કે તે દરેકને 'દેશ વિરોધી' ગણાવે છે.

વિદેશમાં રાહુલે મોદી સરકાર સામે ક્યારે શું બોલ્યું?

આ પહેલી વખત નથી જ્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વિદેશમાં રહીને સત્તાધારી પક્ષ પર હુમલો કર્યો હોય.
પાછલા કેટલાક વર્ષોમાં રાહુલ ગાંધીએ ઘણી વખત વિદેશી મંચો પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની ટીકા કરી છે, જેના કારણે તેમને સરકાર તરફથી તીખી પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડ્યો છે.

2024માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આપેલા એક ભાષણમાં, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતીય લોકશાહી પર હુમલા થઈ રહ્યા છે. આના જવાબમાં ભાજપ નેતા અનુરાગ ઠાકુરે તેમના પર "ખોટું બોલવાની અને ભારતની છબી ખરાબ કરવાની આદત" હોવાનો આરોપ લગાવ્યો હતો.

મે 2022માં લંડનના એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે "ભારતની આત્મા પર હુમલો થઈ રહ્યો છે" અને આરોપ લગાવ્યો હતો કે સીબીઆઈ અને ઈડી જેવી એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે ભારતની સ્થિતિની તુલના પાકિસ્તાન સાથે કરતાં કહ્યું હતું કે "ડીપ સ્ટેટ ભારતીય વ્યવસ્થાને અંદરથી ખાઈ રહ્યું છે."

વર્ષ 2018માં મલેશિયામાં રાહુલ ગાંધીએ નોટબંધીની મજાક ઉડાવતા કહ્યું હતું કે જો તેઓ વડાપ્રધાન હોત તો "નોટબંધીના પ્રસ્તાવને કચરાપેટીમાં ફેંકી દેત."

આ પહેલાં 2017માં કેલિફોર્નિયા યુનિવર્સિટી બર્કલેમાં તેમણે કહ્યું હતું કે "અહિંસાની વિચારધારા પર હુમલો થઈ રહ્યો છે" અને આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન મોદીની સરકાર ફક્ત દેશની ટોચની 100 કંપનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

આ પણ વાંચો- શ્રીનગરમાં પોલીસની મોટી કાર્યવાહી, આતંકવાદી સજ્જાદ ગુલની 2 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

Tags :
Advertisement

.

×