Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લાલચની માયાજાળમાં એક ક્લિકથી તમે ફોનનો કંટ્રોલ બીજાને આપી દેશો, જાણો નવી મોડસ ઓપરેન્ડી

Cyber Scam : સાયબર અપરાધીઓએ યૂઝરના ડિવાઇસને હેક કરવા માટે મેમ્સ તેમજ રમૂજી હોય તેવા ફોટા અને એનીમેશનનો ઉપયોગ કરી રહ્યા છે
લાલચની માયાજાળમાં એક ક્લિકથી તમે ફોનનો કંટ્રોલ બીજાને આપી દેશો  જાણો નવી મોડસ ઓપરેન્ડી
Advertisement
  • સાયબર અપરાધીઓએ મોડસ ઓપરેન્ડી બદલી
  • લોકો જાગૃત થતા લાલાચની જાળ બિછાવી
  • એક જ ક્લિકથી ફોનનો કંટ્રોલ બીજાના હાથમાં જતો રહે છે

Cyber Scam : છેલ્લા એક વર્ષથી સાયબર અપરાધીઓ યૂઝરના વૉટ્સઍપને (WhatsApp Scam) અલગ અલગ મૉડેસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને હેક કરતા આવ્યા છે, જેમાં અલગ અલગ બેન્કો અને સરકારી યોજનાઓ નામથી એપીકે ફાઈલ મોકલીને,મીસીંગ પર્સન વૉટ્સઍપ સ્કૅમનો ઉપયોગ કરીને, લગ્નની કંકોત્રી મોકલીને અને લિન્કના માધ્યમથી હેક કરવું (Hacking Link) વગેરે મોડેસ ઓપરેન્ડીનો (Modus Operandi) સમાવેશ થતો હતો,અને એ થકી સાયબર અપરાધીઓ (Cyber Criminals) યુઝરના મોબાઈલને હેક કરીને તેના અગત્યના ડેટા,કોન્ટેક્ટ લિસ્ટ અને બેંક એકાઉન્ટ પર તરાપ મારતા હોય છે, અને મોટી સંખ્યામાં યૂઝરોના મોબાઈલ ડિવાઇસ હેક (Mobile Control Cyber Scam) કરતાં હોય છે.

Advertisement

રમૂજી હોય તેવા ફોટા અને એનીમેશનનો ઉપયોગ

પરંતુ જેમ જેમ ઈન્ટરનેટ યૂઝર સાયબર અપરાધીઓની વિવિધ મોડેસ ઓપરેન્ડીથી જાણકાર થાય એટલે સાયબર અપરાધીઓ પોતાની મૉડેસ ઓપરેન્ડી બદલી નાખતા હોય છે, ત્યારે અત્યારના સમયમાં સાયબર અપરાધીઓએ યૂઝરના ડિવાઇસને હેક કરવા માટે મેમ્સ તેમજ રમૂજી હોય તેવા ફોટા અને એનીમેશનનો ઉપયોગ કરી રહયા છે, અને તે કન્ટેન્ટને ડાઉનલોડ કરવા માટે યૂઝરને પ્રોત્સાહિત કરી રહ્યા છે, પરીણામે યૂઝરે સતત સાયબર જાગૃત રહેવાની જરુર છે. સમગ્ર મામલો રાજ્યના જાણીતા સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર (Cyber Expert Mayur Bhusavalkar) દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે. આ મોડસ ઓપરેન્ડીના 360 એનાલિસીસ બાદ સાયબર એક્સપર્ટે મહત્વની વિગતો આપી છે.

Advertisement

"વૉટ્સઍપ મોબાઈલ કંટ્રોલ સાયબર સ્કેમની મોડેસ ઓપરેન્ડી :

મયુર ભુસાવળકરે (Cyber Expert Mayur Bhusavalkar) જણાવ્યું કે, વૉટ્સઍપ મોબાઈલ કંટ્રોલ સાયબર સ્કેમ લોકોની જિજ્ઞાસા અને સોશિયલ મીડિયા પર વસ્તુઓ શેર કરવાની આદતનો લાભ લે છે, આ પ્રક્રિયા મુખ્ય ત્રણ તબક્કામાં આચરવામાં આવતી હોય છે,

પ્રથમ તબક્કો :

યૂઝરને વોટ્સએપ (WhatsApp Message) પર કોઈ અજાણ્યા નંબર પરથી અથવા કોઈ મિત્ર કે સગા સબંધીઓના નંબર પરથી મેસેજ મળે છે. આ મેસેજમાં એક ફોટો અથવા મીમ હોય છે ,જે ખૂબ જ રમુજી અથવા આકર્ષક લાગે છે. ક્યારેક તે કોઈ ઓફર અથવા લાલચ સાથે પણ આવે છે, જેમ કે "ચેક ધીસ આઉટ","તમે આઈ ફોન જીત્યા છો"

બીજો તબક્કો :

જયારે યૂઝર તે ફોટો ડાઉનલોડ કરે છે, ત્યારે તે ફોટોની અંદર છુપાયેલો એક ખતરનાક કોડ જેમકે માલવેર અથવા સ્પાયવેર યૂઝર ના ફોનમાં ગુપ્ત રીતે ઇન્સ્ટોલ થઈ જાય છે, આ ટેકનિકને સ્ટેગનોગ્રાફી કહેવામાં આવે છે, જેમાં એક ફાઇલની અંદર બીજી ખતરનાક ફાઇલ છુપાયેલી હોય છે,પરંતુ મોબાઈલ યૂઝરને તે છુપાયેલ ખતરનાક ફાઇલની ભાણક નથી આવતી.

ત્રીજો તબક્કો :

એકવાર માલવેર યૂઝરના ફોનમાં ઈન્સ્ટોલ થઈ જાય, ત્યારબાદ સાયબર ગુનેગાર મોબાઈલ ફોન પર અનધિકૃત નિયંત્રણ મેળવે છે, જેમાં પણ ખાસ કરીને યૂઝરના વૉટ્સએપ અને એસ એમ એસ પર નિયંત્રણ મેળવવામાં આવે છે, જેને "મોબાઈલ કંટ્રોલ સાયબર સ્કેમ" કહેવામાં (Mobile Control Cyber Scam) આવે છે. આ માલવેર ઘણા પ્રકારના નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે,

1) કીસ્ટ્રોક ટ્રેકીંગ :

તે યૂઝરના મોબાઈલ ફોનના કીબોર્ડ થકી ટાઇપ કરેલી દરેક વસ્તુને રેકોર્ડ કરી શકે છે, જેમાં બેંક પાસવર્ડ, યૂ પી આઈ પિન, સોશિયલ મીડિયા એકાઉન્ટ પાસવર્ડ અને અન્ય ગુપ્ત માહિતીનો સમાવેશ થાય છે.

2) ડેટા ચોરી :

વધુમાં તે માલવેર યૂઝરના ફોનમાંથી ફોટા, સંપર્ક નંબર, સંદેશાઓ અને અન્ય ફાઇલો જેવી વ્યક્તિગત માહિતી પણ ચોરી શકે છે.

3) રિમોટ કંટ્રોલ એક્સેસ :

કેટલાક કિસ્સાઓમાં, આ માલવેર કે સ્પાયવેર હેકર્સને યૂઝરના ફોન પરનું સંપૂર્ણ નિયંત્રણ આપી દે છે, જેથી હેકર્સ યૂઝર્સના પ્રવૃત્તિઓ પર નજર રાખી શકે છે, અને સાથે યૂઝર્સના ફોનનો ઉપયોગ કરીને તેના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા સગા સંબધીઓ મિત્રોને તે જ ખતરનાક મેમ્સ મોકલીને તેમનો ફોન પણ હેક કરવાનો પ્રપત્ન કરતા હોય છે, જેના કારણે આ કૌભાંડ (Mobile Control Cyber Scam) ઝડપથી ફેલાય છે.

યૂઝરે ધ્યાનમાં રાખવાની વિગતો :

(1) જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી ફોટો અથવા ફાઇલ મળે છે, તો તેને બિલકુલ ડાઉનલોડ કરશો નહીં.

(2) જો કોઈ મિત્ર અથવા પરિચિત તમને એપીકે,ઝીપ પ્રકારના સંદેશ મોકલે છે, તો તેને ખોલતા પહેલા તેને ફોન કોલ કરીને પુષ્ટિ કરો.

(3) વૉટ્સએપ માં ઓટો-ડાઉનલોડ સેટિંગ બંધ રાખો. આ કોઈપણ ફોટો, વિડિયો અથવા ફાઇલને તમારી પરવાનગી વિના ડાઉનલોડ થવાથી અટકાવશે. તમે વૉટ્સએપ > સેટિંગ્સ > સ્ટોરેજ અને ડેટા > મીડિયા ઓટો-ડાઉનલોડ પર જઈને "નો મીડિયા" સેટ કરી શકો છો.

(4) હંમેશા તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને બધી એપ્સ અપડેટ રાખો, કારણ કે અપડેટ્સમાં ઘણીવાર નવા સુરક્ષા પેચ શામેલ હોય છે.

(5) તમારા મોબાઇલ પર લાયસન્સ એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ રાખો.

(6) વૉટ્સએપ અને અન્ય મહત્વપૂર્ણ એકાઉન્ટ્સ માટે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરો.

(7) જો કોઈ પણ પ્રકારનું નાણાંકીય નુકસાન થાય છે ,તો ત્વરિત 1930 પર કોલ કરીને સાયબર ક્રાઈમમાં ફરીયાદ દાખલ કરો.

(8) જો મોબાઈલ હેક થઈ જાય તો ત્વરિત તેને ફેક્ટરી રીસેટ કરાવો અને ફર્મવેર અપડેટ કરો,અને તમામ સોશ્યિલ મીડિયા,ઈમેઈલ એકાઉન્ટના પાસવર્ડ
બદલો, સાથે જ ઈ -વોલેટ અને બેંકિંગ એપ્લિકેશનોના પિન બદલો.

(9) જો વૉટ્સએપ એકાઉન્ટ હેક (Mobile Control Cyber Scam) થાય છે તો તમામ પરિચિતોને આ માહિતી આપો જેનાથી તેમને સાયબર એટેક થી બચાવી શકાય. 

આ પણ વાંચો ----- AI News: શું AI ફેલ છે? MIT રિપોર્ટમાં મોટો ખુલાસો - 95% પ્રોજેક્ટ નિષ્ફળ

Tags :
Advertisement

.

×