Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સરકારી હોસ્પિટલમાં ફિલ્મી સીન, નર્સિંગ સ્ટાફ બંદૂક લઇને આવ્યો અને ડોક્ટરને રૂમમાં પુરીને...

રાજસ્થાનના જયપુરમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક હોસ્પિટલના નર્સિંગ કર્મચારી બંધુક લઇને આવ્યા હતા.
સરકારી હોસ્પિટલમાં ફિલ્મી સીન  નર્સિંગ સ્ટાફ બંદૂક લઇને આવ્યો અને ડોક્ટરને રૂમમાં પુરીને
Advertisement

Jaipur News : રાજસ્થાનના જયપુરમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક હોસ્પિટલના નર્સિંગ કર્મચારી બંધુક લઇને આવ્યા હતા. તે ડોક્ટરે ફટકારેલી નોટિસથી નારાજ હતા. ડોક્ટરે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

રાજસ્થાનના બાંસવાડા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં એક ડોક્ટરે પોતાના નર્સિંગ સ્ટાફને નોટિસ ફટકારવી મોંઘી પડી. નોટિસ મળવાના કારણે રોષે ભરાયેલા કર્મચારી બંધુક લઇને ડોક્ટર પાસે પહોંચ્યો હતો. ડોક્ટરને એક રૂમમાં પુરીને ધમકી આપી હતી.

Advertisement

આ પણ વાંચો : LIVE: Parliament Live Updates : વન નેશન વન ઇલેક્શન બિલ લોકસભામાં સ્વીકાર, સમર્થનમાં પડ્યા 269 વોટ

Advertisement

સરકારી હોસ્પિટલમાં આતંક

બાંસવાડાના એસપી હર્ષવર્ધને જણાવ્યું કે, પાલોદાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર હિમાંશુ નંદાએ લોહારિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. રિપોર્ટ અનુસાર નર્સિંગ કર્મચારી ગુલાબ કટારા અને અભિષેક ડ્યુટી દરમિયાન ગેરહાજર રહેતા હતા. માટે તેમને બેદરકારી દાખવવા બદલ નોટિસ ફટકારીને જવાબ માંગવામાં આવ્યો. જેના કારણે બંન્ને નારાજ થઇ ગયા તા.

રૂમમાં પુરીને ડોક્ટરને ધમકી આપી

ડૉ. હિમાંશુ નંદાએ જણાવ્યું કે, 12 ડિસેમ્બરે તેઓ ડ્યુટી દરમિયાન હોસ્પિટલમાં હતા. દરમિયાન નર્સિંગ કર્મચારી ગુલાબ કટારા અને અભિષેક ધર્મશાળામાં આવેદન કરવાની એપ્લીકેશન આપી. તેને સ્વિકાર કરી લેવામાં આવી. ત્યાર બાદ તે ડોક્ટરને રૂમ દેખાડવા માટે લઇ ગયા અને ત્યાં રૂમમાં તેને પરાણે પુરીને ધમકાવ્યો હતો. મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે બાકી કર્મચારીઓએ જોયું કે રૂમ બંધ છે તો તેમને જબરજસ્તી રુમ ખોલાવ્યો. આ વાતની ફરિયાદ ડોક્ટરે કલેક્ટર અને મુખ્ય ચિકિત્સા અધિકારીને કરી હતી.

આ પણ વાંચો : યૂક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે આવ્યા સૌથી મોટા સમાચાર

સીસીટીવીમાં કેદ થઇ ઘટના

ડોક્ટરે કલેક્ટર અને મુખ્ય ચિકિત્સા અધિકારીને ફરિયાદ કરીને 13 ડિસેમ્બરે નર્સિંગ કર્મચારી ગુલાબ કટારા બંધુક લઇને સરકારી હોસ્પિટલમાં પહોંચ્યો અને ડોક્ટર હિમાંશુને શોધવા લાગ્યો. તે સમયે ડોક્ટર હિમાંશુ બાંસવાડા ગયા હતા. જો કે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

આરોપીઓને શોધી રહી છે પોલીસ

સમગ્ર ઘટનાક્રમ અંગે એસપી હર્ષવર્ધનનું કહેવું છે કે આંતરિક વિવાદ બાદ બંધુક લઇને હોસ્પિટલમાં જવું ખતરનાક મામલો છે. મામલો સંજ્ઞાનમાં આવ્યા બાદ તપાસના આદેશ અપાયા છે. બંન્ને આરોપીઓને પોલીસની અનેક ટીમ શોધી રહી છે.

આ પણ વાંચો : IND vs AUS 3rd Test Day 4 Scorecard LIVE: બુમરાહ-આકાશદીપે ગાબામાં ફોલોઓનથી બચાવ્યા

તપાસ બાદ થશે વિભાગીય કાર્યવાહી

આ મામલે મુખ્ય ચિકિત્સા અધિકારી ડૉ. રાહુલે જણાવ્યું કે, એક કમિટી બનાવવામાં આવી છે, જેમાં વિભાગીય સભ્યો છે. મામલો ખુબ જ ગંભીર છે. ઝડપથી આ મામલે તપાસ કરીને બેદરકાર કર્મચારીઓ વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.

Tags :
Advertisement

.

×