Rajkumar Jat Case : ગોંડલ રાજકુમાર જાટ શંકાસ્પદ મોત કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ક્યાં થશે? જાણો
- ગોંડલ રાજકુમાર જાટ (Rajkumar Jat Case) શંકાસ્પદ મોત કેસને લઈ મોટા સમાચાર
- ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ગાંધીનગર FSL ખાતે થશે
- ગણેશ ગોંડલને ગાંધીનગર FSL લાવવામાં આવ્યા
- FSL ખાતે 4 દિવસ સુધી અલગ-અલગ પ્રાઇમરી ટેસ્ટ કરાશે
- પ્રાઇમરી ટેસ્ટના રિપોર્ટના આધારે નાર્કો ટેસ્ટ અંગે નિર્ણય લેવાશે
Gondal : રાજકોટ જિલ્લાના (Rajkot) ગોંડલ ખાતેના ચકચારી રાજકુમાર જાટ (Rajkumar Jat Case) શંકાસ્પદ મૃત્યુ કેસમાં ગણેશ જાડેજાનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ (Narco Test) કરાવવામાં આવશે. જો કે, હવે આ મામલે મોટા સમાચાર આવ્યા છે. ગણેશ જાડેજા ઊર્ફે ગણેશ ગોંડલનો (Ganesh Gondal) નાર્કો ટેસ્ટ ગાંધીનગર FSL ખાતે થશે. આથી, ગણેશ ગોંડલને ગાંધીનગર FSL (Gandhinagar FSL) લાવવામાં આવ્યા છે. FSL ખાતે 4 દિવસ સુધી અલગ-અલગ પ્રાઇમરી ટેસ્ટ કરાશે. પ્રાઇમરી ટેસ્ટના રિપોર્ટના આધારે નાર્કો ટેસ્ટ અંગે નિર્ણય લેવાશે એવી માહિતી હાલ સામે આવી છે.
આ પણ વાંચો - Jamnagar: ફેક રોકાણ એપ્લિકેશનથી છેતરપિંડી કરી!, પૈસા વિડ્રો ન થતાં...!
Rajkumar Jat Case માં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ગાંધીનગર FSL ખાતે થશે
ગોંડલનાં બહુચર્ચિત રાજકુમાર જાટ શંકાસ્પદ મોત મામલે (Rajkumar Jat Case) ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા માટે અગાઉ કોર્ટમાં અરજી થઈ હતી. કેસની ગંભીરતા અને રહસ્યમય સંજોગોને ધ્યાનમાં રાખીને, SIT ને આ કેસની સાચી હકીકતો જાણવા માટે આ ટેસ્ટ જરૂરી હોવાનું જણાયું હતું. કોર્ટમાં સુનાવણી દરમિયાન ગણેશ જાડેજાએ પણ નાર્કો ટેસ્ટ કરાવવા માટે પોતાની સહમતી આપી હતી. આથી, અદાલતે નાર્કો ટેસ્ટની મંજૂરીને ગ્રાહ્ય રાખી છે. જો કે, હવે એવી માહિતી સામે આવી છે કે ગણેશ જાડેજા ઊર્ફે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ગાંધીનગર FSL ખાતે થશે.
આ પણ વાંચો - Junagadh: ATM મા રૂપિયા જમા કરાવવા આવતા લોકો સાથે છેતરપિંડી
4 દિવસ અલગ-અલગ પ્રાઇમરી ટેસ્ટ કરાશે, રિપોર્ટના આધારે નિર્ણય લેવાશે
માહિતી અનુસાર, ગણેશ ગોંડલને (Ganesh Gondal) ગાંધીનગર FSL લાવવામાં આવ્યા છે. FSL ખાતે 4 દિવસ સુધી અલગ-અલગ પ્રાઇમરી ટેસ્ટ કરાશે. પ્રાઇમરી ટેસ્ટનાં રિપોર્ટના આધારે નાર્કો ટેસ્ટ અંગે નિર્ણય લેવાશે. સૂત્રોનાં જણાવ્યાનુસાર, ગણેશ ગોંડલ વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી. આથી, તપાસ અધિકારીઓને એવી આશા છે કે, ગણેશ ગોંડલનાં નાર્કો ટેસ્ટમાં (Ganesh Gondal Narco Test) કોઈ કડી મળી આવશે.
આ પણ વાંચો - Ahmedabad: સુભાષબ્રિજ 15 ડિસેમ્બર સુધી બંધ, તપાસનો ધમધમાટ