Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોણ છે નંદિની ગુપ્તા, જેને મિસ ઈન્ડિયા 2023નો તાજ પહેરાવવામાં આવ્યો

રાજસ્થાનની 19 વર્ષની નંદિની ગુપ્તાએ ફેમિના મિસ ઈન્ડિયા 2023નો એવોર્ડ જીત્યો છે. શ્રેયા પૂંજાને પ્રથમ રનર અપ જાહેર કરવામાં આવી હતી. જ્યારે થૌનાઓજમ લુવાંગને સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી. સિની શેટ્ટીએ નંદિનીને તાજ પહેરાવ્યો હતો. સિની શેટ્ટી ગયા...
કોણ છે નંદિની ગુપ્તા  જેને મિસ ઈન્ડિયા 2023નો તાજ પહેરાવવામાં આવ્યો
Advertisement

રાજસ્થાનની 19 વર્ષની નંદિની ગુપ્તાએ ફેમિના મિસ ઈન્ડિયા 2023નો એવોર્ડ જીત્યો છે. શ્રેયા પૂંજાને પ્રથમ રનર અપ જાહેર કરવામાં આવી હતી. જ્યારે થૌનાઓજમ લુવાંગને સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી. સિની શેટ્ટીએ નંદિનીને તાજ પહેરાવ્યો હતો. સિની શેટ્ટી ગયા વર્ષની મિસ ઈન્ડિયા રહી હતી. તમને જણાવી દઈએ કે મણિપુરમાં ફેમિના મિસ ઈન્ડિયા 2023’નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો.

ચાલો હવે આ દરમિયાન તમને નંદિની ગુપ્તા વિશે વધુ માહિતી આપીએ. નંદિની ગુપ્તા રાજસ્થાનના કોટાની રહેવાસી છે. સાથે જ તેણે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે. તેને લાંબા સમયથી મોડેલિંગનો શોખ હતો, જે તેને આજે આ સ્થાને લાવી છે.

Advertisement

Advertisement

નંદિની ગુપ્તાનો અભ્યાસ
મોડલિંગની સાથે સાથે નંદિની અભ્યાસમાં પણ ખૂબ જ હોશિયાર છે. તેમણે અભ્યાસ સેન્ટ પોલ સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યો હતો. તે લાલા લજપત રાય કોલેજમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી છે. તેમના વિશે એવું કહેવામાં આવે છે કે જ્યારે તે માત્ર 10 વર્ષની હતી ત્યારે તેણે ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ મેળવવાનું સપનું જોયું હતું, જ્યારે 19 વર્ષની ઉંમરે તેણે આ સપનું સાકાર કર્યું હતું.

તમને જણાવી દઈએ કે, ફેમિના મિસ ઈન્ડિયાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા નંદિની ગુપ્તાના ફોટો પણ શેર કરવામાં આવ્યા છે, જેમાં તે આ સ્પર્ધાનો તાજ પહેરીને સ્ટેજ પર ખૂબ જ સુંદર રીતે હસતી જોવા મળે છે. આ કોમ્પિટિશનમાં રનર્સ અપ રહેલા શ્રેયા પૂંજા અને થૌના ઓઝમ લુવાંગ પણ આ ફોટોમાં તેની સાથે જોવા મળે છે.

નંદિની ગુપ્તા ખૂબ જ સ્ટાઇલિશ છે
ફેમિના મિસ ઈન્ડિયા 2023નો ખિતાબ જીતનાર નંદિની ગુપ્તાના લૂક વિશે વાત કરીએ તો તે એકદમ સ્ટાઇલિશ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, જ્યાં તે અવારનવાર તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે, જેને જોઈને તેની સુંદરતાનો અંદાજ લગાવી શકાય છે.

આપણ  વાંચો- નમ્રતા મલ્લાની આટલી હોટ તસવીરો તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય

Tags :
Advertisement

.

×