રાજ્યપાલ, સાંસદ, 40 વર્ષનું રાજકીય કરિયર.. કોણ છે NDAના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન?
- રાજ્યપાલ, સાંસદ, 40 વર્ષનું રાજકીય કરિયર.. કોણ છે NDAના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન?
- સીપી રાધાકૃષ્ણન: RSSના સ્વયંસેવકથી NDAના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર સુધી, 16 વર્ષની ઉંમરે રાજનીતિમાં પ્રવેશ
નવી દિલ્હી : મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) એ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી. રાધાકૃષ્ણનની રાજકીય યાત્રા, RSS સાથેનો લાંબો સંબંધ અને તમિલનાડુમાં ભાજપના મજબૂત નેતૃત્વથી લઈને રાજ્યપાલ તરીકેની ભૂમિકા સુધીની તેમની સફળતા આ નિર્ણયને મહત્ત્વપૂર્ણ બનાવે છે.
ચંદ્રપુરમ પોનુસ્વામી રાધાકૃષ્ણનનો જન્મ 20 ઓક્ટોર 1957માં તિરૂપ્પુર, તમિલનાડૂમાં થયો હતો.તેઓ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે. તેમણે આરએસએસ અને જનસંઘથી પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી. વર્ષ 1998 અને 199માં કોયમ્બટૂર લોકસભા ક્ષેત્રમાં તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. તે પછી વર્ષ 2003થી 2006 સુધી તમિલાનડૂ ભાજપા અધ્યક્ષ પણ રહ્યાં હતા. તેઓ સીપી રાધાકૃષ્ણને ભાજપા સંગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે સીપી રાધાકૃષ્ણન.
સીપી રાધાકૃષ્ણન અત્યાર મહારષ્ટ્રમાં 31 જુલાઈ 2024થી રાજ્યપાલ છે. આનાથી પહેલા તેઓ ઝારખંડમાં 18 ફેબ્રુઆરી 2023થી 30 જુલાઈ સુધી રાજ્યપાલ રહી ચૂક્યા છે. સાથે જ તેલંગાણામાં માર્ચથી જુલાઈ 2024 સુધી અતિરિક્ત પ્રભારી તરીકે જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે. તેઓ પોંડુચેરીમાં ઓગસ્ટ 2024 સુધી ઉપરાજ્યપાલ (વધારાનો પ્રભાર)ના રૂપમાં કામ કરી ચૂક્યા છે.
સીપી રાધાકૃષ્ણનની પ્રોફાઈલ
જન્મ અને શિક્ષણ: ચંદ્રપુરમ પોન્નુસામી રાધાકૃષ્ણનનો જન્મ 20 ઓક્ટોબર 1957ના રોજ તમિલનાડુના તિરુપુરમાં થયો હતો. તેમણે મદુરાઈ યુનિવર્સિટીની VoC કોલેજમાંથી બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) ની ડિગ્રી મેળવી હતી.
સીપી રાધાકૃષ્ણન તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સાથે. તમિલનાડુમાં તેમના તમામ પક્ષો સાથે સારા સંબંધો હોવાનું માનવામાં આવે છે.
કુટુંબ: તેમની પત્નીનું નામ આર. સુમતિ છે, અને તેમને એક પુત્ર અને એક પુત્રી છે.
રાજકીય યાત્રા કેવી રહી?
RSS અને જનસંઘથી શરૂઆત : 16 વર્ષની ઉંમરે, 1973માં, રાધાકૃષ્ણન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સ્વયંસેવક બન્યા. 1974માં તેઓ ભારતીય જનસંઘની તમિલનાડુ રાજ્ય કાર્યકારિણીના સભ્ય બન્યા. 1996માં તેઓ ભાજપના તમિલનાડુ રાજ્ય સચિવ બન્યા.
એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રાધાકૃષ્ણન પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર સાથે.
લોકસભા સાંસદ : 1998 અને 1999માં તેમણે કોઈમ્બતુર લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતી. 1998માં 1.5 લાખ મતોના માર્જિનથી અને 1999માં 55,000 મતોના માર્જિનથી વિજય મેળવ્યો. આ ચૂંટણીઓ કોઈમ્બતુર બોમ્બ બ્લાસ્ટ બાદ થઈ હતી, જેના કારણે ભાજપની લોકપ્રિયતા વધી હતી.
તમિલનાડુ ભાજપ અધ્યક્ષ : 2004થી 2007 દરમિયાન તેમણે તમિલનાડુ ભાજપ અધ્યક્ષ તરીકે સેવા આપી અને 19,000 કિ.મી. લાંબી, 93 દિવસની ‘રથયાત્રા’ હાથ ધરી, જેમાં નદીઓને જોડવા, આતંકવાદ ખતમ કરવા, સમાન નાગરિક સંહિતા અને નશામુક્તિ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા.
કેરળ પ્રભારી : 2020થી 2022 સુધી તેઓ ભાજપના કેરળ પ્રભારી રહ્યા, જ્યાં તેમણે પાર્ટીનું સંગઠન મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
પ્રશાસનિક અને આંતરરાષ્ટ્રીય ભૂમિકાઓ કેવી રહી?
રાજ્યપાલ તરીકેની ભૂમિકા: રાધાકૃષ્ણન 2023માં ઝારખંડના રાજ્યપાલ બન્યા, જ્યાં તેમણે 4 મહિનામાં 24 જિલ્લાઓની મુલાકાત લઈને લોકો અને અધિકારીઓ સાથે સંવાદ સાધ્યો હતો. જુલાઈ 2024માં તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા, ઉપરાંત તેમણે તેલંગાણા અને પુડુચેરીના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ સંભાળ્યો.
રાધાકૃષ્ણન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હાર્દિક અને કૃણાલ પંડ્યા સાથે.
કોયર બોર્ડ : 2016થી 2020 દરમિયાન તેઓ કોચીના કોયર બોર્ડના અધ્યક્ષ હતા, જ્યાં તેમના કાર્યકાળમાં ભારતના કોયર નિકાસે 2,532 કરોડ રૂપિયાનો રેકોર્ડ બનાવ્યો.
આંતરરાષ્ટ્રીય ભૂમિકા : 2004માં તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને તાઈવાનની પ્રથમ સંસદીય યાત્રામાં સામેલ થયા.
રમતગમત અને વ્યક્તિગત રુચિઓ : રાધાકૃષ્ણન કોલેજમાં ટેબલ ટેનિસ ચેમ્પિયન અને લાંબી દોડના ખેલાડી હતા. તેમને ક્રિકેટ અને વોલીબોલમાં પણ રસ હતો.
તેમણે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, સ્પેન, જાપાન, ચીન, સિંગાપોર સહિત 20થી વધુ દેશોની મુલાકાત લીધી છે.
રાધાકૃષ્ણન તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રો સાથે રજનીકાંત સાથેની મુલાકાત દરમિયાન.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે 21 જુલાઈ 2025ના રોજ આરોગ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું, જેના પગલે 9 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. નામાંકનની અંતિમ તારીખ 21 ઓગસ્ટ છે.
NDAએ રાધાકૃષ્ણનની ઉમેદવારી માટે વિપક્ષી પાર્ટીઓ સાથે પણ ચર્ચા કરી છે, જેથી ચૂંટણી નિર્વિવાદ થાય.
જો રાધાકૃષ્ણન જીતે છે, તો તેઓ દક્ષિણ ભારતમાંથી પ્રથમ OBC ઉપરાષ્ટ્રપતિ અને તમિલનાડુમાંથી ત્રીજા ઉપરાષ્ટ્રપતિ હશે.
રાધાકૃષ્ણન એક ઉદ્યોગપતિ, ખેડૂત અને સમાજસેવી છે, જેઓ ખાસ કરીને ગારમેન્ટ નિકાસના વ્યવસાયમાં જાણીતા છે. તેમની કુલ સંપત્તિ 64.75 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો-સુરતમાં ફિલ્મી સ્ટાઈલમાં પોલીસનો દરોડો : મગદલ્લામાં 7 જુગારી ઝડપાયા, 52 હજારનો મુદ્દામાલ જપ્ત


