Dehradun: ભયાનક માર્ગ અકસ્માતમાં જવાબદાર કોણ..? પોલીસ પણ મુંઝવણમાં...
- ઉત્તરાખંડના દેહરાદૂન શહેરમાં ભયાનક માર્ગ અકસ્માત
- ઈનોવા કાર ટ્રક સાથે અથડાયા બાદ ધમાકા સાથે ઝાડ સાથે અથડાઈ
- અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા 6 યુવકોના મોત
- કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા
DehradunAccident : ઉત્તરાખંડના દેહરાદૂન શહેરમાં ONGC ચોક રોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત (DehradunAccident)થયો હતો. જ્યાં ઈનોવા કાર ટ્રક સાથે અથડાયા બાદ ધમાકા સાથે ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા 6 યુવકોના મોત થયા હતા, જેમાં 3 છોકરીઓ અને 3 છોકરાઓનો સમાવેશ થાય છે, પરંતુ આ અકસ્માત એટલા માટે હેડલાઇન્સમાં છે કારણ કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ ખરાબ હાલતમાં મળી આવ્યા હતા. બે મૃતકોના તો તેમના માથા ધડથી અલગ થઇ ગયા હતા. કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા
6 યુવાનોના મોત માટે કોને જવાબદાર કોણ
અકસ્માતનમાં નવી નકોર ઈનોવા કાર સંપૂર્ણ નાશ પામી હતી. બીજી તરફ આ મામલામાં ચોંકાવનારી વાત એ છે કે મૃતકના પરિવારજનોએ હજુ સુધી ફરિયાદ નોંધાવી નથી, તેથી એફઆઈઆર નોંધાઈ નથી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માતમાં ડ્રાઈવરની કોઈ ભૂલ નથી. દરમિયાન, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે, જે કંઈક અલગ જ કહાની કહી રહ્યા છે. આવી સ્થિતિમાં પોલીસ સમક્ષ મોટો પ્રશ્ન એ છે કે અકસ્માત માટે જવાબદાર કોણ? 6 યુવાનોના મોત માટે કોને જવાબદાર ઠેરવવા?
આ પણ વાંચો----Uttarakhand : દેહરાદૂનમાં કાર રોકેટની જેમ ઉડી! 6 ના મોત
અકસ્માતમાં ડ્રાઈવરની કોઈ ભૂલ નથી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેહરાદૂન કેન્ટ પોલીસ સ્ટેશનના અધિકારી કહે છે કે તેઓ કેસ નોંધતા પહેલા પરિવારોની ફરિયાદની રાહ જોઈ રહ્યા છે. પીડિતાના પરિવારજનોએ હજુ સુધી ફરિયાદ નોંધાવી નથી જેના આધારે કેસ નોંધી શકાય. આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરવા અંગે પોલીસ તેમના સ્તરે સલાહ લઈ રહી છે, પરંતુ તે સ્પષ્ટ છે કે આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરની કોઈ ભૂલ નથી, કારણ કે તેજ ગતિએ જઈ રહેલી કાર ટ્રકની પાછળની ડાબી બાજુએ અથડાઈ હતી.
6 youngsters lost their lives in an accident in Dehradun. After d party,every1 left in a car.
After being overdrunk,they tried to overtake a BMW as if they were participating in #Olympics to win d race.
It was nothing but $u!c!de.#DehradunAccident #InnovaAccident #innova pic.twitter.com/hGSxJm3FFm— Dr R.Tripathi(BJP) (@Vairagi2288) November 15, 2024
અકસ્માતમાં એક યુવકને ગંભીર ઇજા
કાર ચલાવતા યુવકે પણ જીવ ગુમાવ્યો હતો, તેથી તેને કાયદા હેઠળ જવાબદાર ઠેરવી શકાય નહીં. આ કેસમાં સંભવિત કાર્યવાહી જાણવા માટે પોલીસ કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઈ રહી છે. અકસ્માતમાં બચી ગયેલો યુવક સિદ્ધવેશ અગ્રવાલ હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે, પરંતુ તેની હાલત સ્થિર છે. માથામાં ગંભીર ઇજાઓને કારણે, તે ઘટના વિશે કંઈપણ કહી શકતો નથી અને તેને તપાસકર્તાઓ સાથે વાત કરવામાં સમય લાગી શકે છે. તેથી પોલીસને આ કેસ ઉકેલવામાં સમય લાગી શકે છે.
વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજથી પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ મીડિયા પર એક CCTV ફૂટેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અકસ્માતમાં માર્યા ગયેલા લોકો પાર્ટી કરતા જોવા મળે છે. આ પાર્ટી નવી કારની ઉજવણી કરવાની હતી. અકસ્માત સ્થળની આસપાસ લગાવેલા સીસીટીવીને સ્કેન કરવા પર જાણવા મળ્યું હતું કે અકસ્માત પહેલા કાર પૂર્વ રાજપુર રોડ, સહારનપુર ચોક, કોવલી રોડ, બલ્લીવાલાથી બલ્લુપુર અને પોલીસ પોઈન્ટ પરથી વધુ ઝડપે પસાર થઈ હતી. કિશનનગર ચોકડીથી ઓએનજીસી ચોકડી તરફ કન્ટેનર ટ્રક સામાન્ય ઝડપે આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે ઈજાગ્રસ્ત યુવકના માધ્યમથી જ અકસ્માત અંગે કંઈક સ્પષ્ટ થઈ શકશે
આ પણ વાંચો---.Road Accident : ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, 3 મહિલા સહિત 5 લોકોના મોત


