Pushpa-2 ની શ્રીલીલા કોણ છે? જેની ઈન્ટરનેટ પર થઈ રહી છે ચર્ચા
- Pushpa-2 ની લોકો કાગડોળો વાટ જોઈ રહ્યા છે
- ફિલ્મને લઈ બસ અત્યારથી જ ભારે ચર્ચા છે
- સોશિયલ મીડિયા એક અભિનેત્રીનો ફોટો થયો વાયરલ
Pushpa-2:સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન(Allu Arjun)ની ફિલ્મ Pushpa-2ને લોકો કાગડોળો વાટ જોઈ રહ્યા છે. આ ફિલ્મ રિલીઝ થવામાં હવે વધુ સમય નથી. આવામાં ફિલ્મને લઈ બસ અત્યારથી જ ભારે ચર્ચા છે. આ દરમિયાન હવે સોશિયલ મીડિયા પર ફિલ્મથી એક અભિનેત્રીનો ફોટો લીક થઈ ગયો છે, અને સાથે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આખરે આ સુંદરી કોણ છે? જાણીએ.
કોણ છે શ્રીલીલા
મળતી માહિતી અનુસાર, જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તે અન્ય કોઈ નહીં પણ અભિનેત્રી શ્રીલીલા (Sreeleela) છે. હા, શ્રીલીલા ખૂબ જ જાણીતી અભિનેત્રી છે. શ્રીલીલા એક ભારતીય-અમેરિકન અભિનેત્રી છે જે કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં દેખાય છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ-2019માં કરી હતી. શ્રીલીલાનો જન્મ 14 જૂનના રોજ વર્ષ-2001માં થયો હતો. આ સમયે, હવે તેણે અલ્લુ અર્જુનનું કર્યું છે.
'પુષ્પા 2'
મળતી માહિતી અનુસાર, હવે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે શ્રીલીલા 'પુષ્પા 2' માં એક આઈટમ સોંગ કરવા જઈ રહી છે. આ જાણકારી શ્રીલીલાએ પોતે આપી છે. શ્રીલીલાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે ફિલ્મના તેના લૂકની પોસ્ટ રજૂ કરી છે. આ પોસ્ટ આવતાં જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અને ઈન્ટરનેટ પર યુઝર્સે તેની ખૂબ પ્રશંસા કરવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો -Mithun Chakraborty: સલમાન-શાહરૂખ બાદ મિથુન ચક્રવર્તીને મળી ધમકી
યુર્ઝસે આપી પ્રતિક્રિયા
આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે આ વખતે કંઈક મોટું થવાનું છે. અન્ય યુઝરે કહ્યું કે મજા આવશે. ત્રીજા યુઝર્સે ટિપ્પણી કરી કે થિયેટરોમાં અંધાધૂંધી થશે. અન્ય યુઝરે કહ્યું કે તે હવે આની રાહ જોઈ શકતો નથી. બીજાએ કહ્યું કે મજા આવી. આ પોસ્ટ પર યુઝર્સે આવી કોમેન્ટ્સ કરી છે.
આ પણ વાંચો -પ્રખ્યાત તમિલ અભિનેતાનું મૃત્યુ, Kamal Haasan ના સાથે પણ કરી ચૂક્યા છે કામ...
'પુષ્પા 2' બોક્સ ઓફિસ પર ધમાકેદાર સાબિત થઈ શકે છે
નોંધનીય છે કે અલ્લુ અર્જુનની ફિલ્મની રિલીઝની સૌ રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ પણ ડિસેમ્બરમાં રિલીઝ માટે તૈયાર છે. હા, આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે. જોવાનું એ રહે છે કે આ ફિલ્મ શરૂઆતના દિવસે કેટલી કમાણી કરે છે. અને એ પણ કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કયા રેકોર્ડ તોડે છે અને કયા નવા રેકોર્ડ બનાવે છે. હવે આ પણ સમય સાથે જ ખબર પડશે.
આ પણ વાંચો -Mrs. India Galaxy 2024 ની વિજેતા પણ લવ-જેહાદનો શિકાર, બીફ અને નમાઝ....
ફિલ્મ પણ ડિસેમ્બરમાં રિલીઝ માટે તૈયાર
ઉલ્લેખનીય છે કે, અલ્લુ અર્જુનની ફિલ્મની રિલીઝની સૌ રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ પણ ડિસેમ્બરમાં રિલીઝ માટે તૈયાર છે. હા, આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે. જોવાનું એ રહે છે કે આ ફિલ્મ શરૂઆતના દિવસે કેટલી કમાણી કરે છે. અને એ પણ કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કયા રેકોર્ડ તોડે છે અને કયા નવા રેકોર્ડ બનાવે છે.