ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદના વટવામાં ઈમરાન શેખે કેમ મહિલા ઉપર કર્યું ફાયરિંગ?

ફાયરિંગ કરીને ફરાર ઈમરાન અને ટોળકીને અમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી હતી
09:23 PM Aug 14, 2025 IST | Mujahid Tunvar
ફાયરિંગ કરીને ફરાર ઈમરાન અને ટોળકીને અમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી હતી

અમદાવાદ: અમદાવાદના વટવા વિસ્તારમાં મહિલા પર થયેલા ફાયરિંગ મામલે ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ઇમરાન શેખ ઉર્ફે ગામડિયો છે. આ કિસ્સામાં દસમી ઓગસ્ટના રોજ વહેલી સવારે પાંચ કલાકે વટવા ચાર માળિયામાં રહેતી સાહિસ્તા બાનુના ઘરે જઈને ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું. જે મામલે વટવા પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.

મુખ્ય આરોપી ઈમરાન શેખ

ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસે ત્રણ દેશી તમંચો , 4 ખાલી કારતુસ 1 જીવતો, ત્રણ છરા હથિયારો અને તીક્ષ્ણ હથિયાર મળી આવતા અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કર્યા બાદ જે મહિલાના ઘરે ફાયરિંગ કર્યું હતું ત્યાં લઈ જઈને ઘટનાની તપાસ કરી પંચનામું કર્યું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કિસ્સામાં મુખ્ય આરોપી ઇમરાન શેખ છે. જેની સામે ફરિયાદી સાહિસ્તા બાનુ એ બે વર્ષ પહેલાં વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં આરોપી ઇમરાન સાબરમતી જેલમાં બંધ આ તો અને દસ દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને આવ્યો છે. જેનો બદલો લેવા માટે ઇમરાને 10 તારીખે જ સાહિસ્તા બાનુંના ઘરે જઈને માથાકૂટ કરી હતી.

આ પણ વાંચો- જૂનાગઢ : પોલીસને દેવાયત ખવડની મળી ફોર્ચ્યુનર-ક્રેટા કાર, હવે થશે દૂધનું દૂધ પાણીનું પાણી

જેથી તે સમયે ફરિયાદી મહિલાએ પોલીસને બોલાવી જેના કારણે આરોપી ક્યાંથી ભાગી છૂટ્યા હતાં. આ ઘટના બન્યા પછી ફરિયાદી મહિલાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી જેમાં આરોપીને ભગાડી મૂક્યા હોવાનો દાવો કર્યો હતો. જે વાતની ખુન્નસ આરોપી ઇમરાન અને તેના સાગરીતો એ આ મહિલાના ઘરે જઈને કારતુસ વડે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જોકે આ ફાયરિંગમાં કોઈ ઈજા થઈ ન હતી. જે ફાયરિંગની ઘટના મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા

આ ઘટનામાં આરોપીને શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ કામે લાગી હતી. જેમાં પાંચ આરોપી ઝડપાયા છે. જેમાં મુખ્ય આરોપી ઇમરાન શેખ ઉર્ફે ગામડિયો, મહંમદ કલીમ ઉર્ફે ભૈયા અકબર ખાન પઠાણ, સદ્દામ સુલતાન ખાન પઠાણ, મુનાફ ઉર્ફે મોહમ્મદ ઈકબાલ છીપા, લઈક હુસેન અન્સારીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી કુખ્યાત ગુનેગાર છે. તેમની સામે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા છે. આરોપી ઇમરાનની સામે 10 ગુના નોંધાઈ ચૂક્યા છે અને 7 વાર પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે, મહંમદ કલીમની સામે 34 ગુના નોંધાયા છે અને 8 વાર પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે, આરોપી લઈક અન્સારીની સામે 12 ગુના નોંધાયા છે અને બે વાર પાછા હેઠળ અને એક વાર તડીપાર થઈ ચૂકેલ છે, આરોપી સદ્દામની સામે 2 અને આરોપી મુનાફ સામે એક ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલ આરોપીઓને ફાયરિંગના ઘટના સ્થળે લઈ જઈને પંચનામું પણ કર્યું જે દરમિયાન નાટ્યાત્મક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. કારણ કે આરોપીઓને જોઈને ફરિયાદી શાહીસ્તા બાનુંએ પોતાનો બાળાપો કાઢ્યો અને આરોપીઓ સામે બંગડીઓ ફેંકી હતી.

આ પણ વાંચો-સોમનાથમાં કોરિડોર ડિમોલિશનનો ભય! રાત જાગીને યુવાનો કરી રહ્યા છે દુઃખહરણ મંદિરનો પહેરો

Tags :
#Imran Sheikh#Vatwa FiringAhmedabad Crime BranchAhmedabad PoliceRansom Demand
Next Article