ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજવી યુવરાજ સાહેબે રાજપૂત સમાજની ગોષ્ટીમાં જયરાજસિંહ પરમારને કેમ ખખડાવ્યા?

માણસામાં રાજપૂત સમાજનો ગુસ્સો: યુવરાજ યોગરાજસિંહે જયરાજસિંહને આપી ચેતવણી  
11:36 PM Aug 11, 2025 IST | Mujahid Tunvar
માણસામાં રાજપૂત સમાજનો ગુસ્સો: યુવરાજ યોગરાજસિંહે જયરાજસિંહને આપી ચેતવણી  

માણસા: ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે રાજપૂત સમાજની એક ગોષ્ટિનું આયોજન માણસા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા નેતા જયરાજસિંહ પરમારે રાજપૂત સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. તેમણે રાજપૂત સમાજના ઇતિહાસ અને વિરાસત વિશે ખોટી માહિતી રજૂ કરી હોવાનો આરોપ લાગ્યો છે. આના જવાબમાં માણસાના રાજવી પરિવારના યુવરાજ યોગરાજસિંહ રાઓલે જયરાજસિંહ પરમારની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી અને તેમને રાજપૂત સમાજનો ખોટો ઇતિહાસ ન રજૂ કરવાની સ્પષ્ટ ચેતવણી આપી દીધી હતી.

સાહેબે કહ્યું- ખોટી માહિતી ન આપો

યોગરાજસિંહ રાઓલે કાર્યક્રમમાં હાજર રહેલા રાજપૂત સમાજના લોકો સમક્ષ જણાવ્યું, “ખોટી માહિતી ન આપો. તમે રાજપૂતોનો ઇતિહાસ ખોટો રજૂ ન કરો.” તેમણે જયરાજસિંહ પરમારના નિવેદનોને સમાજની અસ્મિતા અને ગૌરવ સામે અપમાનજનક ગણાવ્યા અને કડક ભાષામાં તેમની ટીકા કરી. યોગરાજસિંહે ભારપૂર્વક જણાવ્યું કે રાજપૂત સમાજની વીરતા અને બલિદાનનો ઇતિહાસ ગૌરવપૂર્ણ છે અને તેની સાથે ચેડાં સહન કરવામાં આવશે નહીં.

જ્યારે જયરાજસિંહ પરમાર સ્ટેજ ઉપર ઉભા રહીને પોતાના સમાજ વિશે વાત કરી રહ્યાં હતા. તે સમયે જ તેમની વાતને વચ્ચે રોકીને જ તેમને ખોટો ઇતિહાસ રજૂ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન જયરાજ સિંહ કહેતા રહ્યાં હતા કે, મારી પણ થોડી વાત સાંભળી લો.. જયરાજ સિંહે કહ્યું હતુ કે, બ્રાહ્મણ, ક્ષેત્રિય અને વૈશ્ય અને શૂદ્રોમાં આપણા ભાગે માત્ર લડાઈ હતી.

આ પણ વાંચો-Lord Krishna 108 Names: જન્માષ્ટમીમાં ભગવાન કૃષ્ણના 108 નામનો જાપ કરો, મનોકામના થશે પૂર્ણ!

આ ઘટનાએ માણસા અને ગાંધીનગર જિલ્લામાં રાજપૂત સમાજમાં ભારે ચર્ચા જગાવી છે. જયરાજસિંહ પરમાર, જેઓ અગાઉ કોંગ્રેસના પ્રવક્તા હતા અને હવે ભાજપ સાથે જોડાયેલા છે, તેમના નિવેદનોને રાજપૂત સમાજે અપમાનજનક ગણાવ્યા છે. આ ઘટના ખાસ કરીને રાજકીય રીતે સંવેદનશીલ બની છે, કારણ કે જયરાજસિંહ પરમારે ભાજપના પ્લેટફોર્મ પરથી આ નિવેદનો આપ્યા હોવાનું માનવામાં આવે છે.

રાજપૂત સમાજના ઇતિહાસ પ્રત્યેની સંવેદનશીલતા

માણસાના રાજવી યુવરાજ યોગરાજસિંહ રાઓલની આ ઝાટકણીએ સ્થાનિક રાજપૂત સમાજમાં તેમની લોકપ્રિયતા વધારી શકે છે. રાજપૂત સમાજના યુવાનો અને આગેવાનોએ યોગરાજસિંહના આ હસ્તક્ષેપની પ્રશંસા કરી છે, અને ઘણાએ તેમને સમાજના સ્વાભિમાનનું રક્ષણ કરનાર નેતા તરીકે ગણાવ્યા છે. આ ઘટનાએ રાજપૂત સમાજની એકતા અને તેમના ઇતિહાસ પ્રત્યેની સંવેદનશીલતા તરીકે જોવામાં આવી રહી છે.

આ ઘટના રાજપૂત સમાજની સંવેદનશીલતાને લઈને ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે ગુજરાતમાં રાજપૂત સમાજ અગાઉ પણ ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને રોષે ભરાયો હતો. રૂપાલાએ રાજપૂત સમાજની બહેન-દીકરીઓ અને ઇતિહાસ વિશે અયોગ્ય ટિપ્પણી કરી હોવાનો આરોપ લાગ્યો હતો, જેના કારણે સમાજે રાજકોટ લોકસભા બેઠક પરથી તેમની ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી. આ પૃષ્ઠભૂમિમાં, જયરાજસિંહ પરમારના નિવેદનોને રાજપૂત સમાજે વધુ એક અપમાન તરીકે જોયું, જેના જવાબમાં યોગરાજસિંહ રાઓલે રોકડું પરખાવ્યું છે.

આ પણ વાંચો-અમરેલી પોલીસની માનવતા: ફસાયેલા પરિવાર માટે અડધી રાત્રે દેવદૂત બનીને આવ્યા PI

જયરાજસિંહ પરમાર ગુજરાતના એક અગ્રણી રાજકીય નેતા છે, જેઓ અગાઉ કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રવક્તા તરીકે જાણીતા હતા અને હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે જોડાયેલા છે. તેઓ ઉત્તર ગુજરાતમાં રાજપૂત (ક્ષત્રિય) સમાજનું મુખ્ય નેતૃત્વ ગણાતા હતા અને તેમની રાજકીય કારકિર્દી 35 વર્ષથી વધુ સમયની છે.

રાજકીય કારકિર્દીની કોંગ્રેસ સાથેની શરૂઆત

જયરાજસિંહ પરમારે 37 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી સાથે કામ કર્યું હતું. તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા તરીકે સક્રિય હતા અને ટીવી ડિબેટ્સમાં આક્રમક રીતે ભાજપના નેતાઓ સામે પક્ષનો પક્ષ રજૂ કરતા હતા. ચાર વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓમાં ટિકિટનું વચન મળ્યા બાદ પણ ટિકિટ ન મળવાથી નારાજ થઈને તેમણે 2022માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. તેમણે સોશિયલ મીડિયા પર બે પાનાનો પત્ર પોસ્ટ કરીને પક્ષની નિષ્ક્રિયતા અને આંતરિક વિવાદો પર નારાજગી વ્યક્ત કરી હતી.

ભાજપમાં પ્રવેશ

22 ફેબ્રુઆરી 2022ના રોજ, જયરાજસિંહ પરમારે ગાંધીનગરના કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરીને પક્ષમાં જોડાયા. તેમની સાથે તેમના સમર્થકો અને મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના અન્ય કોંગ્રેસ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ રાજકીય હોદ્દાની અપેક્ષા વિના ભાજપમાં જોડાયા છે, પરંતુ સૂત્રો અનુસાર, તેમને બોર્ડ અથવા નિગમમાં સ્થાન આપવાની ચર્ચા હતી.

આ પણ વાંચો-SabarDairy : 61 મી સાધારણ સભા યોજાઈ, ભાવફેર તફાવતનાં 158 કરોડ દૂધ ઉત્પાદકોને ચૂકવાશે

Tags :
#JayarajsinhParmar#MansaRajvi#YograjsinhRaolBJPCongressMansaRajputSamajજયરાજસિંહ પરમાર
Next Article