અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump ના પુત્રએ કેમ કહ્યું - મારા પિતા મૃત્યુ પામ્યા ?
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હર હંમેશા વિવાદોમાં રહેતા હોય છે. ત્યારે હવે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ એક ટ્વીટ કરીને સૌ કોઇને ચોંકાવી દીધા છે. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના X એકાઉન્ટ પર લખવામાં આવ્યું છે કે તેમના પિતાનું અવસાન થયું છે. આ સમાચાર આવ્યા બાદ સૌ કોઇ ચોંકી ગયા હતા. જોકે આ અંગે બાદમાં માલૂમ પડ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરનું એક્સ એકાઉન્ટ બુધવારે હેક કરવામાં આવ્યું હતું.
હેકર્સે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રનું X એકાઉન્ટ હેક
ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરનું એક્સ એકાઉન્ટ હેક થયા બાદ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ઘણી ભ્રામક ટ્વીટ કરવામાં આવી હતી. આ દરમિયાન એક પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે તેના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનું અવસાન થયું છે. આ ટ્વીટથી દુનિયાભરના યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવવા લાગી. હેકર્સે જુનિયરના એકાઉન્ટમાંથી સવારે 8:25 વાગ્યે પહેલું ટ્વિટ મોકલ્યું હતું. તેણે ખોટો દાવો કર્યો હતો કે, 'મારા પિતા ડોનાલ્ડ ટ્રમ્પનું નિધન થયું હોવાની જાહેરાત કરતાં મને દુઃખ થાય છે. હવે 2024માં હું રાષ્ટ્રપતિની રેસમાં ભાગ લેવાનો છું. ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના એકાઉન્ટમાંથી સતત વાંધાજનક પોસ્ટ કરવામાં આવી રહી છે. તેના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું મૃત્યુ થયું છે, તે ફેક છે. આ એકાઉન્ટમાંથી અનેક પ્રકારની પોસ્ટ કરવામાં આવી રહી છે. આમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેનને ગાળો આપવામાં આવી રહી છે. આ સિવાય ટેસ્લા અને એક્સના માલિક એલોન મસ્ક વિશે પણ એક પોસ્ટ કરવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ પરથી સત્ય બહાર આવ્યું
દરમિયાન, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની પોસ્ટે પોતે જ પુષ્ટિ કરી છે કે તેઓ જીવિત છે. ટ્રમ્પે સવારે 8:46 વાગ્યે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરી હતી. ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટ તેમના મૃત્યુના ખોટા સમાચારના અડધા કલાક પછી આવી છે. આ પહેલા પણ તેમના વિશે ઘણી અટકળો શરૂ થઈ હતી. જણાવી દઈએ કે નેશનલ પલ્સનો રહીમ કાસમ જુનિયરના X એકાઉન્ટ હેકની જાણ કરનાર પ્રથમ વ્યક્તિ હતો. બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરની ટીમે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિના મૃત્યુના ખોટા સમાચારને સંપૂર્ણપણે નકલી જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Global Recession : અમેરિકાએ સંભાળ્યું… પણ હવે ચીને વધારી ચિંતા, 2024 માં શું થશે ?


