ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શું બેલેટ પેપરથી દેશમાં થશે ચૂંટણી? અરજી અંગે સુપ્રીમ કોર્ટે આપ્યો ખુબ મોટો આદેશ

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પીબી વરાલેની બેંચે અરજી ફગાવતા ટિપ્પણી કરી કે, જ્યારે તમે જીતો છો તો ઇવીએમ યોગ્ય છે. જો કે જ્યારે હારી જાઓ છો તો કહે છે કે ઇવીએમ સાથે છેડછાડ થઇ છે.
07:43 PM Nov 26, 2024 IST | KRUTARTH JOSHI
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પીબી વરાલેની બેંચે અરજી ફગાવતા ટિપ્પણી કરી કે, જ્યારે તમે જીતો છો તો ઇવીએમ યોગ્ય છે. જો કે જ્યારે હારી જાઓ છો તો કહે છે કે ઇવીએમ સાથે છેડછાડ થઇ છે.

નવી દિલ્હી :  સુપ્રીમ કોર્ટે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ વાળી જનહિત અરજી ફગાવી દીધી છે. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા નેતાઓને ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણાવી શકાય.

જ્યારે જીતો ત્યારે EVM સાચા અને હારો ત્યારે ખોટા

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પીબી વરાલેની બેંચે અરજી ફગાવતા ટિપ્પણી કરી કે જ્યારે તમે જીતો છો તો ઇવીએમ સાચા છે પરંતુ જ્યારે હારી જાઓ છો તો કહો છો કે ઇવીએમ સાથે છેડછાડ થઇ છે. આ અરજી ડૉ. કેએ પોલે દાખલ કરી હતી. તેમણે પોતાની અરજીમાં ન માત્ર બેલેટ પેપરથી વોટિંગ કરાવવાની માંગ કરી હતી, પરંતુ ચૂંટણી દરમિયાન પૈસા અને દારુ વહેંચવાના દોષિત સાબિત થાય તો તે ઉમેદવારને ઓછામાં ઓછા પાંચ વર્ષની સજા ફટકારવાની પણ માંગ કરી હતી.

આ પણ વાંચો : જો આવું નહીં થાય તો કોંગ્રેસ ચલાવશે દેશવ્યાપી અભિયાન, કોંગ્રેસ અધ્યક્ષની જાહેરાત...

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી પરંતુ હેલ્ધી ચર્ચા જરૂર કરી

સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવતા જણાવ્યું કે, તમારી અરજીઓ રસપ્રદ છે. તમને યોગ્ય રીતે આઇડિયા ક્યાંથી મળ્યા? પોલે જણાવ્યું કે, તેઓ 150 કરતા વધારે દેશોની યાત્રા કરી ચુક્યા છે. તો કોર્ટે તેમને પુછ્યું કે, ત્યાં ઇવીએમ દ્વારા મતદાન થાય છે કે બેલેટ પેપરથી. ત્યારે પોલે જણાવ્યું કે, મોટા ભાગના દેશોમાં બેલેટ પેપરથી વોટિંગ થાય છે અને ભારતમાં પણ તેવું થવું જોઇએ.

શું બેલેટ પેપરથી મતદાન થાય તો ભ્રષ્ટાચાર નહી થાય?

પોલે તર્ક આપતા જણાવ્યું કે, ભ્રષ્ટાચારના કારણે બેલેટ પેપર દ્વારા વોટિંગ કરાવવું જોઇએ. આ જ વર્ષે જુનમાં ચૂંટણી પંચે 9 હજાર કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. કોર્ટે સવાલ કર્યો હતો કે, જો બેલેટ પેપર દ્વારા વોટિંગ થશે ત્યારે શું કોઇ ભ્રષ્ટાચાર નહીં થાય? પોલે દાવો કર્યો કે, ટેસ્લાના સીઇઓ એલન મસ્ક પણ કહી ચુક્યા છે કે, ઇવીએમની સાથે છેડછાડ કરવામાં આવી શકે છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાડયુ અને પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડી પણ ઇવીએમની સાથે છેડછાડની વાત કરી ચુક્યા છે. આ અંગે બેંચે કહ્યું કે, જ્યારે નાયડૂ ચૂંટણી હારી ગયા તો તેમણે કહ્યું કે, ઇવીએમની સાથે છેડછાડ થઇ છે.

આ પણ વાંચો : Khyati hospital : 'કાંડ' બાદ અટ્ટહાસ્ય કરતો ડાયરેક્ટર ચિરાગ રાજપૂત આખરે સકંજામાં, 5 આરોપીની ધરપકડ

Tags :
Ballot PaperBan EVMGujarat FirstGujarati NewsJustice P.B VaraleJustice Vikram NathSupreme CourtSupreme court About EVM
Next Article