Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : ગિરનાર પરિક્રમા રદ થશે કે નહીં? તંત્રે ભાવિકોને કરી ખાસ અપીલ

Junagadh : જૂનાગઢમાં વર્ષોથી ચાલી આવતી લીલી પરિક્રમા ઉપર પણ કમોસમી વરસાદના કારણે સંકટ ઉભું થયું છે. ગિરનારમાં પડેલા ધોધમાર વરસાદના કારણે લીલી પરિક્રમા રૂટ ખોરવાઈ જવાના કારણે તંત્ર પોતે જ અસંમજસની સ્થિતિમાં મૂકાઈ ગયું છે, આ બાબતે હવે તંત્ર દ્વારા ભાવિકોને અપીલ કરવામાં આવી છે કે 31 ઓક્ટોબર સુધી તેઓ લીલી પરિક્રમા માટે આવે નહીં. તે ઉપરાંત તંત્રએ લીલી પરિક્રમા વિશે અન્ય મહત્વપૂર્ણ જાણકારી પણ આપી છે, તો વાંચો સંપૂર્ણ અહેવાલ
junagadh   ગિરનાર પરિક્રમા રદ થશે કે નહીં  તંત્રે ભાવિકોને કરી ખાસ અપીલ
Advertisement
  • Junagadh : ગિરનાર લીલી પરિક્રમા પર વરસાદનું કાળું વાદળ : તંત્રની અપીલ – 31 ઓક્ટોબર સુધી ભાવિકોને ન આવવા અપીલ  
  • જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા રદ થશે કે નહીં? વરસાદની સ્થિતિ 31 તારીખે થશે સ્પષ્ટ
  • વરસાદી સંકટમાં ગિરનાર પરિક્રમા : તંત્રે ભાવિકોને કરી અપીલ, 2 નવેમ્બરથી પ્રવેશની શક્યતા
  • ગિરનારની લીલી પરિક્રમા પર અનિશ્ચિતતા : 65 અન્નક્ષેત્રો જ મંજૂરી માંગી, વરસાદ પડશે તો રદ – તંત્રની જાહેરાત
  • જૂનાગઢ ગિરનારમાં વરસાદનો અંત? પરિક્રમા માટે 31 ઓક્ટોબરની રાહ, ભાવિકોને ન આવવાની અપીલ

જૂનાગઢ : ગિરનાર પરિક્રિમાનો 36 કિલોમીટર લાંબો રૂટ કમોસમી વરસાદના કારણે ખોરવાઈ ગયો હોવાની માહિતી સામે આવી રહી છે. તેથી લીલી પરિક્રમા યોજાશે કે નહીં તેને લઈને અસંજમસની સ્થિતિ ઉભી થઈ છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી વાદળો છવાયેલા છે, જેની અસર જૂનાગઢ અને ગિરનાર પર્વત પર પડી છે. આ કમોસમી વરસાદને કારણે ગિરનારની પ્રસિદ્ધ લીલી પરિક્રમા પર અનિશ્ચિતતાનું વાદળ ઘેરાઈ ગયું છે. જિલ્લા વહીવટી તંત્રે આજે જાહેરાત કરીને પરિક્રમાર્થીઓ અને ભાવિકોને જ્યાં સુધી સત્તાવાર નિર્ણય ન થાય ત્યાં સુધી જૂનાગઢ આવવાનું ટાળવાની અપીલ કરી છે. 31 ઓક્ટોબરના વરસાદની સ્થિતિ જોઈને તંત્ર અંતિમ નિર્ણય લેશે, જેમાં વરસાદ પડશે તો પરિક્રમા રદ કરવામાં આવશે.

Advertisement

આ અપીલ વરસાદી વાદળો અને રસ્તાઓના નુકસાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જો વરસાદ ન પડે તો તાબડતોબ રસ્તા રીપેરિંગની કામગીરી શરૂ કરીને પરિક્રમા માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે. જો પરિક્રમા શરૂ રાખવાનો નિર્ણય થશે તો 2 નવેમ્બરથી પરિક્રમાર્થીઓને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. અગાઉથી જ તંત્રે ભાવિકોને જૂનાગઢ ન આવવા અપીલ કરી છે, કારણ કે ગિરનારના જંગલમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. "ભાવિકોની સુરક્ષા અને વ્યવસ્થા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદી સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી ધીરજ રાખવાનું કહેવામાં આવ્યું છે.

Advertisement

આ વખતે પરિક્રમા માટે અન્નક્ષેત્રોની વ્યવસ્થા પણ અલગ છે. દર વખતની સરખામણીએ આ વખતે અન્નક્ષેત્રની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી છે. ગત વર્ષે 95 અન્નક્ષેત્રને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે આ વખતે માત્ર 65 અન્નક્ષેત્રોએ જ મંજૂરી માટે માંગણી કરી છે. વરસાદના કારણે પરિક્રમાના માર્ગ પર અન્નક્ષેત્રોની સામગ્રી લઈ જવા વાહનો લઈ જવાનું પણ ટાળવાની વિનંતી કરવામાં આવી છે. વ્યવસ્થા સંભાળતા તંત્રે જણાવ્યું કે ગત વર્ષ જેવી વ્યાપક વ્યવસ્થા આ વખતે અંદર નહીં થઈ શકે, તેથી ભાવિકોને તાત્કાલિક અપડેટ માટે સત્તાવાર વેબસાઈટ અને સમાચાર માધ્યમો પર નજર રાખવાની સલાહ આપી છે.

ગિરનારની લીલી પરિક્રમા એક લોકપ્રિય આસ્થાની યાત્રા છે, જે 36 કિમીના માર્ગ પરથી પસાર થાય છે અને હિન્દુ-જૈન ભાવિકો માટે અત્યંત મહત્વની છે. વરસાદ પછીના લીલાછમ જંગલોમાં આ પરિક્રમા કરવાની માન્યતા છે, પરંતુ આ વખતે કમોસમી વરસાદે આયોજનને જોખમમાં મુકી દીધું છે. ભાવિકોમાં અસ્વસ્થા જોવા મળી રહી છે. જો પરિક્રમા રદ ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ વિશે પણ ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો- Gir Somnath : કમોસમી વરસાદનો કહેર, ખેડૂતોની મગફળી ગટરોમાં વહી ગઈ

Tags :
Advertisement

.

×