Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું ગુજરાતમાં થશે આતંકી હુમલો? અમદાવાદથી પકડાયા 3 શંકાસ્પદ યુવકો

ગુજરાતમાં હાલ રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. પંરતુ તે પહેલા મોટી હલચલ થઈ છે. રથયાત્રા પહેલા જ આતંકી હુમલાની ભીતિ સેવાઈ રહી છે. કારણ કે, અમદાવાદના નારોલ વિસ્તારમાંથી 3 શંકાસ્પદ લોકોની અટકાયત ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીના...
શું ગુજરાતમાં થશે આતંકી હુમલો  અમદાવાદથી પકડાયા 3 શંકાસ્પદ યુવકો
Advertisement

ગુજરાતમાં હાલ રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. પંરતુ તે પહેલા મોટી હલચલ થઈ છે. રથયાત્રા પહેલા જ આતંકી હુમલાની ભીતિ સેવાઈ રહી છે. કારણ કે, અમદાવાદના નારોલ વિસ્તારમાંથી 3 શંકાસ્પદ લોકોની અટકાયત ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીના ઈનપુટ બાદ ગુપ્ત ઓપરેશન હાથ ધરાયુ હતું, જેના બાદ આ અટકાયત કરાઈ છે.

IB ના એલર્ટ બાદ ગુજરાત એટીએસએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. નારોલમાંથી 3 શંકાસ્પદ યુવકોની અટકાયત કરવામાં આવી છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન કનેક્શનના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. હુમલાના ઈનપુટ મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અટકાયત કરેલા 3 યુવકો સાથે સંકળાયેલા અન્ય લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી છે. પકડાયેલા 3 યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. આ યુવકો કેવી રીતે ગુજરાત આવ્યા અને શા માટે આવ્યા તેની તપાસ હાથ ધરાઈ છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, નારોલના ઔદ્યોગિક વિસ્તારમાંથી ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. નારોલ અને ચંડોળા તળાવની આસપાસ પહેલાથી જ અનેક બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે વસે છે. તેથી છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓનું સર્વેલન્સ ચાલી રહ્યુ હતું. આખરે ઈનપુટના આધારે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આપણ  વાંચો-રાજકોટ લોધિકા સંઘ વાઇસ ચેરમનના રાજીનામાં મામલે રાજકારણ ગરમાયુ, જાણો

Advertisement

.

×