Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું UPI સર્વિસ ફ્રી રહેશે? RBIના ગવર્નરે આપ્યો આ જવાબ,જાણો

UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) સેવા હંમેશા મફત હોઈ શકતી નથી
શું upi સર્વિસ ફ્રી રહેશે  rbiના ગવર્નરે આપ્યો આ જવાબ જાણો
Advertisement

UPI : ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વૈશ્વિક ટેરિફ અનિશ્ચિતતાઓ અને આર્થિક પડકારોના સમયમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને રેપો રેટ (Repo Rate) ને 5.5 ટકા પર સ્થિર રાખ્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 4 ઓગસ્ટ, 2025થી શરૂ થયેલી નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક બાદ રેપો રેટ યથાવતની જાહેરાત કરી હતી, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં ગવર્નર સંજ્ય મલ્હોત્રાએ કહ્યું કે કે UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) સેવા હંમેશા મફત હોઈ શકતી નથી. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ચલાવવા માટે પૈસા ખર્ચ થાય છે,આ ખર્ચની જોગવાઇ માટે ખર્ચ તો કરવો જ પડશે.

UPI : નોંધનીય છે કે RBI ગવર્નરે મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં ગવર્નર સંજ્ય મલ્હોત્રાએ નિવેદન આપતા ક્હયું કે "મેં ક્યારેય કહ્યું નથી કે UPI હંમેશા મફત રહેશે. આ સેવા સાથે સંકળાયેલા ખર્ચ છે અને કોઈને તો તેના માટે ચૂકવણી કરવી પડશે.

Advertisement

Advertisement

UPI ખર્ચનો બોજ કોણ ઉઠાવશે?

ગવર્નરે વધુમાં કહ્યું કે સૌથી મહત્વની વાત એ છે કે આ સિસ્ટમને વધુ ટકાઉ બનાવવી પડશે. ચુકવણી સરકાર દ્વારા કરવામાં આવે કે અન્ય કોઈ દ્વારા તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ આ સેવાનો ખર્ચ લાંબા સમય સુધી ચુકવણી વિના ચલાવી શકાતો નથી. તેમણે કહ્યું કે કોઈપણ સેવા ત્યારે જ ટકાઉ છે જ્યારે તેનો ખર્ચ આવરી લેવામાં આવે, પછી ભલે તે વ્યક્તિ હોય, વેપારી હોય, બેંક હોય કે સરકાર હોય.

UPI મોડેલ બદલાઈ રહ્યું છે

આ દરમિયાન, એક મોટા સમાચાર એ પણ આવ્યા છે કે ICICI બેંકે UPI વ્યવહારો પર પ્રોસેસિંગ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. એક અહેવાલ મુજબ, ICICI બેંક હવે ટ્રાન્ઝેક્શનના આધારે પેમેન્ટ એગ્રીગેટર્સ (PAs) પાસેથી ચાર્જ વસૂલશે. જો PA પાસે ICICI માં એસ્ક્રો એકાઉન્ટ હોય, તો 2 બેસિસ પોઈન્ટ (₹100 પર ₹0.02) સુધીનો ફી વસૂલવામાં આવશે. પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ ₹6. જે PA પાસે ICICI માં એસ્ક્રો એકાઉન્ટ નથી, તેમની પાસેથી 4 બેસિસ પોઈન્ટ સુધીનો ચાર્જ વસૂલવામાં આવશે. પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ ₹10. જો વેપારીનું ICICI બેંકમાં એકાઉન્ટ હોય અને ટ્રાન્ઝેક્શન તેમાંથી કરવામાં આવે, તો કોઈ ફી વસૂલવામાં આવશે નહીં.

આ પણ વાંચો:  ટેરિફ અનિશ્ચિતતા વચ્ચે RBI નો મોટો નિર્ણય, Repo Rate 5.50 ટકા પર યથાવત્ રાખ્યો

Tags :
Advertisement

.

×