Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Women Champions Troph: ફાઈનલમાં ભારતની દીકરીઓએ ચીનને હરાવી રચ્યો ઇતિહાસ

હોકીમાં ભારતની દીકરીઓએ ફાઈનલમાં કર્યો કમાલ ફાઈનલમાં ચીનને 1-0 હરાવ્યું ભારતે ત્રીજી વખત ચેમ્પિયન બન્યું Women Champions Trophy:ભારતીય મહિલા હોકી ટીમે (Indian Womens hockey Team) એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી(Women Champions Trophy) ની ફાઇનલમાં ચીનની ટીમને 1-0થી હરાવી દીધી છે. ભારતીય...
women champions troph  ફાઈનલમાં ભારતની દીકરીઓએ ચીનને હરાવી રચ્યો ઇતિહાસ
Advertisement
  • હોકીમાં ભારતની દીકરીઓએ ફાઈનલમાં કર્યો કમાલ
  • ફાઈનલમાં ચીનને 1-0 હરાવ્યું
  • ભારતે ત્રીજી વખત ચેમ્પિયન બન્યું

Women Champions Trophy:ભારતીય મહિલા હોકી ટીમે (Indian Womens hockey Team) એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી(Women Champions Trophy) ની ફાઇનલમાં ચીનની ટીમને 1-0થી હરાવી દીધી છે. ભારતીય ખેલાડીઓએ ચીન સામે શાનદાર પ્રદર્શન કર્યું અને મોટાભાગે બોલને પોતાના નિયંત્રણમાં રાખ્યો અને બીજી તરફ ચીનના ખેલાડીઓ મેચમાં એક પણ ગોલ કરી શક્યા નહીં. ભારતે ત્રીજી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે અને દક્ષિણ કોરિયાની બરાબરી કરી લીધી છે. દક્ષિણ કોરિયાની ટીમે પણ ત્રણ વખત ACT ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.

ભારતની દીકરીઓએ હોકીમાં કર્યો કમાલ

બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચવા માટે અત્યાર સુધીમાં એક પણ મેચ હારી નથી. જ્યારે ચીન એક મેચ હારી ગયું હતું. અગાઉ ભારતે સેમિ ફાઈનલમાં જાપાનને 2-0થી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું. જાપાન સામેની રોમાંચક સેમિ ફાઈનલ મેચમાં નવનીત કૌર અને લાલરેમસિયામીએ છેલ્લા ક્વાર્ટરમાં એક-એક ગોલ કરીને ભારતને ભવ્ય વિજય અપાવ્યો હતો. આ ચેમ્પિયન્સ ટ્રોફી રાજગીર, બિહારમાં રમાઈ રહી છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -ICC Rankings માં ભારતીય યુવા ખેલાડીઓની બોલબાલા...

ભારતે દક્ષિણ કોરિયાની બરાબરી કરી

સલીમા ટેટેની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં પ્રભુત્વ જમાવ્યું હતું અને સમગ્ર ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી નહોતી. સેમીફાઈનલમાં ભારતે જાપાનને હરાવ્યું હતું. ભારતે ત્રીજી વખત (2016, 2023, 2024) એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. આ સાથે ભારતે દક્ષિણ કોરિયાની બરાબરી કરી લીધી છે. દક્ષિણ કોરિયાએ પણ ત્રણ વખત ACT ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.

સૌથી વધુ વખત મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતનાર હોકી ટીમો

  • ભારતીય ટીમ - 3 વખત
  • દક્ષિણ કોરિયા - 3 વખત
  • જાપાન - 2 વખત
Tags :
Advertisement

.

×