અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીની બીજી પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને ખાસ આમંત્રણ
- અફઘાન વિદેશ મંત્રી Amir Khan Muttaqi પ્રથમ પ્રેસ કોન્ફરન્સ બાદ થયો ભારે વિવાદ
- પ્રથમ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું
- આ પ્રેસ કોન્ફરન્સ બાદ વિરોધ પક્ષ સહિત અનેક સંસ્થાઓ કર્યો ભારે વિરોધ
- બીજી પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને અપાયું ખાસ આમંત્રણ
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી(Amir Khan Muttaqi )ની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને આમંત્રણ અપાયું ન હોવાથી આ મામલે ભારે વિવાદ સર્જાયો હતો. મુત્તાકીએ ભારતમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાંથી મહિલા પત્રકારોને બાકાત રાખવાને કારણે ભારે ટીકા થઈ હતી. જોકે, વિવાદ વધતા મુત્તાકીએ રવિવારે યોજેલી બીજી પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને ઔપચારિક રીતે આમંત્રણ આપ્યું હતું, જ્યાં તેઓ આગળની હરોળમાં બેઠેલી જોવા મળી હતી.
Amir Khan Muttaqi ની બીજી પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને આમંત્રણ
નોંધનીય છે કે મુત્તાકીએ 10 ઑક્ટોબરના રોજ અફઘાન દૂતાવાસમાં તેમની પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં ફક્ત પુરુષ પત્રકારોને જ હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે મહિલા પત્રકારોને સંપૂર્ણપણે બાકાત રખાયા હતા. આ પગલાને કારણે તાલિબાન સરકારની આકરી ટીકા થઈ હતી.દેશ-વિદેશમાંથી ભારે ટિકા થઇ હતી. આ કારણે જ આ વખતે તાલિબાનની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ અપાયું હતું.
#WATCH | Delhi | On the ban on education for women in his country, Afghanistan Foreign Minister Amir Khan Muttaqi says, "There is no doubt that Aghanistan has relations with Ulema Madaris and with Deoband perhaps greater than others. With regards to education, at present we have… pic.twitter.com/XYKsAViqL5
— ANI (@ANI) October 12, 2025
Amir Khan Muttaqi ની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારને આમંત્રણ ન હતું
ઉલ્લેખનીય છે કે તાલિબાનના આ ભેદભાવપૂર્ણ વલણની મહિલા પત્રકારો, વિપક્ષી નેતાઓ અને મહિલા અધિકાર કાર્યકરોએ સખત નિંદા કરી હતી. એટલું જ નહીં, એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયા અને ઇન્ડિયન વિમેન્સ પ્રેસ કોર્પ્સ જેવી મોટી સંસ્થાઓએ પણ આ પગલાને મહિલા પત્રકારો પ્રત્યેનો "ખૂબ જ ભેદભાવપૂર્ણ" ગણાવીને તેની આલોચના કરી હતી. કેન્દ્ર સરકાર પર પણ આ મામલે મૌન રહેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
Amir Khan Muttaqi વિવાદ પર આ વાત કરી
મહિલા પત્રકારોને બાકાત રાખવાના વિવાદ વિશે જ્યારે મુત્તાકીને રવિવારે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે સ્પષ્ટતા કરી. મુત્તાકીએ કહ્યું કે, "તે ઇરાદાપૂર્વક નહોતું, પરંતુ એક ટેકનિકલ મુદ્દો હતો. તે સમયે સમય ઓછો હતો, તેથી પત્રકારોની ટૂંકી યાદી બનાવવામાં આવી હતી. અમારા સાથીઓએ ફક્ત પસંદગીના થોડા પત્રકારોને જ આમંત્રણ આપ્યું હતું. બીજો કોઈ હેતુ નહોતો.આ વિવાદપૂર્ણ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે તાલિબાન શાસન હેઠળ અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારો પરના પ્રતિબંધોની સતત ચર્ચા થઈ રહી છે.


