Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Women's Under-19 T20WC : ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આ ખેલાડી પર રૂપિયાનો વરસાદ!

ત્રિશા 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' રહી. ઓલરાઉન્ડરે 7 મેચમાં 77.25 ની સરેરાશથી 309 રન બનાવ્યા, જેમાં એક સદીનો સમાવેશ થાય છે...
women s under 19 t20wc   ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આ ખેલાડી પર રૂપિયાનો વરસાદ
Advertisement
  1. Women's Under-19 T20WC જીત્યા બાદ ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ!
  2. તેલંગાણાનાં મુખ્યમંત્રીએ ગોંગડી ત્રિશાને રૂ. 1 કરોડનાં રોકડ પ્રોત્સાહનની જાહેરાત કરી
  3. સંપૂર્ણ ટુર્નામેન્ટમાં ત્રિશાએ શાનદાર પ્રદર્શન કર્યું, 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' પણ રહી

Women's Under-19 T20WC : મલેશિયાનાં કુઆલાલંપુરમાં તાજેતરમાં પૂર્ણ થયેલા અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે અભુતપૂર્વ પ્રદર્શન કર્યું હતું અને વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ ટુર્નામેન્ટમાં ટીમની દરેક ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ હવે ટીમની ખેલાડીઓ પર રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે તેમ લાગી રહ્યું છે. ટીમની ઓલરાઉન્ડર ખેલાડી ગોંગડી ત્રિશાને (Gongadi Trisha) રાજ્ય સરકારે રૂ. 1 કરોડ રોકડ પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે.

આ પણ વાંચો - IND vs ENG Match Ticket: ભારત-ઇંગ્લેન્ડ મેચ પહેલા સ્ટેડિયમમાં નાસભાગ, ટિકિટ લેવા માટે લોકો ભેગા થયા હતા, અનેક ઘાયલ

Advertisement

તેલંગાણા સરકારે કરી મોટી જાહેરાત

રિપોર્ટ અનુસાર, તેલંગાણાનાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ (Revanth Reddy) મલેશિયામાં તાજેતરમાં પૂર્ણ થયેલા અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન બદલ ગોંગડી ત્રિશાને 1 કરોડ રૂપિયાનાં રોકડ પ્રોત્સાહનની જાહેરાત કરી છે. બુધવારે ત્રિશા હૈદરાબાદમાં (Hyderabad) જ્યુબિલી હિલ્સ નિવાસસ્થાને મુખ્યમંત્રીને મળી હતી, જ્યાં રેડ્ડીએ ઓલરાઉન્ડરને અભિનંદન આપ્યા હતા અને રોકડ પ્રોત્સાહનોની જાહેરાત કરતી વખતે શાલ અને સ્મૃતિચિહ્ન આપીને સન્માન કર્યું હતું. ઉપરાંત, મુખ્યમંત્રીએ વિજેતા ભારતીય ટીમનાં સભ્ય ધ્રુતિ કેસરી, કોચ શાલિની અને મુખ્ય કોચ નુશીન અલ ખાદીરને 10-10 લાખ રૂપિયાનાં રોકડ પ્રોત્સાહનની પણ જાહેરાત કરી હતી.

Advertisement

આ પણ વાંચો - INDvsENG Playing 11: ભારત સામે નાગપુર ODI માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11 ટીમની જાહેરાત

U-19 મહિલા T20 વર્લ્ડ કપમાં ત્રિશા 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' રહી

ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત ફાઇનલિસ્ટ દક્ષિણ આફ્રિકાને નવ વિકેટથી હરાવી શાનદાર વિજય મેળવ્યો હતો અને અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપનો (Women's Under-19 T20WC) ખિતાબ જીત્યો હતો. ટુર્નામેન્ટ દરમિયાન એક પણ મેચ હાર્યા વિના ટાઇટલ જીતનાર પ્રથમ ટીમ પણ બની હતી. ત્રિશાને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવી. આ ઓલરાઉન્ડરે 7 મેચમાં 77.25 ની સરેરાશથી 309 રન બનાવ્યા, જેમાં એક સદીનો સમાવેશ થાય છે, જ્યારે એટલી જ મેચોમાં 3-6 ના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે 7 વિકેટ પણ ઝડપી હતી. ત્રિશાને ફાઇનલમાં 'પ્લેયર ઓફ ધ મેચ' પણ જાહેર કરવામાં આવી હતી.

ભારતમાં વિશ્વ વિજેતાનું શાનદાર સ્વાગત

ભારતની અંડર-19 મહિલા T૨૦ વર્લ્ડ કપ વિજેતા ટીમ મંગળવારે ભારત આવી હતી. રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આગમન સમયે, હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) નાં પ્રમુખ જગન મોહન રાવ અરિષ્ણપલ્લી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને શાલ અને ગુલદસ્તો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - National Games: આ ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ, બનાવ્યો નવો રેકોર્ડ

Tags :
Advertisement

.

×