રિચા ઘોષની વિસ્ફોટક બેટિંગના આધારે ભારતે આફ્રિકાને જીતવા માટે 252 રનનો ટાર્ગેટ આપ્યો
- Women World Cup માં આજે ભારત અને આફ્રિકા વચ્ચે મેચ છે
- ભારતે પ્રથમ બેટિંગ કરતા 251 રન કર્યા
- ભારતીય ટીમ વતી રિચા ઘોષે શાનદાર બેટિંગ કરી હતી
ગુરુવારે મહિલા વર્લ્ડ કપ (Women World Cup )ની 10મી મેચમાં ભારતીય મહિલા ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમો આમને-સામને હતી. વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે ટોસમાં વિલંબ થયો હતો અને મેચ લગભગ એક કલાક મોડી શરૂ થઈ હતી. પ્રથમ બેટિંગ કરતાં ભારતીય મહિલા ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 251 રનનો સન્માનજનક સ્કોર નોંધાવ્યો હતો.શરૂઆતના ધબડકા બાદ રિચા ઘોષે (Richa Ghosh )શાનદાર બેટિંગ કરીને ભારતની બાજી સંભાળી હતી.
Women World Cup: ભારતે પ્રથમ બેટિંગ કરતા 251 રન કર્યા
ભારતીય ઇનિંગ્સમાં વિકેટો પડવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો, પરંતુ યુવા વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષએ ટીમને સ્થિરતા આપી. રિચાએ માત્ર 77 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 94 રનની શાનદાર ઇનિંગ્સ રમીને ટીમને 250ના આંકને પાર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેણે સ્નેહ રાણા સાથે મળીને આઠમી વિકેટ માટે 88 રનની મહત્વની ભાગીદારી કરી હતી, જેના કારણે ભારતની આશા જીવંત રહી.
𝗜𝗻𝗻𝗶𝗻𝗴𝘀 𝗕𝗿𝗲𝗮𝗸!#TeamIndia posted 2⃣5⃣1⃣ on the board!
A powerpacked 9⃣4⃣ from Richa Ghosh 👊
Handy 30s from Pratika Rawal & Sneh Rana 👌Over to our bowlers now! 👍 👍
Scorecard ▶️ https://t.co/G5LkyPuC6v#WomenInBlue | #CWC25 | #INDvSA pic.twitter.com/bcTdqsfVAV
— BCCI Women (@BCCIWomen) October 9, 2025
Women World Cup: રિચા ઘોષે કરી શાનદાર બેટિંગ
ભારતીય ટીમને સ્મૃતિ મંધાના (23) અને પ્રતિકા રાવલ (37) એ પ્રથમ વિકેટ માટે 55 રનની મજબૂત શરૂઆત અપાવી હતી, પરંતુ મધ્યક્રમ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. કેપ્ટન હરમનપ્રીત કૌર (9), હરલીન (13), અને દીપ્તિ શર્મા (4) સસ્તામાં આઉટ થતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. જોકે, નીચલા ક્રમમાં સ્નેહ રાણાએ 24 બોલમાં 33 રનની આક્રમક ઇનિંગ્સ રમીને રિચા ઘોષને સારો સાથ આપ્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી બોલિંગમાં ટ્રાયને ત્રણ વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો : Women's World Cup : ક્રિકેટર સ્મૃતિ મંધાનાની તેંડુલકરના ક્લબમાં એન્ટ્રી, 28 વર્ષનો રેકોર્ડ તુટ્યો


