Jamnagar વિશ્વ યોગ દિવસની કરવામાં આવી ઉજવણી, યોગ કરવાથી લાંબુ અને સ્વસ્થ આયુષ્ય મળે : મૂળુભાઈ બેરા
- જામનગરમાં વિશ્વ યોગ દિવસની કરવામાં આવી ઉજવણી
- પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરાની આગેવાનીમાં ઉજવણી કરાઈ
- યોગ ટ્રેનર દ્વારા યોગ કરાવી ઉજવણી કરવામાં આવી
જામનગર શહેરમાં જિલ્લા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની આગેવાનીમાં જિલ્લા કક્ષાનો યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ ટ્રેઈનર દ્વારા જીવનમાં યોગનું મહત્વ અને મૂલ્ય સમજાવ્યું હતું. લાખોટા લેઈક, પોલીસ હેડ ક્વાર્ટર, આયુર્વેદ સંસ્થાન સહિત અનેક જગ્યાએ યોગ યોજાયા હતા.
ત્રણ લાખથી વધુ નાગરિકોએ યોગ દિવસની ઉજવણી કરી
આજે વિશ્વ યોગ દિવસમાં બાળકો, યુવકો-યુવતીઓ સહિત અબાલ વૃદ્ધો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. શહેરથી માંડી ગામડાઓમાં એક હજારથી વધુ જગ્યાએ ત્રણ લાખથી વધુ નાગરિકો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.
આ પણ વાંચોઃ VADODARA : ફરી બોગસ બર્થ સર્ટિફિકેટ મળી આવ્યું, શખ્સની અટકાયત
વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી
વિશ્વ યોગ દિવસે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ યોગ દિવસના દિવસે વડાપ્રધાને આંધ્રપ્રદેશના વિશાખા પટ્ટનમથી સંદેશો આપ્યો હતો. તેમજ ગુજરાતના મુખ્યમંત્રીએ પણ ગુજરાતના ઐતિહાસિક નગર વડનગર છે. ત્યાંથી આ કાર્યક્રમમાં તેઓ પણ જોડાયા હતા. તેમજ તેમણે પણ વિશ્વ યોગ દિવસનો સંદેશો આપ્યો હતો.
આ પણ વાંચોઃ VADODARA : રથયાત્રાને લઇને પોલીસ અને પાલિકા તંત્રએ કમર કસી


