ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દુનિયાના પહેલા AI મંત્રી ડિએલા પ્રેગ્નેન્ટ, 83 સંતાનોની માતા બનશે, PM ની જાહેરાત

અલ્બાનિયન વડા પ્રધાન એડી રામાએ જણાવ્યું છે કે, ડિએલા નામના 83 કૃત્રિમ બાળકો સંસદીય સત્રોમાં હાજરી આપનારા સાંસદોના સહાયક તરીકે સેવા આપશે. આ બાળકો દરેક સત્રની કાર્યવાહી રેકોર્ડ કરશે, અને સાંસદોને કાર્ય સંબંધિત સલાહ આપશે. આ બધા બાળકો પાસે તેમની માતા ડીએલા પાસેથી મેળવેલું જ્ઞાન હશે
03:26 PM Oct 27, 2025 IST | PARTH PANDYA
અલ્બાનિયન વડા પ્રધાન એડી રામાએ જણાવ્યું છે કે, ડિએલા નામના 83 કૃત્રિમ બાળકો સંસદીય સત્રોમાં હાજરી આપનારા સાંસદોના સહાયક તરીકે સેવા આપશે. આ બાળકો દરેક સત્રની કાર્યવાહી રેકોર્ડ કરશે, અને સાંસદોને કાર્ય સંબંધિત સલાહ આપશે. આ બધા બાળકો પાસે તેમની માતા ડીએલા પાસેથી મેળવેલું જ્ઞાન હશે

AI Minister Diella Pregnant : અલ્બાનિયન વડા પ્રધાન એડી રામાએ (Albania PM Edi Rama) જાહેરાત કરી છે કે, તેમના AI-જનરેટેડ મહિલા મંત્રી ગર્ભવતી છે (AI Minister Diella Pregnant). ડિએલા નામનો આ AI રોબોટ 83 કૃત્રિમ બાળકોની અપેક્ષા રાખી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 83 નવા "બાળકો" સમાજવાદી પક્ષના સાંસદોના સહાયક તરીકે સેવા આપશે. રામાએ જણાવ્યું હતું કે, આ AI સહાયકો 2026 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે, અને સાંસદોને વિવિધ મહત્વપૂર્ણ કાર્યોમાં મદદ કરશે. આ જાહેરાત સાથે AI મંત્રી ડિએલાએ વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે.

વર્ચ્યુઅલ મંત્રી પિક્સેલ અને કોડથી બનેલા છે

જર્મનીમાં ગ્લોબલ ડાયલોગ (BGD) માં બોલતા, અલ્બાનિયન વડા પ્રધાન રામાએ (Albania PM Edi Rama) કહ્યું, "અમે આજે ડિએલા સાથે એક મોટું જોખમ લીધું છે અને ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. પ્રથમ વખત ડિએલા ગર્ભવતી થઇ છે (AI Minister Diella Pregnant), અને 83 બાળકોની અપેક્ષા રાખી રહી છે." અલ્બાનિયા તાજેતરમાં જ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે, જ્યાં AI મંત્રી છે. આ વર્ચ્યુઅલ મંત્રી પિક્સેલ અને કોડથી બનેલા છે, જે સંપૂર્ણપણે કૃત્રિમ બુદ્ધિ દ્વારા કાર્યરત છે.

આવતા વર્ષ સુધીમાં સાંસદોને ઉપલબ્ધ થશે

અલ્બાનિયન વડા પ્રધાન એડી રામાએ (Albania PM Edi Rama) જણાવ્યું છે કે, ડિએલા નામના 83 કૃત્રિમ બાળકો સંસદીય સત્રોમાં હાજરી આપનારા સાંસદોના સહાયક તરીકે સેવા આપશે. આ બાળકો દરેક સત્રની કાર્યવાહી રેકોર્ડ કરશે, અને સાંસદોને કાર્ય સંબંધિત સલાહ આપશે. આ બધા બાળકો પાસે તેમની માતા ડીએલા પાસેથી મેળવેલું જ્ઞાન હશે, અને આવતા વર્ષ સુધીમાં સાંસદોને ઉપલબ્ધ થશે.

ગૃહમાં ના હોય ત્યારે શું કહેવામાં આવ્યું હતું

રામાએ એ (Albania PM Edi Rama) પણ સમજાવ્યું કે, આ એઆઈ સહાયકો કેવી રીતે કાર્ય કરશે. તેમણે એક સાંસદનું ઉદાહરણ આપ્યું જે કોફી માટે બહાર જાય છે, અને મોડા પડે છે. આ એઆઈ બાળક તેમને કહેશે કે, જ્યારે તેઓ ગૃહમાં ના હોય ત્યારે શું કહેવામાં આવ્યું હતું, અને કેવી રીતે પ્રતિક્રિયા આપવી જોઇએ. આ સાંસદની પ્રગતિને મોટા પ્રમાણમાં સરળ બનાવશે.

AI મંત્રીનો પરિચય શા માટે કરાવવામાં આવ્યો

સપ્ટેમ્બરમાં ડીએલાને દેશના એઆઈ મંત્રી (AI Minister Diella Pregnant) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ એઆઈ મંત્રીને પરંપરાગત અલ્બેનિયન પોશાક પહેરેલી મહિલા તરીકે દર્શાવવામાં આવ્યા છે. ડીએલા તમામ જાહેર ટેન્ડરો અંગે નિર્ણયો લેવા માટે જવાબદાર છે. તેનો ઉદ્દેશ અલ્બેનિયાની જાહેર ખરીદી પ્રણાલીને સંપૂર્ણપણે પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાનો છે.

આ પણ વાંચો -----  Apple અને Elon Musk ની Starlink વચ્ચે મોટા સોદાની શક્યતા, iPhone યુઝર્સને મળશે ફાયદો

Tags :
83BabiesAIMinisterAlbaniaPMbigannouncementDiellaPregnantGujaratFirstgujaratfirstnewsGujaratiNews
Next Article