Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૃથ્વી પરના સૌથી ખુશ પ્રાણીમાં માણસ નહીં QUOKKA ટોચ પર

HAPPINESS : વિલેમ ડી વ્લામિંગ દ્વારા શોધાયા હતા, જ્યારે તેમને લાગ્યું કે તેમણે એક વિશાળ ઉંદર જોયો છે. તેઓએ ટાપુનું નામ “રેટનેસ્ટ” રાખ્યું
પૃથ્વી પરના સૌથી ખુશ પ્રાણીમાં માણસ નહીં quokka ટોચ પર
Advertisement
  • ખુશીની રેસમાં માણસ કરતા પ્રાણી આગળ નીકળ્યું
  • વિશ્વના સૌથી ખુશ પ્રાણીમાં ક્વોક્કાનું નામ ટોચ પર
  • ક્વોક્કા લુપ્તપ્રાય પ્રાણી હોવાના કારણે તેમને સંવેદનશીલની શ્રેણીમાં મુકાયા

HAPPINESS : પૃથ્વી પર જોવા મળતા સજીવોમાં સૌથી ખુશ પ્રાણી માનવ બિલકુલ નથી. તેનું સ્થાન તો કદાચ ટોચમાં પણ નથી. પરંતુ તેમાં ટોચનું સ્થાન ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું ક્વોક્કા નામનું સુંદર મજાના રમકડા જેવું પ્રાણીનું. આ પ્રાણી તેમની સ્માઇલના કારણે ‘વિશ્વના સૌથી ખુશ પ્રાણી’ (WORLD'S HAPPIEST ANIMAL) તરીકે ઓળખાય છે. અત્રે નોંધનીય છે કે, માણસને સામાજીક પ્રાણી તરીકે પણ ગણવામાં આવે છે.

સૌથી એડિક્ટિવ અને ફોટોશૂટ માટે તૈયાર સ્માઇલ

ક્વોક્કા સ્વભાવે રમતિયાળ, મનમોજી હોય છે, સાથે જ તે ક્યુટનેસ માટે જાણીતા છે, જેના કારણે તાજેતરમાં ક્વોક્કાને ‘વિશ્વના સૌથી ખુશ પ્રાણી’નું બિરુદ મળ્યું છે. આ જીવ દેખાવે ટૂંકું, રુંવાટીવાળું અને રાખોડી-ભૂરા રંગના ફરથી ઢંકાયેલું હોય છે. તેના નાના ગોળાકાર કાન, નાના કાળા નાક અને સૌથી એડિક્ટિવ અને ફોટોશૂટ માટે તૈયાર સ્માઇલ ધરાવે છે.

Advertisement

ક્વોક્કાનો સમૂહ જ જોવા મળે છે

ક્વોક્કાની બીજી હકીકત તે પણ છે કે, તેઓ એક સમયે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના મુખ્ય ભૂમિ પર જોવા મળતા હતા, સમયજતા હવે અહીં ક્વોક્કાનો સમૂહ જ જોવા મળે છે. હાલમાં મોટાભાગના ક્વોક્કા પર્થ નજીક રોટનેસ્ટ આઇલેન્ડ અથવા અલ્બેની નજીક બાલ્ડ આઇલેન્ડ પર બીચ પરથી જોવા મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

ક્વોક્કા લુપ્તપ્રાય છે

ક્વોક્કા એક લુપ્તપ્રાય પ્રાણી ગણાય છે. જો કે આ ક્વોક્કા વિશે વખાણવાલાયક વાત નથી, તે આજના સમયની એક મહત્વપૂર્ણ હકીકત છે. માનવ વિકાસને કારણે તેના રહેઠાણને નુકસાન પહોંચતા તેમની વસ્તીમાં ઘટાડો થયો છે. ક્વોક્કાને તાજેતરમાં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની લુપ્તપ્રાય પ્રજાતિઓની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. શિયાળ, કૂતરા, બિલાડીઓ અને માનવોએ આ જીવો માટે ખતરો ઉભો કર્યો છે, જેથી તેમને સંવેદનશીલ શ્રેણીમાં મુકવામાં આવ્યા છે.

શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું

ટ્રેડરાઇટ ફાઉન્ડેશનએ વિશ્વભરમાં વન્યજીવનનું રક્ષણ કરવા માટે પ્રાણી કલ્યાણ નીતિ અમલમાં મુકી છે. ટ્રેડરાઇટના ‘વાઇલ્ડલાઇફ’ સ્તંભના ભાગ રૂપે, ટ્રફાલ્ગરે ટકાઉ પ્રવાસન માટેની પહેલને અપનાવી છે અને વન્યજીવનના રક્ષણ અને પુનર્વસન તેમજ મહેમાનો અને પ્રવાસીઓને નૈતિક વન્યજીવન અનુભવો વિશે શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ક્વોક્કાની વજન, લંબાઇ અને આયુષ્ય

ક્વોક્કાનું વજન લગભગ 2.5 થી 5 કિલોગ્રામ છે, અને તે 40 થી 54 સેન્ટિમીટર લાંબુ હોવાનું માનવામાં આવે છે. કમનસીબે ક્વોક્કાને પાલતુ તરીકે રાખી શકાતા નથી. અભ્યાસ દર્શાવે છે કે, જંગલીમાં ક્વોક્કાનું સરેરાશ આયુષ્ય 10 થી 15 વર્ષ હોય છે. આ પ્રાણીઓ સૌપ્રથમ 1696 માં વિલેમ ડી વ્લામિંગ દ્વારા શોધાયા હતા, જ્યારે તેમને લાગ્યું કે તેમણે એક વિશાળ ઉંદર જોયો છે. તેઓએ ટાપુનું નામ “રેટનેસ્ટ” રાખ્યું, જેનો અર્થ ડચમાં “ઉંદરનો માળો” થાય છે, જે પાછળથી રોટનેસ્ટ ટાપુ તરીકે જાણીતો બન્યો.

આ પણ વાંચો --- LIFESTYLE : લગ્ન કરતા પહેલા પાર્ટરન જોડે 9 મુદ્દાઓ પર ખાસ વિગવાર ચર્ચા કરો

Tags :
Advertisement

.

×