Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

WPL 2024 : Women's Premier League ની પ્રથમ મેચે કેમ અપાવી Javed Miandad ની યાદ ?

IPL 2024 ક્રિકેટ ફેન્સ (Cricket Fans) આતુરતાથી રાહ જોઇ રહ્યા છે પણ તે શરૂ થાય તે પહેલા મહિલાઓની મહિલા પ્રીમિયર લીગ (Women's Premier League) ની શરૂઆત થઇ ગઇ છે. શુક્રવાર 23 ફેબ્રુઆરીથી મહિલા પ્રીમિયર લીગ (WPL) ની બીજી સીઝન શરૂ...
wpl 2024   women s premier league ની પ્રથમ મેચે કેમ અપાવી javed miandad ની યાદ
Advertisement

IPL 2024 ક્રિકેટ ફેન્સ (Cricket Fans) આતુરતાથી રાહ જોઇ રહ્યા છે પણ તે શરૂ થાય તે પહેલા મહિલાઓની મહિલા પ્રીમિયર લીગ (Women's Premier League) ની શરૂઆત થઇ ગઇ છે. શુક્રવાર 23 ફેબ્રુઆરીથી મહિલા પ્રીમિયર લીગ (WPL) ની બીજી સીઝન શરૂ થઇ હતી. બીજી સીઝનની શરૂઆત શાનદાર જોવા મળી હતી જ્યા સિઝનની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અને પ્રથમ સીઝનની રનર અપ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે રમાઈ હતી. મેચનો નિર્ણય અંતિમ બોલ (Last Ball) પર આવ્યો હતો. જ્યા મહિલા બેટરે અંતિમ બોલ પર સિક્સ (Six) ફટકારી મુંબઈને જીત અપાવી હતી.

અંતિમ બોલ પર સિક્સ ફટકારી અપાવી જીત

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સિઝનની શરૂઆત થઇ ગઇ છે. આ સીઝનની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. ફેન્સને આ મેચે અંતિમ બોલ સુધી પકડી રાખ્યા હતા. આ મેચનું પરિણામ છેલ્લા બોલ પર આવ્યું હતું. MI ની સજીવન સંજનાએ છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી. તેણે એક ઈતિહાસ પણ રચ્યો છે. T20 ક્રિકેટમાં પોતાની ઈનિંગના પ્રથમ બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત તરફ લઈ જનારી તે પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. સજીવન સંજનાએ અંતિમ બોલ પર સિક્સ ફટકારી 38 વર્ષ પહેલા પાકિસ્તાનના જાવેદ મિયાદાદના સિક્સરની યાદ અપાવી હતી.

Advertisement

Advertisement

ટીમને જીત અપાવી સજીવન સજના બની સ્ટાર

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી WPL 2024 ની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા, ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સે પણ 20 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો, જેમાં ટીમ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, મેચમાં સૌથી વધુ સજીવન સંજનાએ ચોંકાવ્યા હતા. સજીવન સજનાના વિનિંગ સિક્સે સૌ કોઇનું દિલ જીતી લીધું હતું. જે પછી તેને સોશિયલ મીડિયા પર ઘણી તાળીઓ મળી રહી છે. જણાવી દઇએ કે, ટીમને બે બોલમાં પાંચ રનની જરૂર હતી અને બોલ એલિસ કેપ્સીના હાથમાં હતો. આ પછી હરમનપ્રીત કૌર 20મી ઓવરના પાંચમા બોલ પર 55 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પહેલા ઓપનિંગ બેટ્સમેન યસ્તિકા ભાટિયાએ 57 રનની ઇનિંગ રમી હતી. જોકે, સજીવન સજનાએ ટીમની નૈયાને પાર કરી હતી. જ્યારે ટીમને એક બોલ પર પાંચ રનની જરૂર હતી ત્યારે તેણે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.

કેપ્ટને કર્યા વખાણ

મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે સજના વખાણ કર્યા હતા. આ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે સજનાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે મેચમાં કેપ્સીનો કેચ પણ છોડ્યો હતો. પરંતુ છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને તેણે તેની એક ભૂલને પણ સુધારી લીધી હતી અને પોતાનું નામ ઈતિહાસના પાના પર કાયમ માટે અમર કરી દીધું હતું. મુંબઈ ઈન્ડિયન્સની આ જીત બીજા અર્થમાં ખાસ હતી. પીછો કરતી વખતે આ લીગમાં આ પહેલા ક્યારેય ટીમ હારી નથી. આજની મેચ જીત્યા બાદ પણ ટીમ અજેય છે.

આ પણ વાંચો - WPL 2024 : ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડના રંગે રંગાયું WPL,શાહરૂખ ખાન,ટાઇગર શ્રોફ, વરુણ ધવને મચાવી ધૂમ

આ પણ વાંચો - Harani Lake : ‘હરણી હત્યાકાંડ’ તપાસ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા! ……તો તમામ લોકોના જીવ બચ્યાં હોત!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×