Mark Henry : WWE નાં દિગ્ગજ માર્ક હેનરીનો Video વાઇરલ, જે જુએ એ આશ્ચર્ય પામે!
- WWE નાં Mark Henry ની તાકાતનો વીડિયો ફરી વાઇરલ
- રેસ્ટોરન્ટમાં પોતાની તાકાતવર ભુજાઓથી ચમચીને વાળી નાખી
- ચમચી વાળી સૌને આશ્ચર્યચકિત કર્યા, ઘટનાનો વીડિયો સો. મીડિયા પર વાઇરલ
WWE નાં (વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ, ઇન્ક.) દિગ્ગજ ખેલાડી માર્ક હેનરી (Mark Henry) પોતાની તાકાત માટે જાણીતા છે. 54 વર્ષીય હેનરીએ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં માર્ક એક રેસ્ટોરન્ટમાં મિત્રો સાથે જોવા મળે છે અને તે દરમિયાન ચમચી વાળીને પોતાની તાકાતનું પ્રદર્શન કરતા નજરે પડે છે. આ ઘટનાનો વીડિયો (Mark Henry Spoon Video) સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. હેનરી હાલમાં લેજેન્ડ્સ કોન્ટ્રાક્ટ હેઠળ WWE સાથે સંકળાયેલા છે. તેમણે પોતાની કારકિર્દીમાં ઘણા મોટા રેસલરોને હરાવ્યા છે.
શું છે સમગ્ર મામલો ?
મીડિયા રિપોર્ટ અનુસાર, WWE સ્ટાર માર્ક હેનરી (Mark Henry) તાજેતરમાં એક સ્ટીકહાઉસમાં ગયા હતા. ત્યાં સર્વરે તેમને ચમચી આપી હતી. હેનરીએ સરળતાથી તે ચમચી પોતાના હાથથી વાળી દીધી હતી. આ જોઈને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હેનરીએ વળી ગયેલી ચમચી સર્વરને પરત આપી હતી. સર્વર પર થોડા સમય માટે ચમચીને જોતો રહ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે.
આ પણ વાંચો - Malaika Arora viral video : મલાઈકા અરોરાને જોતા જ વૃદ્ધે કર્યું આ કામ, કેમેરામાં કેદ થયો વીડિયો
માર્ક હેનરીની તાકાતનો વીડિયો અગાઉ પણ વાઇરલ થયો હતો!
આ પહેલીવાર નથી જ્યારે હેનરીએ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હોય. ઘણા વર્ષો પહેલા ESPN નાં સ્પોર્ટ્સનેશન પ્રોગ્રામમાં, તેમણે ચમચી વાળીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. તેમણે WWE ટીવી પર પણ ઘણી વખત આવા પરાક્રમો કર્યા છે. વર્ષ 2002 માં સ્મેકડાઉનનાં એક એપિસોડમાં, તેમણે ફ્રાઈંગ પેન વાળ્યો હતો. ઘણી વખત તેણે પાછળથી કાર પણ ઉપાડી છે.
View this post on Instagram
આ પણ વાંચો - Viral video: ટ્રેનના જનરલ ડબ્બામાં ગરમીથી બચવા વ્યક્તિએ કર્યો આ જુગાડ,જુઓ વીડિયો
Mark Henry નાં કરિયર વિશે જાણો
માર્ક હેનરીનું WWE કરિયર ખૂબ જ શાનદાર રહ્યું છે. તે વર્ષ 1996 માં WWE માં જોડાયા હતા. તેમના મજબૂત શરીરને કારણે શરૂઆતથી જ ચાહકો તેમને ખૂબ પસંદ કરતા હતા. હેનરીએ WWF યુરોપિયન ચેમ્પિયનશિપ અને બે વાર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી છે. તે વર્ષ 2008 માં ECW ચેમ્પિયન પણ બન્યા હતા. ઉપરાંત, તેમણે વર્ષ 2011 માં WWE વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયનશિપ પણ જીતી હતી. હેનરીને એપ્રિલ 2018 માં હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમનું વજન 180 કિલોથી વધુ છે.
આ પણ વાંચો - Asia Cup 2025: ભારતીય હોકી ટીમે સુપર-4 માં મલેશિયાને હરાવ્યું


