Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Police : વર્ષોનો વિલંબ પરંપરા બની ગઈ, અધિકારી/કર્મચારીઓને 118 પોલીસ ચંદ્રક એનાયત કરાશે

પોલીસ ચંદ્રક અલંકરણ કાર્યક્રમ ભલે ભવ્ય હશે, પરંતુ ભારે વિલંબના કારણે અનેક અધિકારીઓ Police Medal મેળવવા ઉત્સાહી નથી.
gujarat police   વર્ષોનો વિલંબ પરંપરા બની ગઈ  અધિકારી કર્મચારીઓને 118 પોલીસ ચંદ્રક એનાયત કરાશે
Advertisement

Gujarat Police Department માં અધિકારી/કર્મચારીઓની બઢતી અને બદલીમાં અતિ વિલંબ એક પરંપરા બની ગઈ છે. આવી જ સ્થિતિ રાષ્ટ્રપતિ દ્વારા અપાતા પોલીસ મેડલ એનાયત કરવામાં પણ બની ગઈ છે. દસક અગાઉ શરૂ થયેલી નવી પ્રથામાં રાજ્ય ગૃહ વિભાગ (Home Department Gujarat) ની ઢીલ કે, કાર્યક્રમને મોટો દર્શાવવા કરાતું આયોજન પૈકી કયું કારણ છે તે તો સરકાર જ જાણે. 2 ઓગસ્ટના રોજ ગુજરાત પોલીસ અકાદમી કરાઈ (Gujarat Police Academy Karai) ખાતે યોજાવા જઈ રહેલો પોલીસ ચંદ્રક અલંકરણ કાર્યક્રમ ભલે ભવ્ય હશે, પરંતુ ભારે વિલંબના કારણે અનેક અધિકારીઓ Police Medal મેળવવા ઉત્સાહી નથી. અત્રે નોંધનીય છે કે, 26 જાન્યુઆરી 2025ના જાહેર થયેલાં મેડલની યાદીમાં સામેલ Gujarat Police ના 11 પોલીસ અધિકારી/કર્મચારીઓને હવે પરંપરા અનુસાર અઢી-ત્રણ વર્ષની રાહ જોવી પડશે.

અગાઉ ગર્વનરના હસ્તે મેડલ અપાતો

દસકાઓથી 15 ઑગસ્ટ કે 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ પોલીસ મેડલની કેન્દ્ર સરકાર જાહેરાત કરતી હતી અને આજે પણ થાય છે. મેડલ માટે પસંદ કરાયેલા પોલીસ અધિકારીઓ/કર્મચારીઓને એકાદ મહિનામાં પ્રશસ્તિપત્ર મળી જતા અને હાલ પણ મળી જાય છે. જ્યારે Police Medal એકાદ વર્ષમાં 15 ઑગસ્ટ કે 26 જાન્યુઆરીના રોજ રાજ્યના ગર્વનર જે-તે પોલીસ અધિકારીને પરિવાર સાથે રાજભવનમાં આમંત્રણ આપીને ચંદ્રક એનાયત કરતા હતા. જો કે, દોઢેક દસકા અગાઉથી આ પ્રથા બદલાઈ ગઈ અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પોલીસ ચંદ્રક એનાયત થવા લાગ્યા. અત્રે નોંધનીય છે કે, દેશના અન્ય રાજ્યોમાં આજે પણ એકાદ વર્ષમાં President's Police Medal for Distinguished Service અને Police Medal for Meritorious Service એનાયત કરી દેવાય છે અને તે પણ ગર્વનરના હસ્તે.

Advertisement

આ પણ  વાંચો --PI to DySP Promotion : તાબડતોબ મેડીકલ કરાવી ચૂકેલા સવાસોથી વધુ PI 16 મહિનાથી પ્રમોશનની રાહમાં

Advertisement

અનેક પોલીસને નિવૃત્તિ બાદ મળે છે મેડલ

છેલ્લાં એકાદ દસકથી રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદ કરાયેલા Gujarat Police ના અધિકારી/કર્મચારીઓને ભારે વિલંબ બાદ ચંદ્રક એનાયત કરાય છે. વર્ષ 2016માં ગર્વનર ઓ.પી. કોહલીની ઉપસ્થિતિમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે (Anandiben Patel) 117 પોલીસ અધિકારી/કર્મચારીઓને PPM PM મેડલ આપ્યા હતા. ત્યારબાદ વર્ષ 2019માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના હસ્તે પોલીસ ચંદ્રક અલંકરણ કાર્યક્રમ યોજી 168 પોલીસ અધિકારી/કર્મચારીને President's Police Medal એનાયત કરાયા હતા. છેલ્લે વર્ષ 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel) ના હસ્તે 99 પોલીસ અધિકારી/કર્મચારીને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અપાયા હતા. આ તમામ કાર્યક્રમમાં નિવૃત્ત થયેલા પોલીસ અધિકારી/કર્મચારીઓની સંખ્યા ખૂબ મોટી હતી.

આ વખતે એક પોલીસ અધિકારી મેડલ નહીં લઈ શકે

ગાંધીનગર કરાઈ પોલીસ અકાદમી ખાતે યોજાનારા Police Chandrak Alankaran Samaroh માં 118 પોલીસ અધિકારી/કર્મચારીઓને આમંત્રિત કરાયા છે. જેમાં એક IPS  એમ. એસ. ભરાડા, 4 DySp સહિત 18 જેટલાં પોલીસવાળા નિવૃત્ત થઈ ગયા છે. જેમાં આઠેક પોલીસવાળાને વર્ષો પહેલાં મેડલ આપવાની જાહેરાત થઈ હતી, પરંતુ તેમની સામે વચ્ચેના ગાળામાં ઈન્કવાયરી પેન્ડીગ હોવાથી તેમનો હવે વારો આવ્યો છે. જ્યારે ઈશરત જહાં અને સાદીક જમાલ કથિત એન્કાઉન્ટર કેસમાં આક્ષેપિત અધિકારી જે. જી. પરમાર (J G Parmar DySP) ને વર્ષ 2004માં પોલીસ મેડલ માટે પસંદ કરાયા હતા. જો કે, તેમનું 5 વર્ષ અગાઉ મોત થયું હોવાથી તેઓ પ્રશંસનીય સેવાનો પોલીસ મેડલ નહીં જોઈ શકે.

Tags :
Advertisement

.

×