ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Yemen: એરપોર્ટ પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં WHO ચીફ બચી ગયા, પ્લેન ક્રૂના સભ્યો ઘાયલ

ડો. ટેડ્રોસ તેમના સંયુક્ત રાષ્ટ્ર (યુએસ) અને WHOના સાથીદારો સાથે ફ્લાઇટમાં સવાર થવાના હતા અને તે જ ક્ષણે હુમલો થયો
11:46 AM Dec 27, 2024 IST | SANJAY
ડો. ટેડ્રોસ તેમના સંયુક્ત રાષ્ટ્ર (યુએસ) અને WHOના સાથીદારો સાથે ફ્લાઇટમાં સવાર થવાના હતા અને તે જ ક્ષણે હુમલો થયો
WHO @ Gujarat First

WHO ચીફ ટેડ્રોસ અધનોમે પોસ્ટમાં જણાવ્યું હતું કે, "યુએન સ્ટાફ અટકાયતીઓની મુક્તિ માટે વાટાઘાટ કરવા અને યમનમાં આરોગ્ય અને માનવતાવાદી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટેનું અમારું મિશન આજે સમાપ્ત થયું છે. અમે અટકાયતીઓની તાત્કાલિક મુક્તિ સુરક્ષિત કરવાના પ્રયાસો ચાલુ રાખીશું."

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ગુરુવારે યમનના સના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈઝરાયેલના હવાઈ હુમલા (airstrike)માં બચી ગયા હતા. આ હુમલામાં લગભગ બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ડો. ટેડ્રોસ તેમના સંયુક્ત રાષ્ટ્ર (યુએસ) અને ડબ્લ્યુએચઓના સાથીદારો સાથે ફ્લાઇટમાં સવાર થવાના હતા અને તે જ ક્ષણે હુમલો થયો હતો. આ દરમિયાન ફ્લાઈટ ક્રૂના એક સભ્ય અને ડ્રાઈવરને ઈજા થઈ હતી.

 

હું, મારા યુએન અને ડબ્લ્યુએચઓના સહકર્મીઓ સુરક્ષિત છીએ

WHO ચીફ ટેડ્રોસ અધનોમે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, "યુએન સ્ટાફ અટકાયતીઓની મુક્તિ માટે વાટાઘાટ કરવા અને યમનમાં આરોગ્ય અને માનવતાવાદી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટેનું અમારું મિશન આજે સમાપ્ત થયું. અમે અટકાયતીઓની તાત્કાલિક મુક્તિ માટેના પ્રયાસો ચાલુ રાખીશું." લગભગ બે કલાક પહેલા , જ્યારે અમે સનાથી અમારી ફ્લાઇટ લેવાના હતા, ત્યારે એરપોર્ટ પર હવાઇ હુમલો (airstrike) થયો હતો જેમાં અમારા પ્લેનના ક્રૂ મેમ્બરમાંથી એક સભ્ય ઘાયલ થયો હતો." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એરપોર્ટ પર ઓછામાં ઓછા બે લોકોના મોતની જાણ કરવામાં આવી છે. રવાના થતા પહેલા એરપોર્ટને થયેલા નુકસાનની મરામત ન થાય ત્યાં સુધી અમારે રાહ જોવી પડશે. હું, મારા યુએન અને ડબ્લ્યુએચઓના સહકર્મીઓ સુરક્ષિત છીએ. તે પરિવારજન સાથએ અમારી સંવેદના છે જેમના પ્રિયજનોએ હુમલામાં જીવ ગુમાવ્યો છે.

'કામદારો પર હુમલો કરવો જોઈએ નહીં...'

યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે હુમલાની નિંદા કરી અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવા હાકલ કરી છે. આ સિવાય તેમણે ભારપૂર્વક કહ્યું કે નાગરિકો અને માનવતાવાદી કામદારો પર ક્યારેય હુમલો કરવો જોઈએ નહીં

'હુમલો ખતરનાક...'

યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે યમન અને ઇઝરાયેલ વચ્ચે તાજેતરના તણાવમાં થયેલા વધારા પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ સાથે તેણે યમનમાં સનાના એરપોર્ટ, રેડ સી પોર્ટ અને પાવર પ્લાન્ટ પર થયેલા હવાઈ હુમલા (airstrike)ને પણ 'ખતરનાક' ગણાવ્યા હતા. યુએન ચીફના જણાવ્યા પ્રમાણે, હવાઈ હુમલા (airstrike)માં ઘણી જાનહાનિ થઈ છે, જેમાં લગભગ ત્રણ લોકો માર્યા ગયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે. તેમણે તમામ પક્ષોને સૈન્ય કાર્યવાહી બંધ કરવા અને સંયમ રાખવા કહ્યું છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) પ્રમાણે, ઇઝરાયેલની વાયુસેનાએ પશ્ચિમ કાંઠા અને યમનમાં હુથી બળવાખોરોની લશ્કરી છાવણી પર હુમલો કર્યો. આ હુમલા હુથી લશ્કરી છાવણી પર કરવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ તેની લશ્કરી પ્રવૃત્તિઓ માટે થાય છે. ટાર્ગેટ કરેલ સ્થળોમાં સના ઇન્ટરનેશનલ એરપોર્ટ, હિજાઝ, રાસ કનાતિબ પાવર સ્ટેશન તેમજ પશ્ચિમ કાંઠે અલ-હુદાયદાહ, સલીફ અને રાસ કનાતિબ બંદરોનો સમાવેશ થાય છે.

Tags :
airportGujarat FirstIsraeli airstrikeplane crewWHO ChiefYemen
Next Article