Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Yong Ching Temple : ચીનમાં 1500 વર્ષ જૂના મંદિરમાં ભયાનક આગ, સદીઓ જૂનો પેવિલિયન ભસ્મીભૂત

ચીનના 1500 વર્ષ જૂના Yong Ching Temple મંદિરમાં આગ : ચીનના જિયાંગસુ પ્રાંતના ઝાંગજિયાગાંગ વિસ્તારમાં 12 નવેમ્બર 2025ના રોજ 1500 વર્ષ જૂના યોંગચિંગ મંદિરમાં ભયાનક આગ લાગી ગઈ હતી. આ આગ સવારે આશરે 11:24 વાગ્યે ભભૂકી હતી અને તરત જ મંદિરના પ્રખ્યાત વેનચાંગ પેવિલિયનને તેની ચપેટમાં લઈ લીધો. આ ઇમારત મંદિરના પરિસરમાં આવેલી બહુમાળાની લાકડાની રચના હતી, જે પ્રાચીન શૈલીમાં બનાવવામાં આવી હતી.
yong ching temple   ચીનમાં 1500 વર્ષ જૂના મંદિરમાં ભયાનક આગ  સદીઓ જૂનો પેવિલિયન ભસ્મીભૂત
Advertisement
  • ચીનનો 1500 વર્ષ જૂના Yong Ching Temple માં આગ : પેવિલિયન ભસ્મ, મુખ્ય મંદિર સુરક્ષિત
  • જિયાંગસુમાં યોંગચિંગ મંદિરનો નાશ: વીડિયોમાં દેખાયું આગનું તાંડવ, કોઈ મૃત્યુ નહીં
  • ધૂપના ખોટા ઉપયોગથી મંદિરમાં આગ? તપાસમાં નવો ખુલાસો, પુનઃનિર્માણની યોજના
  • સદીઓ જૂનો ચીનનો વારસો બચાવવાનું સરકારે આપ્યું વચન : યોંગચિંગ મંદિરના પેવિલિયનનો અંત
  • ફેન્ગહુઆ માઉન્ટન પર આગની લપટો : 1500 વર્ષીય મંદિરની કથા, પુનર્જીવનની આશા

ચીનના 1500 વર્ષ જૂના Yong Ching Temple મંદિરમાં આગ : ચીનના જિયાંગસુ પ્રાંતના ઝાંગજિયાગાંગ વિસ્તારમાં 12 નવેમ્બર 2025ના રોજ 1500 વર્ષ જૂના યોંગચિંગ મંદિરમાં ભયાનક આગ લાગી ગઈ હતી. આ આગ સવારે આશરે 11:24 વાગ્યે ભભૂકી હતી અને તરત જ મંદિરના પ્રખ્યાત વેનચાંગ પેવિલિયનને તેની ચપેટમાં લઈ લીધો. આ ઇમારત મંદિરના પરિસરમાં આવેલી બહુમાળાની લાકડાની રચના હતી, જે પ્રાચીન શૈલીમાં બનાવવામાં આવી હતી.

સાક્ષીઓ અનુસાર, આગ એટલી તીવ્ર હતી કે ધુમાડો અને તેની જ્વાળાઓ દૂરથી જ દેખાઈ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર તેના અનેક વીડિયો ઝડપથી વાયરલ થયા, જેમાં આખો માળખો આગની લપટોમાં ઘેરાઈ ગયો દેખાઈ રહ્યો છે.

Advertisement

ફાયર બ્રિગેડે બપોર સુધીમાં આગ પર કાબૂ મેળવ્યો

સ્થાનિક વહીવટીએ જણાવ્યું કે ફાયરમેનોએ તરત જ સ્થળ પર પહોંચીને આગને નિયંત્રણમાં લીધી હતી. બપોર સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ અને સારી વાત તે રહી કે, આટલી મોટી દૂર્ઘટના છતાં પણ જીવહાનિ થઈ નહોતી. પરંતુ આગએ વેનચાંગ મંદિરને સંપૂર્ણ રીતે બળીને ખાખ કરી નાંખ્યું હતું, જોકે, મંદિરની મુખ્ય રચનાઓ જે છઠ્ઠી સદી (536 ઈ.સ.)માં દક્ષિણી રાજવંશના સમયની છે, તે સુરક્ષિત બચી ગઈ હતી.

Advertisement

યોંગચિંગ મંદિર તેની બૌદ્ધ પરંપરા, લાકડાની કોતરણી અને ઐતિહાસિક મહત્ત્વ માટે જાણીતું છે. આ મંદિર સદીઓથી ભક્તો અને પર્યટકોનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે.

પુનઃનિર્માણમાં લાગશે લાંબો સમય

અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે. નિષ્ણાતો વીજળીના ખરાબ તાર, ધૂપ-દીવાના ઉપયોગ કે જૂની લાકડાની રચનામાં ખામી જેવા કારણોની તપાસ કરી રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ આગ એક મુલાકાતીના ધૂપ-મીઠીબત્તીના દૂરપયોગથી થઈ હોવાનું મનાય છે. પુનઃનિર્માણનું કામ લાંબું ચાલશે, પરંતુ સરકાર અને વારસા સંરક્ષણ વિભાગે વચન આપ્યું છે કે મંદિરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને જાળવીને તેને ફરીથી તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો- અલ-ફલાહ યુનિવર્સિટીની સભ્યતા AIU એ કરી રદ્દ, NAACએ પણ ફટકારી નોટિસ

Tags :
Advertisement

.

×